કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
કેજરીવાલની ધરપકડ ભ્રષ્ટાચાર સામે લડાઈ કે નર્યું રાજકારણ?
સુધીર એસ. રાવલ
કવર સ્ટોરી

હા, આ જ ન્યૂ ઇન્ડિયા છે, જ્યાં એવા કાયદાઓ બની રહ્યા છે, જેમાં વૉરન્ટ વગર સરકાર કોઈની પણ ધરપકડ કરી શકે છે, કારણ બતાવ્યા વગર સમન્સ મોકલી શકે છે, વ્યક્તિ ભલે સામાન્ય હોય કે કરોડોની સંખ્યામાં લોકોનો વિશ્વાસ ધરાવતી હોય, ભલે પછી તે લોકશાહી (!) દેશના અને જનતાએ ચૂંટેલા એક રાજ્યના મુખ્યમંત્રી કેમ ન હોય?! એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાતોરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ એ આઝાદ ભારતના ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના છે. આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ એન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ થઈ, પરંતુ તેમણે ધરપકડ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેજરીવાલ સાવ જુદી માટીના બનેલા રાજકારણી છે. તેમણે કેન્દ્રીય સત્તા સામે ઝૂક્યા વગર રાજ્યની જનતાએ આપેલા જનાદેશને પ્રાધાન્ય આપતા જેલમાંથી રાજ કરવાની વાત પકડી રાખી છે. આવું કરવા પાછળ તેમની પાસે પણ કાયદાઓનું જ પીઠબળ છે અને હવે સામસામે થનારી કાયદાઓની ટક્કરમાં કઈ અદાલત ક્યારે અને કેવો ન્યાય કરશે, તેના પર દેશના નાગરિકોની નજર મંડાઈ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને આદર્શ આચારસંહિતા લાગુ છે, ત્યારે એક રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષના મુખ્ય નેતાને જેલમાં ધકેલી દેવા બાબતે ચૂંટણી પંચ સામે પણ નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી માટે સવાલો થશે અને બંધારણે તેને આપેલી સત્તાના નિર્ભીક ઉપયોગ સબબ કસોટી થશે, એ એક અલગ વિષય છે. રાજકીય રીતે જોઈએ તો સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દે તેવા ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દાની ચર્ચા પાછળ ધકેલાઈ ગઈ છે જે કદાચ યોજનાબદ્ધ હોઈ શકે, પરંતુ દેશના સદ્નસીબે કેજરીવાલની ધરપકડ થયા પહેલાં જ સર્વોચ્ચ અદાલતનો ભલે મોડો, પરંતુ ઉદાહરણ સ્વરૂપ નિર્ભીક અને નિષ્પક્ષ ચુકાદો આવી જવાના કારણે ઇલેક્ટોરલ બોન્ડની વિગતો પણ એક તરફ ધડાધડ બહાર આવી રહી છે, જેમાંથી કાયદાના નામે થતાં રાજકારણની વિગતો પણ બહાર આવશે, તેવી શક્યતાઓ વધુ ઊજળી બની છે.

મની લોન્ડરિંગનો કાયદો કેમ વિવાદાસ્પદ?

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

ખોટી માન્યતાઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ABHIYAAN

તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ

ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ફેમિલી ઝોન. બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી

લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/07/2024