CATEGORIES
Categories
દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.
બે આંગળીથી સર્જાય છે જીવન કથા!
આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય
સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!
સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.
એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ
વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ
કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?
આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે
એ ત્રણ કાયદા, જે પાછા ખેંચાઈ રહ્યા છે...
વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી, જેને રદ કરવા માટે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. કયા હતા એ ત્રણ કાયદા, ખેડૂતો માટે કઈ રીતે મહત્ત્વના હતા અને આંદોલનકારી ખેડૂતોને શું વાંધો હતો આ કાયદા સાથે.…
'કહીં પે નિગાહે-કહીં પે નિશાના'ની રાજનીતિ
ખેતીની જમીન જેટલી વિશાળ તેટલો ખેડૂતનો બાર્ગેનિંગ પાવર વધુ. સહકારી મંડળીઓ દ્વારા કોર્પોરિટ ફાર્મિંગ કરવામાં આવે તો નાના અને સીમાંત ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે તેમ છે
ભુજમાં કિન્નરોએ કર્યું કેટવોક
ભુજની ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા કિન્નરો માટે ફેશન શૉ, ગરબા, ડાન્સ હરીફાઈ યોજાઈ. કિન્નરો પણ નવતર પ્રકારના કાર્યક્રમ અને અનોખા સન્માનથી પ્રભાવિત થયા.
ફેસબુક, મેટાવર્સ અને ભવિષ્યનું ઇન્ટરનેટ
એકબીજા સાથે જોડાયેલા આભાસી પ્લેટફોર્મનું એક વિશાળ જાળું રચીને યુઝરને એની માયામાં બાંધવાનું આ સપનું તેણે ફેસબુકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઓળખમાંથી બહાર કાઢવા માટે જોયું છે. જે રીતે ગૂગલ કે એમેઝોને પ્રારંભમાં પોતે બાંધેલી ભૂમિકાઓ વિસ્તારીને કદ, પ્રભાવ અને સત્તા વધાર્યા એ રીતે.
ગાંધીધામના યુવાને શેરીનાં કુતરાંની સેવા માટે ભેખ લીધો
નાનપણમાં કૂતરાંને નફરત કરતા યુવાને મોટા થઈને શેરીનાં રખડતાં કૂતરાં માટે નોકરી છોડી, લોન લીધી, ઘરના દાગીના ગિરવે મૂક્યા. સ્વૈચ્છિક સંસ્થા બનાવીને સેંકડો કૂતરાંનું લાલનપાલન, સારવાર શરૂ કરી.
કોઈ પારેવું પાંખ ફેલાવે, વળી ઊડવા માંડે!
આ મિની હિન્દુસ્તાન આજે ચર્ચામાં એટલે છે કે દેવળો સૂના પડ્યા છે, બે સદી કે વધુ વર્ષો જૂના આ સ્મારકો હવે હેરિટેજ કક્ષામાં છે.
આર્યન ખાનના જામીન પછી ડ્રગ્સ કેસ કેવો વળાંક લેશે?
મહત્ત્વની વાત એ છે કે આર્યન ખાનના જામીન પછી આ કેસ કેવો વળાંક લેશે તેને વિશે કોઈ અનુમાન થઈ શકતું નથી.
કેરળ-ચેન્નાઇમાં પૂરની વિનાશકતા પર્યાવરણીય પરિવર્તનનું પ્રમાણ છે
ગુજરાત બાદ કેરળ અને ચેન્નઇમાં પૂરની સ્થિતિએ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે. ચેન્નઇ થોડાં વર્ષો પહેલાં પાણીની તંગીથી પીડાતું હતું તે આજે વરસાદી આપદા પ્રબંધન મુદ્દે કમર કસી રહ્યું છે તો ઋતુચક્રમાં આવેલા પરિવર્તને ગોટ્સ ઓન કન્ટ્રી મનાતા કેરળમાં ભારે વિનાશ સર્યો છે.
કામ અને સન્માન ઉંમરના મોહતાજ નથી હોતા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મ સન્માન સમારંભ યોજાઈ ગયો. જેમાં પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા માટે તુલસી ગૌડા અને લોકકલા ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા માટે મંજમ્યા જોગતીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. આમ તો ઘણી બધી હસ્તીઓને પદ્મ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા, પણ આ બંને હસ્તીઓની વિશિષ્ટ અભિવ્યક્તિએ લોકોનું મન મોહી લીધું.
