G-20 : ભારતની યશસ્વી સફળતા દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાને વાલા ચાહિયે
ABHIYAAN|September 23, 2023
> વૈશ્વિક સ્તરે ભારતે ઇતિહાસમાં અંકિત કરેલી યશસ્વી ગાથા > ભારતે સર્વસંમતિથી દિલ્હી ઘોષણાપત્ર મંજૂર કરાવવામાં ગજબની કુનેહ દાખવી > ઇવેન્ટની ભવ્યતા, ભારતની મહેમાનગતિ, સલામતીની જડબેસલાક વ્યવસ્થાની નોંધ વિશ્વના નેતાઓ અને મીડિયાએ લીધી
સુધીર એસ. રાવલ
G-20 : ભારતની યશસ્વી સફળતા દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાને વાલા ચાહિયે

શીર્ષકના લખાણને અહંકાર, મિથ્યાભિમાન કે એવા કોઈ નકારાત્મક અર્થમાં ન લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વૈશ્વિક સ્તરે ભારતે ઇતિહાસમાં અંકિત કરેલી યશસ્વી ગાથામાં રહેલી સંકલ્પ શક્તિ, સ્વાભિમાન અને ઉન્નત મસ્તકે જગતના દેશોને ભારતના સામર્થ્યનો પરિચય કરાવતી G-20 શિખર સંમેલનની અસાધારણ સફળતાની માત્ર અલ્પ શબ્દોમાં સંતોષની અનુભૂતિ સાથેની ગૌરવભેર અભિવ્યક્તિ છે. જે સમયે દુનિયા મહાસત્તાઓની તાકાત, અહંકાર અને વર્ચસ્વની લડાઈ વચ્ચે અનેક રીતે વહેંચાયેલી હોય તેવા સમયે કોઈ વૈશ્વિક મંચ પર સમગ્ર માનવજાતના કલ્યાણ અને બહેતર ભવિષ્ય માટે એક સંકલ્પપત્ર પર સર્વસંમતિ પ્રાપ્ત કરવી, તે અત્યંત સુખદ્ સંકેત છે. આ શક્ય બનાવવામાં ભારતની, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓના વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ મંત્રાલયના ચુનંદા સનદી અધિકારીઓ, વહીવટી તંત્ર તથા તજજ્ઞો સાથેની વર્ષભરની તનતોડ મહેનત રંગ લાવી છે. દૂરંદેશીપૂર્વકનું આયોજન, વૈશ્વિક સમીકરણોનો ગહન અભ્યાસ, સમસ્યાઓની વાસ્તવિકતાને લક્ષમાં રાખી ઉપાયો માટેના મજબૂત પ્રયાસો, સફળ અને સમયબદ્ધ અમલીકરણ સાથે ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની કલ્યાણ ભાવના જેવી ભારતની વિશિષ્ટતાઓ, એ આજ સુધીના G-20ના ઇતિહાસમાં અન્ય દેશો કરતાં વિશિષ્ટ સાબિત થઈ છે. સ્વાભાવિક જ છે કે જગતભરના દેશોએ તેની ખાસ નોંધ લીધી છે અને વૈશ્વિક ફલક પર ભારતનો અવાજ વધુ બુલંદ બન્યો છે.

This story is from the September 23, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 23, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024