સંતાનો સારું ભણે, પગભર થાય અને સારી રીતે જિંદગી જીવે તે જ કોઈ પણ માતા-પિતાની અંતરતમ ઇચ્છા હોય છે, પરંતુ અનેક ભણેલાં ગણેલાં વાલીઓ પણ પોતાની નોકરી, વ્યવસાય, અંગત જિંદગીમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ સંતાનોની પ્રગતિ પ્રત્યે પૂરતી નજર રાખી શકતાં નથી. અનેક વખત કિશોરાવસ્થાનાં બાળકોને ટ્યુશન, ટીચરના ભરોસે રાખીને, પૂરતા કે જરૂરતથી વધુ પૈસા ખર્ચીને, મોબાઇલ - કોમ્પ્યુટર જેવી સગવડ તેમના હાથવગી કરીને તેમનું યોગ્ય લાલન પાલન કર્યાનો સંતોષ તેઓ માનતા હોય છે, પરંતુ જ્યારે એ જ સંતાનો મોટા થઈને જીવનના યુદ્ધમાં ઊતરે અને પાંગળા પુરવાર થાય ત્યારે માતા-પિતાને કંઈક ચૂકી ગયાનો અહેસાસ થાય છે. શહેરોમાં અનેક શિક્ષિત, પૈસાપાત્ર કુટુંબોમાં આવી સ્થિતિ હોય છે. તેની સામે જ ગામડાં કે નાનાં શહેરોમાં રહેતાં, અભણ કે ઓછું ભણેલાં માતા-પિતાનાં સંતાનો વાલીઓની પ્રેરણાથી અને પોતાની મહેનતથી જે સિદ્ધિ હાંસલ કરે છે, તે ખરેખર નેત્રદીપક હોય છે. આવાં સંતાનો કુટુંબનું નામ રોશન તો કરે જ છે, સાથે-સાથે તેઓ પોતાનાં ભાઈ-બહેનોનાં જીવનમાં પણ અકલ્પનીય બદલાવ લાવે છે. આ માટે જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન તો માતા-પિતા જ પૂરું પાડે છે.
આવી જ વાત છે, ભુજની ઝેનબખાતુનની. સાત ભાઈ-બહેનોની મોટી બહેન તરીકેની જવાબદારી, માંદી બહેનની સારવાર, ઘરકામમાં માતાની મદદ કરીને ભણતી આ ૧૮ વર્ષની યુવતી માટે ભણવા માટે સમય કાઢવો પણ મુશ્કેલ, પરંતુ માતા-પિતાની પ્રેરણાથી તે મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢીને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા મથી રહી છે અને તેમાં સફળ થવાનો પૂરો વિશ્વાસ તેને છે.
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા