લાફ્ટર વાઇરસ
ABHIYAAN|February 03, 2024
લાંચનો બિઝનેસ સહકારી ભાવના પર ચાલતો હોય છે!
હર્ષદ પંડ્યા
લાફ્ટર વાઇરસ

લાંચ આપવી એ પણ એક પ્રકારનું ગુપ્ત દાન કહેવાય, એવું કેટલાક લાંચવીર અને લાંચેશ્વરીઓ માનતા હોય છે. કેટલાક લાંચશાસ્ત્રીઓ આવા દાનને રાજસિક દાન ગણાવતા હોય છે. અમારા એક મિત્ર વકીલ છે. એમની એવી દલીલ હોય છે કે જો કોઈને દાન આપવું એને ગુનો કહેવાતો હોય તો જ લાંચ આપવાની પ્રોસેસને ગુનો કહી શકાય, નહીંતર નહીં. લૉજિક એમનો પ્રિય વિષય છે. લાંચ લેનારને માટે ના બચાવવા માટેનો એમનો લેશમાત્ર ઇરાદો નથી, પણ એમનું કહેવું બધું લૉજિકલ હોય છે એવું એ માનતા અને મનાવતા હોય છે. એ તો આ બાબતે એવુંય કહેતા હોય છે કે હોટલમાં અપાતી ટિપને જો લાંચ માનવામાં ન આવતી હોય તો લાંચને બિચારીને કયા અર્થમાં કે કયા સંદર્ભમાં લાંચ તરીકે ઓળખવામાં આવે છે?

કોઈ પણ અશક્યતાને આમ ચપટી વગાડતામાં જ શક્યતામાં ફેરવી નાખવાની અમોઘ શક્તિ એકમાત્ર લાંચમાં છે. લાંચ જેવી કોઈ ઔષિધ અને જડીબુટ્ટી નથી. કેટલાક લાંચાત્માઓ તો લાંચને ‘પત્રમ-પુષ્પમ’ કહીને લાંચમાં રહેલી શુદ્ધતા, પવિત્રતા અને સાત્ત્વિકતાની ભાવ વંદના કરે છે. આ પ્રકારનું પત્રમ-પુષ્પમ આપનારને વંદન કરે છે અને આવું પત્રમ-પુષ્પમ સ્વીકારનારને અભિનંદન આપે છે.

લાંચનાં અનેક સ્વરૂપો છે. જેવું એનું સ્વરૂપ એવું એનું નામ. અનેકનામી ભગવાન માટે પેલું ભજન ગવાય છે ને કે,- હિર તારાં છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી! લાંચનું પણ હિર જેવું છે  મતલબ કે ભગવાન જેવું છે. એક લાંચ વિશારદે તો લાંચનો મહિમા આ રીતે પણ ગાયો છે: લાંચ તારાં છે હજાર નામ, કયા નામે મારે સ્વીકારવી! લાંચને કોઈ ઘૂસ કહે છે, તો કોઈ એને રિશ્વત કહીને એની શરાફત જાળવી લે છે. કોઈ એને ભેટ કહે છે, કોઈ એને બક્ષિસ કહે છે. કોઈ એને બોણી કહે છે તો કોઈ એને બોનસ કહે છે. કોઈ એને ઇજાફો કહે છે, તો વળી કોઈ એને ચા-પાણી કહીને સન્માને છે. કેટલાક પવિત્ર આત્માઓ તો લાંચને પ્રસાદ, મહાપ્રસાદ, નૈવેદ્ય કે અન્નકૂટ કહીને પણ લાંચમાં રહેલી ઈશ્વરીય તાકાતને કે એના ઐશ્વર્યને બિરદાવે છે. લાંચ ભલભલાને કાનજી-પરાસ્ત શકે કરી છે.

અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી એવું ભલે કહેવાતું હોય, પણ એ અડગ મનનો માણસ જ્યાં સુધી લાંચસુંદરીની અડફેટે ચડ્યો નથી ત્યાં સુધી જ એવું કહેવાતું હોય, બાકી એકવાર જો એ લાંચપરીની અડફેટે ચડી ગયો, સમજી લેવાનું કે એ મરદ મૂછાળો પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લાંચ ભાળીને બળદ પૂંછાળો થઈ જવાનો!

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024