એનાલિસિસ
ABHIYAAN|January 27, 2024
વૈશ્વિક સ્તરે શિરમોર એવી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની ગુજરાત ગાથા કેવી છે?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

ગુજરાતમાં વર્ષ-૨૦૦૩થી શરૂ થયેલી અને કોરોના કાળનો અપવાદ બાદ કરતા નિયમિતરૂપે દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મિટની શૃંખલામાં દસમી વાઇબ્રન્ટ સમિટ આ સપ્તાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ ગઈ. સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મહેમાન એવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાંન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પીટર ફીયાલા, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસ રામોઝ હોરતા સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપાર જગતના દેશ-વિદેશના મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી સમિટને સફળ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમનું મંત્રીમંડળ, ઉચ્ચ સનદી અધિકારીઓ તથા તેમના સહયોગીઓએ જે રીતે અથાક પુરુષાર્થ કર્યો હતો, પરિણામ પણ એવું જ રોમાંચકારી અને સફળ સાબિત થયું હતું.

સરકારે ૨૦૨૨ના ૫૭૨૪૧ સમજૂતી કરાર દ્વારા ૧૮.૮૭ લાખ કરોડનાં મૂડીરોકાણ અને આ સમિટમાં વિક્રમસર્જક કહી શકાય તેટલા ૪૧૨૬૬ સમજૂતી કરાર દ્વારા ૨૬.૩૩ લાખ કરોડનાં મૂડીરોકાણ સહિત કુલ ૯૮૫૪૦ સમજૂતી કરાર દ્વારા ૪૫ લાખ કરોડનાં મૂડીરોકાણના અંદાજની ગૌરવભેર જાહેરાત કરી હતી. ગુજરાતમાં જે ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે સમજૂતી કરારો થયા છે તેમાં પાવર, ઓઇલ, ગેસ, કેમિકલ, પેટ્રોકેમ, એન્જિનિયરિંગ, ઑટો, શહેરી વિકાસ, નાણાકીય સેવાઓ, માહિતી ટૅક, બાયોટેક, પોર્ટ અને પોર્ટ લેડ, ખનીજ, કાપડ અને વસ્ત્રો, રોડ એન્ડ રેલ પ્રોજેક્ટ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, હેલ્થ કૅર અને ફાર્મા, વન અને પર્યાવરણ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઔદ્યોગિક લોજિસ્ટિક પાર્ક, મિની એસ્ટેટ, પાણી પુરવઠો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સહકાર, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, યુવા સંસ્કૃતિ, આદિજાતિ વિકાસ, એમએસએમઈ મુખ્યત્વે છે.

ત્રણ દિવસ સુધી ચાલેલી આ સમિટના અન્ય આંકડાઓ પણ રસપ્રદ છે. સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. ૧૩૧૯૪૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૩૫૯૦ ઇન્ટરનેશનલ ડેલિગેશન ઉપસ્થિત રહ્યા હતા. ૨૮૬૨ બિઝનેસ ટુ બિઝનેસ અને ટુ ૧૩૬૮ બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠકો થઈ હતી.

This story is from the January 27, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 27, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024