CATEGORIES
Categories
સ્વેટર માટે સ્ટ્રેટેજી !
કેટલાક લોકો સ્વેટરોની દુનિયાના ટાટા-બિરલા છે એવું લોકોને ઠસાવવા સ્વેટરોનું કલેક્શન રાખે છે. એટલે જ તેઓ જુદા જુદા કલરનાં સ્વેટરો પહેરતાં હોય છે !
સબસ્ટિટ્યૂશન - એક ઉપાય
અરજીઓમાં મૃત પિટિશનરે એ પિટિશન દાખલ કરી હતી એ એપ્રૂવ્ડ થઈ છે અને ત્યાર બાદ પિટિશનરનું મૃત્યુ થયું છે, જે વ્યક્તિને મૃત પિટિશનરની જગ્યા આપવાની વિનંતી કરવામાં આવી રહી છે એ વ્યક્તિ એ માટે રાજી છે, એફિડેવિટ ઓફ સપોર્ટ આપે છે, એ પોતે અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક છે અને બેનિફિશિયરોનો નજીકનો સગો છે આવું દેખાડીને સબસ્ટિટ્યૂશનની અરજી કરવાની રહે છે
પ્રેમનું 'મેઘધનુષ્ય'
ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર, બાયસેક્યુઅલની ઇર્દગિર્દ કે તેને મુખ્ય પોઇન્ટ તરીકે રાખીને ભારતીય ફિલ્મો બની રહી છે. 'ફાયર'થી ‘ચંડીગઢ કરે આશિકી' સુધીની એ પ્રકારની ફિલ્મોની વાત કરી છે.
પ્રેમની મીઠાશ ચોકલેટ બની સ્વાસ્થ્યનો પર્યાય
જમ્યા પછી મીઠાશ માટે ચોકલેટ, આનંદને વહેંચવો હોય તો ચોકલેટ રડતા બાળકને હસાવવું હોય તો ચોકલેટ, પ્રેમનો એકરાર કરવો હોય તો ફૂલોની સાથે ચોકલેટ, રિસાયેલી પ્રેમિકાને મનાવવી હોય તો ચોકલેટ. ૯મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડે છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ ખાવાથી લવલાઇફ સારી રહે છે. ચોકલેટ એ પ્રેમના માધ્યમ સાથે અનેક રોગોનું સમાધાન પણ કરે છે.
ફેબ્રુઆરી ફેસ્ટિવલ.. લાગણીઓનું સેલિબ્રેશન
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ એક જુદી લાગણીનો સંચાર લોકોમાં થાય છે. માત્ર યુવાનો જ નહીં, દરેક ઉંમરના લોકો માટે ફેબ્રુઆરી ફેવરિટ માસ છે. જેની પાછળનું કારણ વેલેન્ટાઇન-ડે જ નહીં, પરંતુ ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધી ઊજવાતા જુદા-જુદા દિવસો છે. આ ડે સાથે દરેક વ્યક્તિની લાગણી જુદી-જુદી રીતે જોડાયેલી હોય છે.
ડુંગરદેવઃ ડાંગી પરંપરાનો અનોખો વારસો
આપણા દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં કૃષિપેદાશો-ધન-ધાન્યોની કાપણીલણણીની મોસમને ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે. લોહરી, બૈસાખી, પોંગલ, બિહુ, નોબાના વગેરે તહેવારો ખેડૂતો દ્વારા ઊજવવામાં આવે છે. આ રીતે જ ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી લોકો દ્વારા સારા ધનધાન્યની ઉપજનો આભાર વ્યક્ત કરવા માટે ડુંગરદેવની પૂજા કરવામાં આવે છે. ત્રણથી પાંચ દિવસનો આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.
પંખીડા રે ઊડી જાજે.. અમેરિકા રે..
ગુજરાતીઓની વિદેશમાં સ્થાયી થવાની, વધુ સ્પષ્ટ રીતે કહીએ તો અમેરિકામાં સ્થાયી થવાની ઘેલછા આજકાલની નથી. આઝાદી પહેલાંથી તેઓ વિદેશમાં સ્થાયી થવાનાં સપનાં જોતાં આવ્યાં છે અને તેમાં સફળ પણ રહ્યાં છે. જોકે આખા મામલામાં દરેક વખતે પીળું એટલું સોનું નથી હોતું અને તેનું હૃદયદ્રાવક ઉદાહરણ આપણે હાલમાં જ કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારનાં યુએસ-કેનેડા સરહદે નીપજેલાં કમકમાટીભર્યા મૃત્યુમાં ફરી એકવાર નજીકથી જોયુંજાણ્યું છે. અમેરિકામાં કાયદેસર રીતે જેઓ સ્થાયી થઈ શકે છે તેમની અહીં વાત નથી. વાત છે ઓછી આવડત અને વતનમાં મર્યાદિત તકો વચ્ચે અમેરિકા સ્થાયી થવાની ઘેલછા ધરાવતા સરેરાશ ગુજરાતીની, જેને કોઈ પણ હિસાબે ત્યાં જવું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જવા માટે જેટલાં મોં તેટલી વાતો વર્ષોથી આપણે ત્યાં થતી આવી છે. ત્યારે એજન્ટોનાં એક નિશ્ચિત નેટવર્ક અને મોડસ ઓપરેન્ડી થકી આવા લોકોને અમેરિકામાં ઘુસેડવા કેવા કેવા પેંતરાઓ રચાતા હોય છે તેની સિલસિલાબંધ વિગતો અહીં પ્રસ્તુત છે..
નાણાપ્રધાનનું અંદાજપત્ર ખરેખર વિઝન ડોક્યુમેન્ટ છે?
સરકારે ક્રિપ્ટોકરન્સીની કમાણી પર ૩૦ ટકા જેટલો જંગી કર વસૂલવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત ભારત ખુદ પોતાની ડિજિટલ કરન્સી આ વર્ષે શરૂ કરશે એવી જાહેરાત નાણાપ્રધાને કરી છે. સંરક્ષણ ક્ષેત્રે મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની નીતિ ચાલુ રહેશે
આરપીએન સિંહના ભાજપ પ્રવેશના સૂચિતાર્થો
મહત્ત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની કોર કમિટીમાં જેમનો સમાવેશ થતો હતો અને કોંગ્રેસે જેમનો એક દિવસ પહેલાં જ ચૂંટણીમાં પક્ષના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કર્યો હતો એવા આરપીએન સિંહ કોંગ્રેસ છોડી જાય એ પક્ષને મોટું નુકસાન તો છે જ
ટ્રામની જેમ વીજળીથી દોડશે ટ્રોલી બસ!
ટ્રેકલેસ ટ્રોલી રબરના ટાયર પર શેરીઓમાં ચલાવવામાં આવતું વાહન છે અને ટ્રોલી બસ ઓવરહેડ વાયરમાંથી મળતી વીજશક્તિથી સંચાલિત થાય છે. ટ્રામની જેમ શૂન્ય ઉત્સર્જન કરે છે
દિલ બેચારા, ફ્રેન્ડઝોન કા મારા..
'ફ્રેન્ડઝોન' શબ્દ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. એક પક્ષે પ્રેમ અને બીજા પક્ષે મિત્રતા પ્રકારના સંબંધને “ફ્રેન્ડઝોન' કેટેગરીમાં મૂકવામાં આવે છે. ન્ડઝોનની વાત આવે ત્યારે તેમાં કોઈ એક વ્યક્તિની લાગણીઓ સાથેની રમતનો આક્ષેપ કરવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રકારના આક્ષેપોમાં રહેલા તથ્ય પર વિચારવું રહ્યું.
કાશ્મીરી લડીશાહ એટલે?
આધુનિકતાના નામે કામની પરંપરા કચડવી ખોટી રીત છે આપણા કાશ્મીરની મૂળ કળાઓને જીવંત કરવામાં જીત છે
ગામનું નામ માત્ર સરનામું નથી !
