CATEGORIES
Categories
આપરાધિક પ્રક્રિયા કાનૂનમાં સુધાર જરૂરી હતા
અપરાધીઓની ઓળખ આસાન બને તે માટે આધુનિક દૈનિક અને ટેકનોલૉજીનો ઉપયોગ આવશ્યક છે અને તેને માટે તપાસ એજન્સીઓને વ્યાપક અધિકાર આપવાની પણ એટલી જ જરૂર અનુભવાતી રહી છે
આ એક ખુલ્લી, પણ ખાનગી વાત છે
લગ્ન અને જીવનસાથીની પસંદગી માટે પણ લોકોને મોકળાશ જોઈએ છે, કારણ કે ર૧ વર્ષે લગ્નનો અધિકાર આપો છો, પણ લગ્ન કોની સાથે કરવા જોઈએ તેની પસંદગી માટેનો અવકાશ અને સમય પણ આપવો પડે
.. અને એક માછીમારનો દીકરો જૈન સાધુ બની ગયો!
એક પ્રવચન અને દ્રઢ નિશ્ચય માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે તેની આ વાત છે. તેલંગાણા-કર્ણાટક સરહદના કુણસી ગામમાં એક ગરીબ માછીમાર માતા-પિતાને ત્યાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ પણ માંડ માંડ મેળવી શકેલા હનમંતપ્પા કેવી રીતે આગળ જતાં જૈન સાધુ બન્યા અને બીજા અનેકોને આ રસ્તે વાળ્યા તેની રસપ્રદ કહાની પ્રસ્તુત છે..
‘ડાર્ક સ્ટોર': ઇન્સ્ટન્ટ ડિલિવરીનું ખુફિયા સરનામું!
સામાન્ય રીતે એક ડાર્ક સ્ટોર લગભગ ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા ધરાવે છે, જેમાં ૧૫થી ૨૦ કર્મચારીઓ એક પાળીમાં કામ કરતાં હોય છે.
વિવાદ થતાં કંપનીએ નવી ગાઇડલાઇન જાહેર કરી
તેના ડિલિવરી પાર્ટનર્સને રોડ સેફ્ટી વિશે માહિતગાર કરશે અને તેમને એક્સિડેન્ટલ જીવન વીમો આપશે
વડીલોની લાગણીની અસુરક્ષાનો ઉપાય શું?
સૂક્ષ્મ બીજમાંથી સુંદર પાન, ફૂલવાળું વૃક્ષ બનાવેલાં પોતાનાં જ બાળકોને પોતાનાથી દૂર જવા દેવાનું કે તેમના પરનો સંપૂર્ણ હક જતો કરવાનું કોઈ મા-બાપ માટે આસાન હોતું નથી. તેમાં પણ પોતાના ઘડપણનો સહારો એવું બાળક એક જ હોય તો વધારે અઘરું થઈ જતું હોય છે. આવી પરિસ્થિતિ વડીલો અને યુવાનો બંને માટે લાગણીશીલ ખેંચતાણ બને છે.
ફટાફટ ફૂડ ડિલિવરીનો ખતરનાક અખતરો!
ઓનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ આપનારી કંપની ઝોમેટોએ જાહેર કર્યું છે કે તે હવે ૧૦ મિનિટમાં જ ખાવાનું ડિલિવર કરશે. આ પહેલાં બ્લિન્કિટ (પહેલાંનું નામ ગ્રોફર્સ) પણ આવી સેવાઓની શરૂઆત કરી ચૂકી છે. દરમિયાન ઝોમેટોની આ જાહેરાતે વિવાદનો નવો મધપૂડો છેડ્યો છે. જાહેર ક્ષેત્રના અનેક મોટાં માથાંઓ અને નેતાઓએ આ પગલાંનો વિરોધ કર્યો છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. ૧૦ મિનિટમાં ઓર્ડરની ડિલિવરી કેટલી જરૂરી? કઈ રીતે આ કંપનીઓ ૧૦ મિનિટમાં ડિલિવરી કરે છે? આ સેવાઓથી લોકો પર શું અસર પડશે? ભારત જેવા દેશમાં ડિલિવરીની આ નવી રીત કેટલી વાજબી? આ તમામ સવાલો પર ચર્ચા કરીએ..
પ્રવીણ તામ્બેઃ મેં ઝૂકેગા નહીં!
કોઈ ક્રિકેટર ૪૧ વર્ષે નેશનલ લેવલે ડેબ્યૂ કરે તો શું થાય? અને તેણે તેમ કરવા માટે કેટલાં વર્ષો સુધી રાહ જોઈ હશે? રાહુલ દ્રવિડે જે ખેલાડીના ઓવરાણા લીધા છે તે પ્રવીણ તામ્બેના જીવન પર આધારિત 'કૌન પ્રવીણ તામ્બે?' નામની ફિલ્મ આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, ત્યારે તે ફિલ્મની ઇર્દગિર્દ થોડી મજેદાર વાતો..
પહેલી એપ્રિલઃ મૂર્ખ 'બનનાર' અને ' બનાવનાર' મેઇડ ફોર ઇચ અધર!
મહિને મહિને આવો એપ્રિલફૂલનો દિવસ આવતો હોત તો મોટા ભાગની વ્યક્તિઓ પોતાની દિમાગી હાલતથી સાવ અપરિચિત તો ન જ રહેતી હોત
હેં!! આ સાચું છે?
સાદો તાવ આવ્યો હોય અને એ માટેના ઉપાયો ગૂગલ ઉપર સર્ચ કરો તો એમના સાદા તાવમાં મલેરિયા અને ટાઇફોઇડનાં લક્ષણો જણાશે. શરદી થઈ હશે, ઉધરસ આવતી હશે તો ગૂગલ તમને એ ઓમાઇક્રોનનાં લક્ષણો છે એવું જણાવશે
નવાબી રાજની હાઈકોર્ટ!!
આજના જમાનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસોની આપણને નવાઈ નથી, પરંતુ આઝાદી પછી તરત જૂનાગઢમાં હાઈકોર્ટ સ્થપાયેલી.જૂનાગઢ રાજની હાઈકોર્ટમાં ચાલતા કેસોમાં ન્યાયમૂર્તિઓ સમક્ષ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા ચાલતી દલીલો સાંભળવા સૌરાષ્ટ્રનાં રજવાડાંના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા. અહીં એ ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરીએ..
ભરૂચનું તળાવિયા પ્રકરણ
ધાર્મિક મતનો પ્રચાર કરવા ભગતના અનુયાયીઓએ ભરૂચમાં મંદિર બાંધવા જમીનની માગણી કરી હતી. ભરૂચમાં કિલ્લાની ટોચે ધ્વજ લહેરાવી આવનારા સમયનો સંકેત પણ આપ્યો હતો
અસ્તિત્વ ગુમાવી ચૂકેલાં બંદરોની કહાની
ગુજરાતના વિકાસમાં સમુદ્રનો વિશેષ ફાળો રહ્યો છે. એક સમયે ખંભાત, ભરૂચ, સુરત જેવાં પ્રાચીન બંદરો પરથી મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, ખાંડ, ગળીની નિકાસ થતી. વિશ્વભરમાં ગુજરાતીઓ વેપાર અર્થે પહોંચ્યા તે પણ દરિયાઈ માર્ગે. એ સમયનાં અગ્રિમ હરોળનાં બંદરો લોથલથી લઈ ખંભાત, ભરૂચ, ભાવનગર, સુરત કાંપને કારણે પુરાઈ ગયાં, પરંતુ આ બંદરો-સમુદ્ર એ આજના ગુજરાતની ઝાકમઝોળ અને વિકાસનાં મૂળ કારણ છે.
વીરભૂમની હિંસાખોરી અને પ. બંગાળનું રાજકારણ
પશ્ચિમ બંગાળની હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી છે. જોકે સૌ જાણે છે કે હાઈકોર્ટનો આ નિર્ણય મુખ્યપ્રધાન મમતા બેનરજીને ગમ્યો નથી
વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં ક્રાંતિકારીઓને સલામ!
૨૩ માર્ચ, ૧૯૩૦ના દિવસે લાહોર જેલમાં ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ તેને યાદ કરી તે દિવસે અને નિમિત્તે શહીદ દિવસના અવસરે ગેલરીનાં દ્વાર ખૂલ્યાં!
પાકિસ્તાનમાં ઈમરાન સરકારના દિવસો ગણાય છે
પાકિસ્તાનની ૩૪૨ બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીમાં સરકારને બહુમતી માટે ૧૭૨ સભ્યોની જરૂર રહે છે. વિપક્ષોનું સંખ્યાબળ ૧૬૩નું હોવાનું કહેવાય છે. ઈમરાનના પક્ષની ૧૫૫ બેઠકો છે, જ્યારે ૨૪ બેઠકો તેના સાથી પક્ષોની છે
પઢતા પંડિત નીપજે, લખતાં લહિયો થાય!
ભારતમાં શિક્ષણ વ્યવસ્થાની જ્યારે વાત નીકળે ત્યારે મામલો આજની ખખડધજ થઈ ગયેલી સરકારી શાળાઓથી માંડીને મેકોલે અને ઋષિકુળની પરંપરા સુધી લંબાય છે. એવામાં વર્તમાનમાં ભારતની શિક્ષણ વ્યવસ્થાનું જો અન્ય દેશોની સરખામણીએ મૂલ્યાંકન કરીએ તો કેવી પરિસ્થિતિ છે તેની અહીં વાત કરીએ.
દુનિયાનો નકશો ખોટો છે!
વિશ્વના આજના નકશા પર ફરજિયાત નજરે ચઢે એમ સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે નકશામાં દેખાય છે તેમાંથી ઘણા માપ સાચા ક્ષેત્રફળ મુજબ નથી. સાચા ક્ષેત્રફળ મુજબ સાચા માપ સાથે વિશ્વના દેશો દર્શાવતા નકશાઓ જોવા માટે આમ કરો કે તેમ કરો
કચ્છના 'મેનહીર': પાષાણયુગના માનવીની નિશાનીઓ
પૃથ્વી પર સજીવના પ્રાગટ્યથી માંડીને વર્તમાન કાળના માનવજીવનના પુરાવાઓ કચ્છની ધરતી પર મળી રહે છે. અંદાજે ૭થી ૧૦ હજાર વર્ષ પહેલાંના માનવીઓની નિશાનીરૂપે તે સમયનાં સ્મશાનો, ત્યાં ખોડાયેલા મેનહીર આજેય કચ્છની ધરતી પર ઊભેલા છે, પરંતુ આ વિષય પર જોઈએ તેવું સંશોધન થયું નથી.
જોસેફ મેકવાનઃ વ્યથાના બાગમાં ખીલેલું પુષ્પ
ગુજરાતી સાહિત્યનું નયનરમ્ય આકાશ અનેક તારલાઓથી ઝગમગે છે. શ્રી જૉસેફ મૅકવાન એક એવા તારલાનું નામ છે, જેનો પિંડ ઘડાયો ગુજરાતના તળજીવનની ધૂળમાંથી. એમનું સાહિત્ય વિશાળ તરછોડાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. બળવાન એમની કૃતિઓમાં સમગ્રરૂપે, જીવનના કપરા પથ પર લાગણીભીનું હૃદય લઈને ચાલતા મનુષ્યની આંતરિક-બાહ્ય યાત્રાનો પ્રામાણિક ચિતાર મળે છે. ૨૮ માર્ચ આ ઋજુ હૃદયના ભડવીર અને આભને આંબતા ધરતીજાયા સર્જકની પુણ્યતિથિ છે, ત્યારે એમના જીવન તથા સર્જનની ઝાંખી કરીએ.
'કાશ્મીર ફાઇલ્સ' હોય તો ‘સિંધ ફાઇલ્સ' કેમ નહિ?
૧૯૪૭ પછીના અખંડ ભારતના ભાગલા પછી પાકિસ્તાનના સિંધ અને અન્ય પ્રાંતોમાંથી કપરી પીડા ભોગવી પહેરેલાં કપડે ભાગેલા સિંધી પરિવારોએ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ સહિતના વિસ્તારમાં સિંધી સંસ્કૃતિ, ધર્મ, જીવનધોરણ અને સમાજ વ્યવસ્થા અકબંધ તો રાખ્યાં, પણ ધંધા-રોજગારને ઉત્તમ બનાવી એક ખમીરવંતી કોમ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
અડાસના શહીદોની દાસ્તાન
‘વંદે માતરમ્', 'ઇન્કલાબ ઝિંદાબાદ' અને 'યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે' જેવાં સૂત્રો અને કાવ્ય પંક્તિઓ લલકારતા, તેઓ કિસાનો અને સામાન્ય નાગરિકોને જાગ્રત કરતા આગળ વધી રહ્યા હતા
ફાઇવ-જીઃ થોડી હા જી, થોડી ના જી!
ટેકનોલૉજીએ હરણફાળ ભર્યા પછી દુનિયામાં તો હવે સેવન-જીની ચર્ચાઓ થવા લાગી છે, પરંતુ ભારત સહિત મોટા ભાગના દુનિયાના દેશો ફાઇવ-જીના નેટવર્ક પર કામ કરી રહ્યા છે. આજે બજારમાં ફાઇવ-જી કેપેબલ હેડસેટ્સ પણ વેચાવા લાગ્યા છે છતાં હજુ સુધી તેની દુનિયામાં સંપૂર્ણપણે સ્વીકાર્યતા થઈ નથી. તેના ઇંપ્લિમેન્ટેશનમાં વિલંબ પાછળ વૈજ્ઞાનિક, આર્થિક અને ટેકનિકલ અનેક કારણો જવાબદાર છે ત્યારે અનેક દેશો હજી વેઇટ એન્ડ વૉચનો રસ્તો અપનાવી રહ્યા છે.
આનંદો! ઇબી-૫ એક્ટ ફરી અમલી બન્યો છે!
રોકાણકારની રકમ ટાર્ગેટેડ ઍમ્પ્લોય એરિયામાં ૮ લાખ અને અન્ય સ્થળોએ ૧૦,૫૦,૦૦૦ ડૉલરની છે. ઇમિગ્રન્ટ વિઝાના પિટિશન આઈ-પર૬ની સાથે સાથે રોકાણકાર અમેરિકામાં કાયદેસર વિઝા ઉપર હાજર હોય તો એનું સ્ટેટસ એજસ્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે
અગ્નિ, સૂર્ય, ઉનાળો વગેરે
અવાજ શૂન્યાવકાશમાં મુસાફરી ના કરી શકે, જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાં આંટો મારી શકે, પરંતુ મામલો જયારે અવકાશનો હોય ત્યારે પ્રકાશ ને અવાજ બંને રખડી શકે. ફરક એટલો કે પ્રકાશ ને ગરમી એક અંતર કે સ્ટેજ પછી ઓગળી જાય, પરિવર્તન પામી જાય, જો પ્રકાશ અને ગરમીનો સોર્સ ગાયબ થઈ જાય તો.
બોર્ડના પરીક્ષાર્થીને એક પિતાની સલાહ!
ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ જેટલી ભરાય, લખાય એટલી સપ્લિમેન્ટરી લખવી. આમાં જોખમ છે જ, પણ પેપર સાવ કોરું મૂકવાના જોખમ કરતાં ઓછું કહેવાય
બાળકવિહોણી સ્ત્રી બિચારી કે વેમ્પ નથી
માતૃત્વ માટે સ્ત્રીની પોતાની ઇચ્છાને વાજબી ગણવાનું ક્યારે શરૂ કરીશું આપણે? પ્રિયંકા સરોગસીથી બાળક લાવે કે એન્જલીના દત્તક લે, તબુ બાળકવિહોણા હોવાનું સ્વીકારે તો આકરી ટીકા કરીએ. પાછા સામે પક્ષે કોર્પોરેટ કંપની બાળક ન ઇચ્છતી મહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓને વેમ્પ ચીતરીને, બાળઉછેરમાં પતિ કે પરિવારનો સમાવેશ ન બતાવીને, માતૃત્વ સાથે નોકરી કરવાની અઘરી ડ્યૂટીને નકામું ગ્લોરીફાઈ કરે તેમાં ખોટું પોરસાઈએ પણ ખરા!
અનેક સાહસિક પ્રવૃત્તિઓ થઈ શકે તેવા કચ્છ તરફ દુર્લક્ષ
રણ, દરિયો, જંગલ અને ડુંગરોવાળા કચ્છમાં અનેક સાહસિક પ્રવૃત્તિઓ થઈ શકે તેમ છે, પરંતુ રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા 'આપણી સરહદ ઓળખો' એવા કાર્યક્રમ સિવાય બહુ ઓછી સાહસિક પ્રવૃત્તિઓ થાય છે. અહીં ડુંગર આરોહણ, સઢવાળી હોડી સ્પર્ધા, તરણ સ્પર્ધા, સાગરકાંઠા ટ્રેકિંગ, ડુંગરાળ પરિભ્રમણ, જંગલ પરિભ્રમણ, ડુંગર પર મેરેથોન, હાઇકિંગ, સાઇક્લિંગ, રણમાં મોટર રેસિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ શકે તેમ છે. ખાનગી સંસ્થાઓ આવા કાર્યક્રમો યોજે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમો માટે ઠોસ પ્રયત્નો થતાં નથી.
પસ્તીમાંથી કલાત્મક દુનિયાનું સર્જન
ધરતી પર ઉત્પન્ન થતાં કચરામાં આશરે ૨૫ ટકા ફાળો માત્ર ને માત્ર કાગળનો રહેલો છે. અમુક મર્યાદાઓને કારણે બધા જ કાગળથી ઉત્પન્ન થતાં કચરાનું રિસાઇલિંગ થઈ શકતું નથી અને આ કચરો પર્યાવરણને નુકસાન પહોંચાડતો રહે છે. આ પસ્તીનો ઉપયોગ કરી આપણી આસપાસની દુનિયાને વધુ કલાત્મક કેમ બનાવી શકાય અને તેના દ્વારા અવનવી કલાઓને જીવંત કેમ રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અમદાવાદનાં આ મહિલા.
યાયાવર પક્ષીઓની હોકાયંત્ર જેવી યાદશક્તિ
પક્ષીઓ ગજબની યાદશક્તિ ધરાવે છે. શિયાળા દરમિયાન તેઓ વિશ્વનાં જુદાં જુદાં સ્થળોએથી માઈલો દૂર પ્રવાસ કરીને આપણા નળ સરોવર, નારાયણ સરોવર વગેરે વિસ્તારોમાં રોકાણ કરવા આવે છે. કેટલાંક પક્ષીઓ કાયમી રોકાણ પણ કરી લે છે. વિદેશી પક્ષીઓના પ્રવાસની નેવિગેશના સિસ્ટમ ખરેખર અચંબિત કરી મૂકે એવી છે.