'ફિશિંગ કેટ' SOS
ચિલીકા સરોવર વિસ્તારમાં જોવા મળતી આ બિલાડી લુપ્ત થવાના આરે છે
સંગીતમાં શાસ્ત્રીય સંગીતકારોનો પણ સૂરીલો મુકામ!
શાસ્ત્રીય સંગીતકારો જે-તે વાધ વગાડવામાં મશહૂર એટલે એવા વાધની વિશેષતા જેમાં જરૂરી હોય એવી ફિલ્મ માટે ખાસ પસંદ કરવામાં આવે, પણ આ બધા જ સંગીતકારો અનેક સંગીતકારોની યાદગાર ધૂળના હિસ્સા બની ચૂક્યા હોય એટલે ફિલ્મ સંગીતનું કૌશલ્ય પણ કેળવી લે.
ભારતનાં મંદિરની સ્થાપત્ય કલામાં વિજ્ઞાન
દુનિયાની સાતે સાત અજાયબીઓ કરતાં હજારો ગણી ઇજનેરી કમાલ અને વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ માત્ર ને માત્ર ભારતના શિલ્પ સ્થાપત્યમાં જ થયો છે. એ જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે આપણા વાસ્તુશિલ્પ સ્થાપત્યકારો પાસે ભૂગોળ, ગણિત, અવકાશ, ભૌતિક અને રસાયણ શાસનું પણ ખૂબ જ ઊંડું જ્ઞાન હશે.
ભારતીય અધ્યાત્મવિધા આજની અનિવાર્ય આવશ્યકતા
મેકોલેતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના છેદ ઉડાડવા માટે આરંભાયેલા શિક્ષણની (કુ) પેદાશ કહી શકાય એવા સેક્યુલર બિનસાંપ્રદાયિક મહાનુભાવોએ તો દેશી હિસાબમાં ગણપતિનો ‘ગ' ભણાવાતો હતો એ દૂર કરી ગધેડાનો 'ગ' એ દાખલ કર્યો. ધન્ય!
બાહુમાં તું મા શક્તિ...હૃદયમાં તું મા ભક્તિ!
વંદે માતરમ્ની એક વાત તેમના સંપાદનમાં પ્રકાશિત બંગદર્શન'ના સહયોગી સહુને કહેતાં. ત્યારે પ્રકાશન સહેલું નહોતું. બંગાળી મૂળાક્ષરો ગોઠવી કદ પ્રમાણે લખાણ ગોઠવવું, તે પણ બબના પ્રકાશમાં બારીક ચાર શોધી અને બેસાડવા એ કલા તો અપૂર્વ હતી.
જાદુગરીનો અતીત અને હુડિનની છેલ્લી ટ્રિક!
મનુષ્યનો આશ્ચર્ય પામવાનો ગુણ પરિવર્તનશીલ છે, માટે જાદુગરીની કળા અને કરતબે જો આધુનિક વિશ્વમાં પ્રસ્તુત રહેવું હશે તો મનોરંજનના બીજા માધ્યમો જેમ બદલાતા વિશ્વ સાથે તાલ મેળવવો પડશે. જયાં સુધી માણસ મન અને સમજ વડે જાતે જ છેતરાઈને એનો આનંદ અને વિસ્મય માણવાની વૃત્તિ રાખશે, જાદુગરી એક કે બીજા સ્વરૂપમાં વિકાસ પામીને જીવંત રહેશે.
અસલમાં એ જ તો રસ્તાની ચાલ સમજે છે સની ધૂળને જેઓ ગુલાલ સમજે છે
મનોવૈજ્ઞાનિક એમિલ કૂએ કહ્યું હતું -Day by day, in every way, I am getting better and better, better and better. પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીવલ્લiાચાર્યજીએ સવા પાંચસો વર્ષ પહેલાં અદ્દભુત વાક્ય આપ્યું હતું સર્વત્ર સર્વરૂપ પ્રભુ જ હોય પ્રભુ જ બધું પોતાની ઇચ્છાથી કરવાના હોય તો હું શું કામ ખોટી ચિંતાઓ કરે છે?
અક્ષરોં કે સાયે : 'યહ મેં સે મેં તક કી યાત્રા હૈ'
અક્ષરોં કે સાયે'માં એવો કોઈ સંઘર્ષ, આકાંક્ષા કે તત્પરતા નથી. અહીં છે એક પ્રકારની સ્થિરતા. સાગર જેવું ઊંડાણ અને સમવ. મનુષ્ય જીવન વિવિઘ ઓછાયા તળે જીવાતું હોય છે એવી પાકી સમજણ અને તેમાંથી ઉદ્દભવતો સહજ સ્વીકાર. તેમ જ અલૌકિક દિવ્ય શકિતઓ પ્રત્યે સમર્પણ.
અંતિમ રહસ્યની ખોજમાં એક અજબ કીમિયાગર
માણાસે આ કે તે બાબતમાં પ્રકૃતિના કોઈ કોઈ નિયમો પહેલાં જાણી લીધા અને પછી એ નિયમોનો બરાબર ઉપયોગ કરીને કેટલાક ચમત્કારો સર્યા?
સોશિયલ વર્કમાં કારકિર્દી બનાવવા માટે...
જેઓ સમાજ સેવામાં રુચિ ધરાવે છે તેમને કોઈ વિશેષ યોગ્યતાની જરૂર નથી, પણ જેઓ એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે ડિગ્રી મહત્ત્વની છે.
મેઘાલયની મૃત લુખી નદીને મળી સંજીવની
એક સમયે, હેવી મેટલ અને પ્રદૂષણના કારણે જે નદી એકદમ ઘટ્ટ વાદળી રંગની દેખાતી હતી, તે નદી હવે તેના સ્વચ્છ અને શુદ્ધ પાણીના કારણે નિર્મળ નજરે પડે છે. નદી કે અન્ય પ્રાકૃતિક સંસાધનો પર માત્ર મનુષ્યનો હક નથી.
સંસ્કાર-સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ બને છે વ્રત અને તહેવારો
વ્રત-તહેવારો આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનું પરિચાલક બળ છે. આ વ્રત ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાનો સંચાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી વ્રત-તહેવારોના ઉપવાસની સામે તાર્કિક પ્રશ્નો ચોકક્સ ઉદ્ભવ્યા છે. તેમ છતાં પારિવારિક સંસ્કારોના જતનના ભાગરૂપે આજની તારીખે ફ્લેક્સિબિલિટી સાથે પણ આ વ્રત-તહેવારોની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર બે પત્રકારોને: ફેસબુક માટે આઘાત
આ વર્ષે નોબેલનું શાંતિ પારિતોષિક બે પત્રકારોને આપવામાં આવ્યું છે એ મીડિયા વિશ્વ માટે એક અનોખી ઘટના છે. મારિયા રેસ્સા અને દિમિત્રિ મુરાતવ નામના આ બે પત્રકારોને નોબેલ પારિતોષિક મળવું તેને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની મોટી જીત ગણાવાય છે.
નોબેલ પ્રાઇઝ માટે સિલેક્શનના નિયમોમાં પરિવર્તન જરૂરી નથી?
પ્રોફે. ડેવિડ કાર્ડ અને નોબેલ સમિતિને અંગ્રેજીમાં લખેલ વિગતવાર ઇ-મેઇલનો આ ગુજરાતી સારાંશ
ટર્મ્સ ઓફ ઇન્ડિઅર્મેન્ટ : સરળતામાં સૌંદર્યનું દર્શન
મા અને દીકરીના સંબંધોના કેન્વાસ પર આકાર લેતી સામાન્ય રીતે કહેવાયેલી, પણ દર્શકના મન પર અસામાન્ય અસર છોડી જનારી વાર્તા
નૂતન વરસ નૂતન વિસ્તાર...
સાત બહેનો તરીકે દુનિયામાં પ્રખ્યાત ઉત્તર-પૂર્વનાં રાજયો જલપાઇગુડીથી જલ, પથ અને હવે રેલ મા જોડાઈ નૂતન આકર્ષણ જમાવશે. પર્યટન ઉદ્યોગ માટે પુષ્કળ ફલક ઊભું થયું છે. વેપાર અને ઉદ્યોગ માટે પણ વિપુલ તકો ઊભી થશે. નવા વરસમાં મિલન મહાન સાચું જ દેખાશે!