આપણાં ગામડાંઓમાં આપણો સ્થાનિક ઇતિહાસ ધરબાયેલો છે. આંગળીના ટેરવે આખા વિશ્વની માહિતી આપણે મેળવી લઈએ છીએ, પણ સ્થાનિક ઇતિહાસની સતત ઉપેક્ષા થતી રહે છે. પરિણામે જે-તે ગામડાંનો યુવાન અથવા જન્મથી માંડી મોત સુધી એક જ ગામમાં રહેનાર વ્યક્તિ પણ તેમના ગામનું નામકરણ કઈ રીતે થયું તેનાથી અજાણ રહી જતો હોય છે ત્યારે અહીં ભરૂચ જિલ્લાનાં ગામોનાં નામ કઈ રીતે પડ્યા તે જાણવું રસપ્રદ બની રહેશે.
અર્બનાઇઝેશન : મહાનગર બને માતૃનગર
શહેર માણસના રસ્તામાં જાતજાતની હાડમારીઓ અને સમસ્યાઓ ફેંકીને એને લડતો, ઝઝૂમતો રાખે છે. વર્ષો સુધી હિન્દી સિનેમામાં મુંબઈ આવા જ એક રૂપક પાત્ર જેમ સ્થાન જમાવીને બેઠું હતું
-અને એ જગ્યા પૂરવાનો ૫૦ વર્ષે નિર્ણય લેવાયો
જોકે ત્યાં જે રીતે ગાંધી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેની સામે પણ કેટલાકની ફરિયાદ હતી. દરમિયાન રાજપથ પરની છત્રી તો ખાલી જ રહી અને કેટલાક ડાબેરી ઇતિહાસકારોએ ત્યાં ગાંધીજીની પ્રતિમા ન મૂકવા માટે એવી થિયરી, એવો વિચાર વહેતો મૂક્યો કે આ છત્રી ભૂતકાળના બ્રિટિશ રાજની યાદ અપાવતી રહે એ માટે એ જગ્યાને ખાલી જ રહેવા દેવી જોઈએ અને નવાઈની વાત એ રહી કે જ્યારે નરેન્દ્ર મોદીએ એ જગ્યાએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે આવી કોઈ ચર્ચામાં સમય બગાડ્યો નહીં
સિદ્ધુ વિશે પાક.ની ભલામણનાં તથ્યોની તપાસ થવી જોઈએ
રાજ્યના પ્રધાનમંડળમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો સમાવેશ કરવાની પાકિસ્તાનની ભલામણ કઈ હેસિયતથી કરવામાં આવી હોઈ શકે? કેપ્ટનના રહસ્યોદ્ઘાટનના તથ્યની ચકાસણી થવી જોઈએ
સામાજિક સમયસૂચકતાના અભાવનું પરિણામ
ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એ આખા બે પરિવારો-કુટુંબો વચ્ચેનો સંબંધ બનતો હોય છે. તેવામાં ક્યારેક વડીલોને એકબીજા સાથે સામાજિક બાબતોએ મેળ ન જણાય અથવા સામે પક્ષે વ્યવહારુ રહેવાની તૈયારી કે સમજણ ન દેખાય ત્યારે વડીલો સંબંધ બાંધવાનું ટાળતા હોય છે, પરંતુ જો બાળકોની ઇચ્છાને માન આપીને મા-બાપ સંબંધ બાંધી આપે, તેવામાં સમજુ પક્ષના વડીલોએ વ્યવહારુ બાબતોએ ઘણું વેઠવાનું આવતું હોય છે.
સહુના કષ્ટ કાપે છે સાળંગપુરના હનુમાનદાદા!
ભૌતિક યુગમાં માનવીનાં દુઃખ પણ ઝાઝાં થયાં, નીતિ-નિયમ તૂટ્યા, માણસો આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડાયા. દુઃખ ઓછાં હતાં ત્યારે સાધનોની ખોટ હતી, લોકોથી ભૂલ થઈ જતી, પગ ગમે ત્યાં પડી જતો, અગમ-નિગમની જાણ બહાર માણસ ન સમજાય તેવી પીડામાં ઊતરી જતો. તે સમયે પણ લોકમાં કહેવાતું, દુઃખમાં સાંભરે સાળંગપુર..હનુમંત વિના ભીડ ભાંગે કોણ!
વિવાદની માનસિકતામાંથી મુક્ત થવાની જરૂર
ગાંધીજીને પ્રિય ધૂન હોવાને કારણે તેમાં ક્યારેય બદલાવ જ ન થઈ શકે: એ માનસિકતા યોગ્ય નથી આપણે એ કેમ વિચારતા નથી કે લશ્કરી બેન્ડ પર 'અય મેરે વતન કે લોગો..'ની ધૂન વાગશે ત્યારે કેટલા ચહેરા ખીલી ઊઠશે
વિદાય આપવાની વ્યથા!
કોરોના વાઇરસને કારણે પારસી સમાજમાં થતી મૃતકની પરંપરાગત દખમાવિધિ હાલ ચર્ચામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં સરકારે જવાબ રજૂ કર્યો છે કે કોવિડ–૧૯ના કારણે મૃતક પારસી વ્યકિતની દખમાવિધિની પરવાનગી આપી શકાય તેમ નથી. બહોળા હિતને ધ્યાનમાં રાખીને સરકારે યોગ્ય પગલાં લીધાં, પણ તેનાથી આ સમાજમાં સ્વજનને વિદાય આપવાની એક નવી વ્યથાએ જન્મ લીધો છે..
બજેટની અડફેટે આવતાં પહેલાં...!
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એની સાચી માહિતી વાઇફને જ હોય છે!' 'આલેલ્લે!' અર્થશાસ્ત્રીએ ઊભા થતાં કહ્યું, 'તમે પણ એવું માનો છો, મારા જેવું જ?!'
મોસમ છલકે
પતિ, સાસરિયાં કે સગાંવહાલાં જો અત્યાચાર આચરતા હોય તો ભારતની અમેરિકામાં આવેલ એમ્બેસી દ કરે છે. અમેરિકામાં આવી ત્રાસેલી સ્ત્રીઓને મદદ કરવા અનેક સંસ્થાઓ કાર્યરત છે
પોલીસ પર પ્રજાને કેટલો વિશ્વાસ છે?
દેશ આખો ૨૬મી જાન્યુઆરીનું પ્રજાસત્તાક પર્વ હાલમાં જ ઉજવીને પરવાર્યો છે. જોકે, પ્રજાની રક્ષક એવી પોલીસને લઈને લોકોની માન્યતા હજુ પણ બદલાઈ નથી. લોકો સ્વીકારી શકતા નથી કે પોલીસ તેની રક્ષા માટે છે. ત્યારે એ કયાં કારણો છે જે પોલીસ પર પ્રજાને વિશ્વાસ મૂકતા રોકે છે, તેની અહીં વાત કરીએ..
ગુજરાતી લેખન 'ને વાંચન
સર્જન નવું હોય એને જ કહેવાય. રિમિક્સ કે રિમેક જેવું જે કોઈ એડિટેડ યા અપડેટેડ વર્ઝન હોય એ સર્જન ના કહેવાય. ગુજરાતીમાં ખરા સર્જન માટે સર્જન શબ્દ આગળ મૌલિક શબ્દ જોડાય છે ટેગ ઉપર પાછા હેશટેગ આવ્યા. બઝવર્ડ. જગત એટલે જે નિરંતર ગતિમાં છે તે. ગુજરાતી કાવ્યતા ઘૂસાડી ચાટુકડો અર્થ ખેંચી કાઢવો હોય તો જે ગાડે એ જગત. ગુજરાતી સાહિત્ય જગત છે? કોર્ટમાં કેસ ચાલે કે ઘરમાં કંકાસ, પ્રત્યેક શબ્દ તેના સાચા અર્થ 'ને ઉપયોગ સાથે મહત્વનો બને છે. જૂના શબ્દ હડસેલવા ને નવા શબ્દ કામમાં લેવા અંગે સંકુચિતતા રાખવી એ ખોટું
રોબોક્લિપ્સ : આવનારી ઊથલપાથલમાં ટકવાના ઉપાયો
રૉબોક્લિપ્સ જેવું કશું નજીકના ભવિષ્યમાં શક્ય બનશે. ઊલટાનું તે માને છે કે મનુષ્ય પોતે જ રૉબોટ જેવો બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે અંધ કે બધિર લોકો માટે એવા સક્ષમ ‘ન્યૂરલ ઇમ્પ્લાન્ટ’ નામક સૂક્ષ્મ ઉપકરણો આવનારા દાયકામાં ઇજાદ થયા હશે જે દેશ્ય અને ધ્વનિની સચોટ માહિતી સીધી જ દિમાગને પહોંચાડશે
ભારતના પ્રથમ અખબાર હિકી'સ બંગાલ ગેઝેટની દાસ્તાન!
હિકીના ગેઝેટે અન્ય લોકોને તેમના પોતાના અખબાર, સામયિક શરૂ કરવા પ્રેરણા આપી. રાજા રામ મોહન રોય, બીજા બંગાળી લેખકો બંગાળ ગેઝેટના લેખકોમાંના એક હતા
..ને કરછનું સરદારગંજ બન્યું ગાંધીધામ
દેશના ભાગલા પછી વિસ્થાપિત એવા સિંધી લોકોને વસાવવા, તેમની જેવી જ સંસ્કૃતિ અને ભાષા ધરાવતા કચ્છ પર પસંદગી ઉતારાઈ. કચ્છના મહારાવે ૧૫ હજાર એકર જમીન સિંધી લોકો માટે ફાળવી. આજે અહીં વિકસેલું અને મેટ્રોપોલિટિયન શહેર બનેલું ગાંધીધામ ઊભું છે પરંતુ તેની સ્થાપના વખતની વાત બહુ ઓછા લોકોના ધ્યાનમાં છે..
ડોલરિયા ચરોતરની વિધાર્થીયાત્રા
વિદેશ અભ્યાસ પહેલેથી જ ગુજરાતના વિધાર્થીઓનું સપનું રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં પણ કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વર્ષે ૧૫ હજાર વિદ્યાર્થીઓ અમેરિકા અને ૧૮ હજાર કેનેડા અભ્યાસ માટે જઇ રહ્યા છે અને તેમાં ચરોતરના વિધાર્થીઓની સંખ્યા અનુક્રમે ૪૫૦૦ અને કેનેડામાં ૮૦૦૦ છે. ત્યારે ડોલરિયા ચરોતરની આ વિદ્યાર્થીયાત્રાને અહીં નજીકથી સમજીએ.
.. જ્યારે ગાંધીજી અને મોત વચ્ચે હાથવેંતનું છેટું રહી ગયેલું
જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ની સાંજે ગાંધીજીની હત્યા થઈ ત્યાર પહેલાં અનેક પ્રસંગે મૃત્યુ સાથે ગાંધીજીનો આમનોસામનો થઈ ચૂક્યો હતો. તેની વિગતો મોટે ભાગે ઇતિહાસમાં દટાઈ ચૂકી છે. હવે ગોડસેવાદે ફરી માથું ઊંચક્યું છે, કાયરતા બહાદુરી તરીકે – દ્વેષ દેશપ્રેમ તરીકે રજૂ થઈ રહ્યાં છે ત્યારે ગાંધીજીએ વહોરેલાં અને વેઠેલાં જીવનાં જોખમોની માહિતી વાંચનારની સમજ અને સંવેદનશીલતાનો વિસ્તાર કરી શકે એવી છે.
'વીજળીમેન': દેશી સુપરહીરો!
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની તોતિંગ સફળતાથી બૉલિવૂડ ‘ચોંકી' ગયું છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની રિમેક લાઇનમાં છે અને ત્યાંના ડબ્દ વર્ઝન ધોમધોકાર ચાલી રહ્યા છે. આ 'ચાલવા' પાછળનું કારણ અને એક મજેદાર દેશી સુપરહીરો ફિલ્મ 'મિન્નલ મુરલી'ની આજે વાત કરી છે.