ધરતીનું પેટ ફાડી નીકળતું, કાળું સોનું કહેવાતું ક્રૂડ ઓઇલ અર્વાચીન યુગમાં અવારનવાર સંઘર્ષો અને યુદ્ધોનું કારણ બન્યું છે. કુદરતી ખનીજ તેલ માટેની ગાંડી ભૂખ અને અમેરિકાને જાણે પહેલેથી જ ગાઢ સંબંધ હોય એવી પ્રતીતિ એક સત્યકથા કરાવે છે. ૧૮૭૦ આસપાસ યુરોપિયન વસાહતીઓ માટે જગ્યા કરવા, મધ્ય અમેરિકાના કેન્સસ પ્રાંતના ફળદ્રુપ મેદાનોમાંથી નેટિવ અમેરિકન કહેવાતી એક મૂળનિવાસી ઓસેજ જાતિને દબાણ કરીને દક્ષિણમાં આરક્ષિત પ્રદેશમાં ખસેડવામાં આવી, જ્યાંની ખડકાળ જમીન મૂલ્યવિહીન માની લેવાયેલી. કિન્તુ કુદરત કૃપાથી ૧૮૯૭માં ત્યાં ક્રૂડ ઓઇલ મળી આવતા આ જમીનના નવા માલિક ઓસેજ લોકો ધનવંત બન્યા. ૧૯૨૩માં ઓસેજ સમુદાયે મેળવેલી કુલ સંપત્તિની કિંમત અત્યારના પ્રમાણે આશરે ચાલીસ કરોડ ડૉલર થાય! ત્યારે માથાદીઠ આવકની દષ્ટિએ એ વિશ્વનો સૌથી ધનવાન સમુદાય ગણાતો. નેટિવ અમેરિકનોને ત્યાં શ્વેત અમેરિકનો નોકર-ચાકર હોય એવું દુર્લભ દશ્ય પણ ઓસેજ ઘરોમાં જોવા મળતું, જે ઘણા શ્વેતોને પચતું નહીં.
ચિક્કાર પૈસો લાલચી, કપટી શત્રુને જન્મ આપે છે. અમેરિકન સરકારે નિયમો અને નિયંત્રણોની જાતભાતની ગૂંચો રચીને ઓસેજ સમુદાયનો હકનો પૈસો લૂંટવાની નીતિ અપનાવી. વધારામાં, ૧૯૧૦-૩૦ના ત્રણ દાયકામાં ભેદી રીતે ઓસેજ જાતિના લોકોની હત્યાઓ થયા કરે છે. આ લાંબી ઘટનાનું કેન્દ્રબિંદુ બને છે મોલી કાયલ. તેના પરિવારની સ્ત્રીઓ, અન્ય ઓસેજ લોકો અને હત્યાઓનું પગેરું મેળવવા મથતા એક વકીલની પણ કતલ થાય છે. શંકાસ્પદ મોત અને હત્યાઓનો આંકડો ચોવીસે પહોંચતા ઓસેજ કાઉન્સિલ અમેરિકન સરકારને હસ્તક્ષેપ કરવાની માગણી કરે છે. કેસ સોંપાય છે બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને, જેનો હેડ છે, ઓગણત્રીસ વર્ષનો જે. એડગર હુવર. મહત્ત્વાકાંક્ષી એડગર માટે આવા કેસ ઉકેલીને પોતાની ક્ષમતા સાબિત કરવી જરૂરી છે. તે બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને વિશાળ અને તાકતવર સંસ્થા બનાવવા ઇચ્છે છે. કેસ ઉકેલાય છે અને ભવિષ્યમાં એ સંસ્થા અમેરિકાની તાકતવર લૉઇન- ફોર્સમૅન્ટ એજન્સી એફ.બી.આઈ. બને છે, જેની સ્થાપનાથી લઈને પાંચેક દાયકા સુધી એને મજબૂત કરવાનું શ્રેય એડગર હુવર મેળવે છે.
This story is from the December 30, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 30, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા