છબીકલાના દિગ્ગજની ચિરવિદાય.....!
ABHIYAAN|December 09, 2023
ઝવેરીલાલ મહેતાના જીવનને એક શીર્ષક પણ હતું પહેલે પાને ચાર કૉલમ
દિલીપ ભટ્ટ
છબીકલાના દિગ્ગજની ચિરવિદાય.....!

મારે કોઈ નામ નથી. મારા નામમાં તો ખાલી ત્રણ અટક છે. નામ તો તમારે મને આપવાનું છે બાપુ. એક તો હું ઝવેરી છું, પાછો લાલ છું અને પાછો મહેતા પણ છું. બોલો ત્રણ અટક થઈ ગઈ ને..? ઝવેરીલાલ મહેતાના જીવનને એક શીર્ષક પણ હતું પહેલે પાને ચાર કૉલમ. તેઓએ ગુજરાતી દૈનિકનો ચહેરો ઘડવાનું કામ કર્યું. દરરોજ એક સામાન્ય માણસ અસ્તિત્વનો સંઘર્ષ ખેલે એ રીતે તેઓ પોતાના ફોટોગ્રાફ માટેનો વિષય શોધતા રહેતા અને જબરજસ્ત ફિલ્ડવર્ક કરતા. દૂર દૂર સુધી જતા. બહુ જ લોકોને મળતા. અમદાવાદ આટલું મોટું થઈ ગયું છે તો પણ તમે ઝવેરીલાલ સાથે એમના સ્કૂટર પર બેસીને આજે પણ જો અમદાવાદમાં લટાર મારવા નીકળો તો ઓછામાં ઓછા ૨૦૦ જણા સાદ કરે કે એ ઝવેરીલાલ...! ભાગ્યે જ કોઈ પત્રકાર કે ફોટોગ્રાફર પ્રજા જીવનના પ્રવાહમાં આટલો બધો ઓતપ્રોત હોઈ શકે.

ગમે ત્યાં બેસી જાય, ગમે ત્યાં વાતે ચડી જાય. ગમે ત્યાં નાટક પણ કરવા લાગે અને બધાને ખડખડાટ હસાવે. એ જ રીતે ગમે ત્યારે રિસાઈ જાય અને ગમે ત્યારે ગુસ્સે થઈ જાય. એક વખત તમારાથી નારાજ થાય એટલે તમારા વિશે આખા ગામમાં એક લેક્ચર આપે. આખું ગામ તમને પૂછે કે ઝવેરીલાલ સાથે શું વાંધો પડી ગયો? કોઈ સર્વકાલીન પ્રિય નહીં અને સર્વકાલીન પણ અપ્રિય કોઈ નહીં. જિંદગીમા મારે કોઈની જરૂર પડવાની નથી એવી મનમાં સ્પષ્ટતા અને ખુમારી રાખીને તેઓ જીવન જીવ્યા અને ખરેખર જ જિંદગીમાં એમને કોઈની જરૂર પડી નહીં.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024