CATEGORIES
Categories
મનોજ બાજપેઇની સફર: ‘ભીખુ મ્હાત્રે'થી ‘શ્રીકાંત તિવારી' સુધી..
‘બૅન્ડિટ ક્વીન’થી શરૂઆત કરનાર મનોજ બાજપેઇનું ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા પાછળનું મજબૂત કારણ કયું છે?
સસ્તું ભાડું ને.. સોરઠની યાત્રા!
કાઠિયાવાડમાં એક કહેવત ખૂબ બોલાય છે. ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા’ પણ, નવાબી શહેર જૂનાગઢથી એક જ કલાકના અંતરે આવેલ કેશોદના ઍરપોર્ટમાં મુંબઈથી ઊડીને આવતા પ્રવાસીઓ ગિરનારના ઉડનખટોલા, ગિરિગુફાઓ અને સાસણગીરના સિંહ જોઈ સોમનાથના શિવદર્શન કરી પાછા ર૪થી ૪૮ કલાકમાં મુંબઈ પહોંચી જાય તો ‘સસ્તું ભાડું 'ને ગીર – ગિરનાર – સોમનાથની યાત્રા'વાળી નવી કહેવત બોલવી પડે તો તેમાં કાંઈ ખોટ નથી.
સશસ્ત્ર ક્રાંતિના મોરચે ગુજરાત
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિનું વાયુમંડળ તૈયાર કરનાર આદિ પુરુષ હતા અરવિંદ ઘોષ. એ પોતે પડદા પાછળ હતા, બારીન્દ્ર આગળ રહેતા. ઈ.સ. ૧૯૦૦ના અરસામાં બારીન્દ્ર વડોદરા આવ્યા
લાંબા ગાળાના લાભ માટે સરકાર પ્રયત્નશીલ
ફર્ટિલાઇઝર, ફોસ્ફરસ જેવા પોટેશિયમના ઇનપુટ જે રશિયા અને યુક્રેનથી આવતા, ત્યાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતાં એ પણ મોંઘા બન્યા
મોંઘવારીના તાજા આંકડાઓ
માર્ચ મહિનાને અંતે છૂટક મોંઘવારી દર ૬.૯૫ ટકાએ પહોંચ્યો: નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ
મીમઃ કોમેડીની દુનિયાનો નવો સરતાજ
દરેક પળે બદલાતી સોશિયલ મીડિયાની દુનિયામાં આજે ટ્રોલિંગનો જમાનો છે. તમે સામાન્ય રીતે જ લખી દીધેલો એક શબ્દ પણ તમને ખરાબ રીતે ટ્રોલ કરવા પાછળ કારણભૂત બનતો હોય છે. સોશિયલ મીડિયા પર આજે જ્યારે પારાવાર નફરતનો જમાનો છે ત્યારે ‘મીમ્સ' એક એવી વસ્તુ છે જે લોકોને કુદરતી રીતે જ હાસ્યની દુનિયામાં લઈ જાય છે. ગંભીર બાબતોને પણ તે હળવી શૈલીમાં રજૂ કરી તમારા ચહેરા પર હાસ્ય લાવી દે છે. આવો મીમ્સની દુનિયાની સફરે જઈએ.
તરબૂચની વિવિધ જાતો
તરબૂચની હાઈબ્રિડ જાત જેનાં ફળ ૮થી ૧૦ કિ.ગ્રા. વજનના લંબગોળ થાય છે
બોલિવૂડ કઈ ‘ભૂલ ભૂલૈયા'માં ફસાયું છે?
દર્શકોને મૂર્ખ બનવાનું બંધ નહીં કરે તો બોલિવડનાં સૂપડાં સાફ થઈ જવાના
ફરી આવી જૂના દાગીનાની ફેશન
એન્ટિક ડિઝાઇનના દાગીના સોના-ચાંદી ઉપરાંત હલકી ધાતુના પણ બને છે
પરિસ્થિતિને નાથવામાં સરકાર મોડી પડી છે
ફુગાવાનો દર ૧૬થી ૧૭ ટકા સુધી પહોંચી ગયો છે
પ્રતિભાશાળી સ્ત્રીઓને દગાથી કરિયર બાબતે સમાધાન ન કરાવો!
૨૧મી સદીમાં પણ ઉચ્ચ અભ્યાસ કરેલા પુરુષો-પરિવારોનું એવું માનવું હોય છે કે પરણ્યા પછી પત્નીએ પતિના જ ગામ જઈને રહેવું જોઈએ અને કરિયર બાબતે બધાં જ સમાધાનો ચૂપચાપ કરી લેવા જોઈએ. તો જ દામ્પત્યજીવન સારી રીતે ચાલે અને પત્ની પતિને સમર્પિત છે એવું સાબિત થાય. પતિ જો પત્નીની અભિમાન અનુકૂળતા સચવાય એવું ઍડ્જસ્ટમેન્ટ કરે તો તેનું સ્વમાન ઘવાય, તેથી તેણે એવું ન કરાય તેવી સંકુચિત માન્યતા પોષે.
તરબૂચઃ ગરમીના થાકનો રામબાણ ઉપાય
ઉનાળાના ધોમધખતા તાપમાં રસ્તાઓ ઉપર ઠેર-ઠેર વેચાતું જોવા મળતું ફળ કયું? મોટા ભાગે આ પ્રશ્નનો ઉત્તર દરેકનો સરખો જ હશેઃ તરબૂચ. રેંકડી કે છકડામાં કે રસ્તાની બાજુએ પથારો કરીને વેચાણ કરતા ધંધાર્થીને હજી ભાવ પૂછો ત્યાં તો એ તરબૂચમાં ધારદાર છરો ખોસીને એક લાલચટ્ટક ચોસલું તમારી સામે ધરી દે છે. જેને જોઈને એને ચાખ્યા વિના તમે રહી શકતા નથી. સહજ રીતે સુલભ અને પ્રમાણમાં સસ્તા આ ફળના ગુણો પણ અઢળક છે, તો એની ખેતી સામાન્ય ખેડૂતોને પણ ન્યાલ કરી રહી છે.
ડીઝલ પર સરકારે સબસિડી આપવી જોઈએ
ખેડૂતને નથી પેન્શન મળતું કે નથી સરકારની સહાય
ગ્રીનકાર્ડધારક છો?
જો ગ્રીનકાર્ડધારક લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહે તો અમેરિકાની સરકાર એમનું ગ્રીનકાર્ડ પાછું ખેંચી લેવાની સત્તા ધરાવે છે.
કાળા બજાર અને સંગ્રહખોરી પર કોઈ લગામ નથી
ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન થતું હોવા છતાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સાતમા આસમાને છે
કચ્છની આગવી ઓળખ પરંપરાગત આભૂષણો
કુદરતી વિશેષતાઓ ધરાવતા કચ્છ પ્રદેશમાં વસતા લોકો પોતાની આગવી પહેચાન ધરાવે છે. દરેક સમાજના અલગ પહેરવેશ, બોલી, વ્યવસાય હોય જ છે, આભૂષણો પણ એમની ઓળખ સમા હોય છે. દૂર વનવગડામાં વસતા જત, અંજાર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા આહીર અને રબારી, પટેલ, ભાટિયા કે વાણિયા, સૌ પોતપોતાના ખાસ પ્રકારના દાગીનાથી ઓળખાઈ આવે છે. આધુનિક યુવતીઓમાં કચ્છના વિવિધ સમાજના પરંપરાગત દાગીના પ્રસંગોપાત પહેરવાની ફેશન વધી રહી છે. આમ જે-તે સમાજ પૂરતા મર્યાદિત રહેલા ઝવેરાત આજે સમાજના વાડામાંથી બહાર નીકળીને અન્ય લોકોની પણ પસંદગી બની રહ્યા છે.
આવકનો ૩૦% હિસ્સો પેટ્રોલ પાછળ ખર્ચાય છે
આજે જે વ્યક્તિ અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતો હોય અને તેની આવક પણ સીમિત હોય તો તે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે?
આંતરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર
સામાન્ય પ્રજાને ડીઝલ અને પેટ્રોલનો ભાવ ખૂબ સતાવી રહ્યો છે, કારણ કે આખી પરિવહન સેવાઓ તેના પર નિર્ભર છે
શિવસેનાના પ્રતિકાર માટે ભાજપની ચાર 'આર'ની ટીમ
ભાજપને એવી આશા છે કે રાજ ઠાકરેની હિન્દુત્વની ઝુંબેશ અને મસ્જિદો પરના લાઉડસ્પીકર પર પ્રતિબંધનો મુદ્દો શિવસેનાની પરંપરાગત મતબેંકમાં મોટાં ગાબડાં પાડશે
મારું નગર હું સારું બનાવું
લોસ એન્જલસમાં અમુક મિત્રોએ ઓવર-બ્રિજની ખાલી જગ્યા પર નોર્મલ ટેબલ 'ને ખુરશીની કતાર ગોઠવી ત્યાં વાઈ-ફાઈ કનેક્શન આપ્યું, જેણે ત્યાં બેસીને લેપટોપ પર કામ કરવું હોય એમના માટે
જ્યારે ડાન્સ બન્યો સમાનતાનો ધ્વજવાહક
આજે વિશ્વમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાની અનેક વાતો થાય છે, એ કોઈ નવીન ખ્યાલ નથી, પરંતુ એક ગુજરાતી યુવાને આ ખ્યાલને જમીન પર ઉતારવા માટે એક નવા જ પ્રકારનું અભિયાન છેડ્યું છે જેમાં તેણે ડાન્સને માધ્યમ બનાવ્યું છે.
મોંઘવારીનું બેફામ બુલડોઝર ક્યાં જઈને અટકશે?
આરબીઆઈએ વ્યાજના દરોમાં વધારો કરીને આખરે સત્તાવાર રીતે દેશમાં મોંઘવારી વધી રહી છે તેનો સ્વીકાર કર્યો છે, તે પછી હવે કેન્દ્ર સરકારે ફુગાવા ઉપરાંત જીડીપીનો દર, નવું મૂડીરોકાણ, કરકસરનાં પગલાં, રોજગારી વધારવાની યોજના સહિતના ઘણા ઉપાયો કરવા જરૂરી બન્યા છે. સવાલ એ છે કે આરબીઆઈએ નિદાન કર્યું અને મોંઘવારીની દવા પણ આપી દીધી, પણ હવે નીતિ નિર્ધારકો પણ મેજર સર્જરી માટે તૈયાર થશે ખરા? જો યોગ્ય સારવાર નહીં થાય તો.. અબ કી બાર, ન જાને કહાં કહાં સે વાર એવી સ્થિતિ પ્રજાની થવાની છે.
પુતિનની 'મહાપ્રતાપી' સેનાની માઠી દશા
અમેરિકાએ એવો દેખાવ કર્યો કે યુદ્ધમાં પોતે પ્રતિબંધ મૂકવા સિવાય વધુ કશું નહીં કરી શકે. શરૂ શરૂમાં યુક્રેન માટેની રાહત પણ માંડ માંડ એક અબજ ડૉલર જાહેર કરી. પછી પાસા પોબારા પડતાં જણાયા તો ૩૩ અબજની જોગવાઈ કરી, પણ હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા હતા
પંજાબમાં અલગતાવાદીઓ સામે સખ્તાઈની જરૂર
પંજાબે ભૂતકાળમાં આતંકી ઓછાયાનો અનુભવ કર્યો છે. એંસીના દાયકામાં હજારો ભારતીય નાગરિકો પંજાબમાં આતંકી હિંસાનો ભોગ બન્યા હતા
અતિક્રમણ હટાવવામાં પણ મલિન રાજકારણ?
શાહીનબાગના અતિક્રમણને હટાવવા માટે બુલડોઝર પહોંચ્યા કે તરત ભીડ એકઠી થઈ ગઈ અને વિરોધ શરૂ થયો. કેટલાક લોકો બુલડોઝર સામે સૂઈ ગયા
શું કરશો જો તમારો ભૂતકાળનો પ્રેમ પરત ફરે તો?
તમને ભયંકર પરિસ્થિતિમાં એકલા છોડીને ચાલી જતાં પ્રેમીપાત્રો ફક્ત ફિલ્મોમાં માફી માગવા પાછા આવતાં હોય છે, અસલ જીવનમાં નહીં. તમારા જીવનનાં અમૂલ્ય વર્ષો વેડફાયા પછી એવી માફીઓનો કોઈ અર્થ પણ સરતો નથી. છતાં 'મનકો બહલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ' માનીને પ્રેમીઓ ક્યારેય ન માગવામાં આવતી માફીઓને માફ કરી દેતા હોય છે.
રશિયા યુક્રેન યુદ્ધની ઇર્દગિર્દ બનેલી ફિલ્મો
રશિયા - યુક્રેન યુદ્ધના સમાચારો આવતા રહે છે. આ બંને દેશ વચ્ચેનો સંઘર્ષ આજકાલનો નથી, બહુ પુરાણો છે. આ વિવાદને પૃષ્ઠભૂમાં રાખીને ડૉક્યુમેન્ટ્રીઝ તથા ફિલ્મો પણ અઢળક બની છે. તેમાંની અમુક વિશે આજે વાત કરીએ.
બાળકોનો ઉછેર હવે પડકાર નથી રહ્યો
પહેલાંના સમયમાં માતા-પિતા બાળકને દિવસમાં એક બે લાફા ઝીંકે નહીં ત્યાં સુધી તેમનો દિવસ જાણે પૂર્ણ થતો નહીં. સામે બાળકોને પણ પેરેન્ટ્સના મારની ઝાઝી અસર થતી નહીં, પરંતુ આજના ગેમિંગ યુગમાં સમય બદલાયો છે. હવે બાળકનો વાંક હોય છતાં તેને સહજતાથી અને સન્માનનીય રીતે કહેવામાં આવે છે.
બાળકને લાગણીની અનુભૂતિ કેવી રીતે કરાવવી?
વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો નાતો શાળા સુધી મર્યાદિત હોય છે. ઘરે પહોંચ્યા પછી તે શું કરે છે, કેવું વિચારે છે, પરિવાર સાથે તેમનું બોડિંગ કેવું છે જેવા વિચારો કરવાનો શિક્ષકોને ક્યાં સમય જ હોય છે, પરંતુ એક શાળા એવી છે જે પોતાના વિદ્યાર્થીઓ માટે સાત દિવસ અને ચોવીસે કલાક નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓની લાગણીઓને સમજવા પ્રયત્નશીલ રહે છે.
ખંભાતનું રમણીય મિની કેરલા: નેજા
શાળાઓમાં વૅકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે સહેલાણીઓએ ફરવા જવાના પ્લાનિંગ પણ બનાવી જ લીધા હશે, પરંતુ જો તમે એક દિવસની પિકનિકનું વિચારી રહ્યા છો તો ખંભાતના નેજાની મજા માણવા જેવી ખરી. મિની કેરલા તરીકે જાણીતું આ સ્થળ સમગ્ર ગુજરાતીઓ અને બહાર વસતા ખંભાતીઓનું પણ માનીતું છે.