અરવિંદ કેજરીવાલનો સૂર્ય અસ્તાચળે..!
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી.
જયેશ શાહ
અરવિંદ કેજરીવાલનો સૂર્ય અસ્તાચળે..!

ઇડી દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી. એની સંભાવના હતી જ. ગત નવેમ્બરના પ્રારંભથી તેમને સમન્સ મોકલવાની શરૂઆત થઈ હતી, જેની તેઓ ઉપેક્ષા કરતા હતા. આજે તેમની ધરપકડને ચૂંટણી સાથે જોડવામાં આવે છે, ત્યારે નવ સમન્સની ઉપેક્ષા કરીને લગભગ સાડાચાર મહિનાનો સમય પસાર કરનારનો દોષ જોવામાં આવતો નથી. રાજનીતિની તાસીર બદલવા માટે રાજનીતિમાં પ્રવેશ કરવાનો દાવો કરનાર વ્યક્તિ એવા જ શુદ્ધ ઇરાદાથી રાજનીતિમાં આવ્યા હોવા વિશે હવે અસંખ્ય લોકોને શંકા જાય છે. કેજરીવાલની રાજકીય કારકિર્દીનો આ ટર્નિંગ પોઇન્ટ છે અને આ વળાંક ક્યાં લઈ જશે એ કહેવું મુશ્કેલ છે અને નથી!

આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી ભારતીય સનદી સેવાના ઉચ્ચ અધિકારી એવા અરવિંદ કેજરીવાલનો રાજકીય સૂર્યોદય અન્ના હજારેના આંદોલનથી થયો હતો. કેજરીવાલે ૨૦૦૨માં સનદી સેવામાંથી નિવૃત્તિ લઈને પરિવર્તન’ના નામથી એનજીઓની સ્થાપના કરીને એક્ટિવિસ્ટ તરીકે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ૨૦૦૬માં ‘ઇમર્જિંગ લીડરશિપ' માટે રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળ્યો. તે પછી તેઓ દેશમાં વધુ જાણીતા થયા હતા. વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં થયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં થયેલા કથિત ગોટાળાની ખબર મીડિયામાં આવ્યા પછી લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ નામની ઝુંબેશ શરૂ થઈ અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા. અન્ના હજારેના ઉપવાસ દરમિયાન જંતર-મંતર ખાતે અન્ના હજારેના માર્ગદર્શન હેઠળ સૌથી મોટું અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોક-જુવાળનો લાભ લેવા માટે ૨૬ નવેમ્બર, ૨૦૧૨ના રોજ કેજરીવાલે વિધિવત્ ‘આમ આદમી પક્ષ'ની સ્થાપના કરી. સ્થાપના કર્યા પછી કહ્યું હતું કે તેમના પક્ષમાં કોઈ હાઇકમાન્ડ નહીં હોય અને તેઓ જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર જનતાના પૈસાથી ચૂંટણી લડશે.

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024