સમગ્ર દેશની નજર હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર મંડાયેલી છે. વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે લગભગ ૧૬ પક્ષોના ૪૧૪૦ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. આ ચૂંટણી માટે લગભગ ૭૦૭૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ૨૯૩૮ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા. બાગી ઉમેદવારો પણ મોટી સંખ્યામાં હતા. હવે મેદાનમાં જે ઉમેદવાર ઊતર્યા છે તેમાં પાર્ટીના નેતા અને ઉમેદવારો પોતાને સાબિત કરવાના પ્રયત્નમાં લાગેલા છે.
બાળાસાહેબ ઠાકરે શિવસેનાના એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની જનતા પર જે પ્રભાવ પાડ્યો છે તેની ચર્ચા સમગ્ર મહારાષ્ટ્રમાં મુંબઈથી લઈને દૂરસુદૂર સુધીનાં ગામડાંઓમાં થઈ રહી છે. લોકોને મદદ કરવી, તેમની તકલીફોમાં દોડીને જવું, બાળકો, મહિલા, યુવાનોથી લઈને વૃદ્ધો દરેક વ્યક્તિ માટે જુદી-જુદી યોજનાઓનું આયોજન કરવું, એ યોજનાઓ પર સત્વરે અમલ કરવો જેથી લોકોને આ બધી જ યોજનાઓનો તત્કાળ ફાયદો મળે વગેરે પ્રશંસનીય કાર્યો કર્યા છે. તેમનાં આ કાર્યો પર નજર નાખીએ તો જનમાનસમાં એ જ ચર્ચા છે કે શિંદે સરકારને કારણે રાજ્યમાં ફરીથી બીજેપી, બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથના ગઠબંધનમાંથી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનશે.
રાજ્યની પરિસ્થિતિ જોતાં આ શક્યતા નકારી શકાય તેમ નથી. આ સ્થિતિ પર યોગ્ય વિચાર કરનારી સમજદાર અને સુસંસ્કૃત જનતા આજે પણ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની જે સ્થિતિ છે એ જોતાં સ૨કા૨ જે યોજનાઓ પ્રજા સમક્ષ લાવી રહી છે તે અનુસાર જો મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ જોવા જઈએ તો થોડા મહિનાઓ પહેલાં જ નાણા મંત્રાલયની સ્થિતિની જાણકારી આપતા રાષ્ટ્રવાદી કોંગેસ પક્ષના નેતા અજિત પવારે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્ર રાજ્ય દેવાના બોજ તળે દબાયેલું છે. આ દેવું માર્ચ ૨૦૨૫ સુધી ૭.૮૨ લાખ કરોડને પાર કરી જશે. વર્ષ ૨૦૧૪માં આ આંકડો ૨.૯૪ લાખ કરોડ હતો.
This story is from the Abhiyaan Magazine 23/11/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 23/11/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?