Second skin કહી શકાય એવાં વસ્ત્રોની કેટકેટલી વિભાવનાઓ સમાજ માં પ્રવર્તે છે. સમય સાથે વસ્ત્રોએ શરીર ઢાંકવા પૂરતી જરૂરિયાત ની મર્યાદા ક્યારનીય ફગાવી દીધી છે. વસ્ત્રો પહેરાવાનો મૂળભૂત હેતુ શરીર ને રક્ષણ અને આરામ આપવાનો રહ્યો છે. પ્રાણીઓના ચામડા વીંટાળીને દેહનું રક્ષણ કરતો માનવી આજે એનિમલ ફરના જૅકેટ પહેરીને સ્ટાઇલ સ્ટેટમૅન્ટ આપે છે.
આજે વસ્ત્રો માણસના સામાજિક જીવનનો એક મહત્ત્વનો ભાગ બને ચૂક્યા છે. કોઈ પણ વ્યક્તિએ ધારણ કરેલ પરિધાનમાં તેનું વ્યક્તિત્વ, સામાજિક વર્ચસ્વ અને હોદ્દો, તેનો મિજાજ, તેની રુચિ અને તેની આંતરસૂઝ વ્યક્ત થાય છે. જાણે વસ્ત્રો માત્ર વસ્ત્રો ન રહેતાં કોઈ સમાજિક સંદેશ હોય! આ વાત અચરજ પમાડે છે, છતાં એ વાસ્તવિકતા છે. રંગબેરંગી, જાડા-પાતળા પોતમાંથી સફાઈદાર સિલાઈ કરીને બનાવેલાં સુઘડ વસ્ત્રો દ્વારા કોઈ પણ પોતાના વ્યક્તિત્વ અને સુંદરતાને વધુ પ્રભાવક બનાવી શકે છે અને અન્યોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે તેમાં કોઈ શંકા નથી.
વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશેની ચર્ચાઓ ખૂબ થઈ ચૂકી છે, પરંતુ તેની આંતરિક અસરકારકતા વિશે પણ સમજવા જેવું છે. તે અસરો આપણે વિચારીએ છીએ તેનાથી ઘણી વ્યાપક છે. કાપડના આ પોતને જડ વસ્તુ માની લેવાની ભૂલ રખે ને કરતાં! આ બાહ્ય આવરણો જેવી રીતે તેને નિહાળનારને પ્રભાવિત કરે તેવી જ રીતે તેને ધારણ કરનાર પર પણ પોતાની ચોક્કસ અસર ઉપજાવે છે. તો ચાલો જાણીએ ફેબ્રિક ફ્રિક્વન્સી એટલે કે કાપડના ઊર્જા તરંગો વિશે.
આપણે જાણીએ છીએ કે સમષ્ટિની પ્રત્યેક સજીવ-નિર્જીવ ચીજને પોતાનું આભામંડળ હોય છે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે અને તે જ રીતે તે ચોક્કસ પ્રકારના ઊર્જા તરંગો જગાવે છે. આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ તેવું કાપડ પણ તેમાંથી બાકાત નથી. જુદા-જુદા પદાર્થો થી બનેલા કાપડની ફ્રિક્વન્સી પણ જુદી-જુદી હોય છે. આ ઊર્જા તરંગો માનવ શરીર સાથે કઈ પ્રકારનો અને કેટલી માત્રામાં સુમેળ સ્થાપે છે તેના આધારે તેની સારી-નરસી અસરો માનવ શરીર પડે છે. જો તે માનવીય શરીરની ઊર્જા સાથે સુરેખતા મેળવે તો તેના સકારાત્મક પરિણામો મળે છે અને એથી વિપરીત જો તે અનુરૂપ ન હોય તો તેની ખરાબ અસરો જોઈ શકાય છે.
This story is from the December 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા