CATEGORIES
Categories
પ્રાચીન પશ્ચિમી બોધ - એપિક્યુરેનિઝમ
બ્રહ્માંડો કોઈ ના ગણી શકે એટલાં અણુ 'ને શૂન્યાવકાશથી ભરેલાં છે. અવકાશમાં સ્વર્ગ 'ને નર્ક હોય છે એવી વાતો સામે એમણે કહેલું કે આ બ્રહ્માંડોમાં અવકાશમાં મૃત્યુ પછી જીવ જીવી જ ના શકે એપક્યુરિયસની સાદું જીવન જીવવાની મુખ્ય વાત જાણી ઘણાંને ભારતીય સંત 'ને સેવક યાદ આવ્યા હશે. સાદું જીવન ને ઉચ્ચ વિચાર ના હોય તો કંઈ નહીં. સાદું જીવન 'ને નીચા વિચાર ના ચાલે
ગીર જંગલમાં મધમાખીઓ માટે પણ 'પાણીની પરબ'!
સૌરાષ્ટ્રમાં ઉનાળો અકળાવનારો બની રહ્યો છે, તેવી સ્થિતિમાં વિશ્વમાં એકમાત્ર એશિયાઈ સિંહોના વિસ્તાર ગીરમાં તરસ બુઝાવવા અહીંતહીં ભટકતા સિંહ, દીપડા અને હરણ જેવા જીવો માટે પાણીની વ્યવસ્થા તો વન ખાતું કરે જ છે, પણ આ વખતના આકરા ઉનાળામાં મધમાખી જેવા જીવજંતુઓનાં ઝુંડને જંગલમાં જ પાણી પીતા કરવા કરેલી કામગીરી નોધપાત્ર છે.
ઓછું ભણેલી, મહેનતકશ વ્યક્તિએ બનાવ્યો 'જોડણીકોશ'!
પોતાને પુસ્તક લખતી વખતે પડતી મુશ્કેલી અન્યોને ન પડે તે હેતુથી મૂળ કચ્છના પણ મુંબઈગરા બનેલા વિપુલ છેડાએ એક લાખથી વધુ શબ્દોની સાચી જોડણી દર્શાવતો જોડણીકોશ લખ્યો. ખૂબ મહેનત પછી સાત વર્ષના અંતે તૈયાર થયેલો આ જોડણીકોશ ડિજિટલી ઉપલબ્ધ છે.
ઠુકરાકે મેરા પ્યાર,મેરી મોહબ્બત કા ઈન્તકામ દેખેગી..
સ્ટોકિંગ શબ્દ આમ તો નવો નથી, તેમ છતાં થોડા દિવસ પહેલાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં થયેલી હત્યા બાદ હાલ તે નવેસરથી ચર્ચામાં છે. અહીં ટાંકવામાં આવેલી પંક્તિ ભલે બોલિવૂડની કોઈ ફિલ્મની હોય, પરંતુ તે ગમતાં પાત્રનો પીછો કરતાં એકતરફી પ્રેમમાં પાગલ લોકોની માનસિકતાને સચોટ રીતે બયાં કરે છે. સનકી આવા લોકો પ્રેમનો અસ્વીકાર પચાવી શકતાં નથી અને ના કહ્યા બાદ વિચિત્ર વર્તન કરવા લાગે છે. આવા ઝનૂનીઓ સામેના પાત્રનો પીછો કરવો શરૂ કરે છે અને પછી મામલો 'તું મારી નહીં તો કોઈની નહીં..' એ સ્તરે પહોંચી જાય છે. હાલ વિશ્વ મહિલા દિવસ નજીકમાં છે ત્યારે મહિલાઓ, યુવતીઓ જેનો સૌથી વધુ ભોગ બને છે તેવા આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી બની જાય છે..
‘નિઓ-નુઆર' ફિલ્મોની 'ગેહરાઇયાં…'!
દીપિકા પાદુકોણ - સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ‘ગેહરાઇયાં' નિઓ-નુઆર ઝોનરની ફિલ્મ છે. આ ઝોનરની ફિલ્મો બનાવવામાં શ્રીરામ રાઘવન માહેર છે. આ શબ્દ ક્યાંથી આવ્યો? આ પ્રકારની ફિલ્મોમાં શું અલગ હોય? આવો જોઈએ..
વિધાર્થીઓ, પૂર્વ તૈયારી કરો
અમેરિકા ભણવા જવું હોય તો એ માટેની તૈયારી તમારે ઓછામાં ઓછા બે વર્ષ પહેલાંથી શરૂ કરી દેવી જોઈએ. કઈ યુનિવર્સિટીમાં જશો એની શોધખોળ આદરી દેવી પડશે. એ યુનિવર્સિટી વિષે, એમાં જે પ્રોફેસરો ભણાવતા હોય, ત્યાં ભણતા વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી કેમ્પસ અને એ જે શહેરમાં, સ્ટેટમાં આવેલ હોય એના વિષે જાણકારી મેળવવાનું શરૂ કરી દેવું જોઈએ
જોરિયા પરમેશ્વરઃ આઝાદીના ઇતિહાસનું વિસ્મૃત પાત્ર
૨૦૧૨ના વર્ષે તત્કાલીન રાજ્ય સરકારે જોરિયાની શહીદીની સ્મૃતિમાં એક ખાસ કાર્યક્રમમાં તેના ગામ વડેકની પ્રાથમિક શાળાને જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા નામ આપ્યું હતું
ભવનાથ શિવરાત્રી મેળાનાં અનોખાં અન્નક્ષેત્રો
શિવરાત્રી મેળાના પાંચ દિવસની બપોરે 'હરિહર'નો નાદ પાડે ત્યારે લાખોની મેદની એકસાથે પંગતમાં બેસી ગરમાગરમ રોટલા..કઢી..પંજાબી, ઈડલી-સંભાર, મોહનથાળ, બુંદી-ગાંઠિયાનું ભોજન જમતાં હોય તેવો અદભુત નજારો અનેક દશકાઓથી ગિરિ તળેટીના પાવન સ્થળ ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં જોવા મળે છે. અહીં આ અન્નક્ષેત્રોની રસપ્રદ દુનિયામાં ડોકિયું કરીએ..…
મેળાનું અર્થકારણઃ રૂ.૩૦થી ૩૫ કરોડનું ટર્નઓવર!
ભવનાથ વિસ્તારમાં ગોઠવાતા ફજર-ફાળકા, ખાણી-પીણીના સ્ટોલ, રમકડાંના સ્ટોલ, ધાર્મિક ચીજ-વસ્તુઓ વેચતા સ્ટોલ વગેરેના ધંધાર્થીઓ મેળા દરમિયાન વર્ષની લગભગ અડધી કમાણી કરી લેતા હોય છે
આખરે, સ્ત્રી શું ઇચ્છે છે?
હજારો વર્ષોથી સ્ત્રીઓના સંદર્ભમાં વારંવાર એક જ પ્રશ્ન પૂછાતો આવ્યો છે કે આખરે સ્ત્રી ઇચ્છે છે શું? ભલે આ યક્ષ પ્રશ્ન ન હોય પણ પૂછાવો જરૂરી છે, કારણ કે કદાચ કોઈ પુરુષે હજુ સુધી સ્ત્રીની પાસે તેનો જવાબ નથી માગ્યો. પોતપોતાની રીતે જવાબ આપ્યો છે.
યુક્રેન યુદ્ધની અસરોથી ભારત પણ બાકાત નથી
શેરબજાર ડામાડોળ થઈ ગયું છે. ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે. ફુગાવાના પરિબળો બેફામ બનવાની શક્યતા છે. ચાલુ ખાતાની ખાધમાં વધારો થશે. દેશના અર્થતંત્ર માટે ઝંઝાવાતી દિવસોની સંભાવના વ્યક્ત થઈ રહી છે
કચ્છની મહિલાઓએ બનાવ્યાં છાણાંમાંથી નાણાં!
ગાયનું છાણ એ એક સહજ સાધ્ય વસ્તુ છે. તેના ઉપયોગથી પુરુષો તો માત્ર ખાતર બનાવીને સંતોષ માને છે, પરંતુ કચ્છમાં મહિલાઓ પોતાના કૌશલ્યનો, કલાનો ઉપયોગ કરીને છાણમાંથી કલ્પી ન હોય તેવી વસ્તુઓ બનાવે છે.
યુક્રેન સંકટ અને ભારતના બિનજોડાણવાદની કસોટી
પૃથ્વીના કોઈ પણ ખૂણે યુદ્ધ થાય, તેની અસર દુનિયાભરના દેશોમાં થતી હોય છે, પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે ભારતની વિશેષ કસોટી થઈ રહી છે, કારણ કે બિનજોડાણવાદની તેની વિદેશ નીતિ સામે નવેસરથી પડકાર ઊભો થયો છે.
કોંગ્રેસની ચિંતન શિબિર અને સંકલ્પ પત્રનો નિષ્કર્ષ શું?
માત્ર પચીસેક નિષ્ઠાવાન, વફાદાર અગ્રણીઓ, કાર્યકરોથી ચૂંટણી જીતી શકાય છે, એ વાત પણ યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસ પાસે એથી પણ વધારે સંખ્યામાં નિષ્ઠાવાન લોકો છે જ
વોલોદિમિર ઝેલેંસ્કીઃ કોમેડિયનથી સબળ નેતૃત્વ સુધીની સફર
વિશ્વ એક મહામારીમાંથી માંડ બેઠું થઈ રહ્યું હતું ત્યાં રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ લોકો સમક્ષ એક નવી આફત લઈને આવી ચૂક્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ આજકાલનો નથી, પરંતુ આ યુદ્ધ એ રશિયાની માત્ર ને માત્ર વિસ્તારવાદની નીતિને કારણે થઈ રહ્યું છે એ પણ સર્વવિદિત છે. યુદ્ધના આ તમામ ઘટનાક્રમોની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેસ્કીનો અભિગમ જોવાલાયક છે. પરિસ્થિતિને થાળે પાડવા, સમાધાન કરવા તેઓ પ્રયત્ન કરી જ રહ્યા છે પણ સાથે સાથે એમણે આ સમયે યુક્રેનને પૂરા પાડેલા સબળ નેતૃત્વના સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે.
સાચા સ્પિરિચ્યુઅલ સીકરની સમસ્યા
જેની પ્રાયોરિટી ઈશ્વરપ્રાપ્તિ નથી એમનો કિસ્સો નોખો છે. વાત એમની છે જે સુખ 'ને દુ:ખમાં ઈશ્વરને વચ્ચે લાવે છે. જે પૈસા 'ને જે અન્ય ભૌતિક બાબતને આધ્યાત્મિક જીવનથી અલગ નથી ગણતાં કૃષ્ણ જાણે છે કે જે અયોગી છે એની સાધનાની એ વાત કરે છે. એટલે જ એ સ્પષ્ટ કરે છે કે અયુક્ત સ્થિતિ ના ચાલે. ઈશ્વર સાથે એક થવા માટે જોડાવું પડે અને જોડાયેલા રહેવું પડે
પ્રશ્ન તો પાણીનો જ છે..
વોટર પ્યુરીફાચરના મેન્યુફેચરીંગ વ્યવસાય સાથે જોડાયેલ કંપની ORG Engitech Limited ના કો-ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેકટર શ્રી અનિલ ગજેરા પાણી ને લગતા પોતાના અનુભવો અને વિચારો તેમની કલમે..
આ કરોળિયો ઘણો સ્પેશિયલ છે!
જૂનાગઢમાંથી કરોળિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે. વર્લ્ડ સ્પાઇડર કેટલોગમાં વિશ્વભરના ૪૯,૮૫૮ કરોળિયાની યાદીમાં આ નવા શોધાયેલા કરોળિયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ ઉપરથી કરોળિયાનું નામ 'નરસિંહ મહેતાઈ' રાખવામાં આવ્યું છે અને તેને લઈને વિવાદ પણ ઊભો થયો છે.
કચ્છમાં કેન્સરની દવા બની શકે તેવા મશરૂમ પર સંશોધન
ભુજમાં આવેલી સંસ્થા 'ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી'ના સંશોધન દરમિયાન કોર્ડિનેસ મિલિટરીસ પ્રકારના મશરૂમમાં કેન્સરને નાથવા માટે ઉપયોગી તત્વ મળી આવ્યું છે. ખૂબ મોંઘાભાવે વેચાતા આ મશરૂમ અનેક લોકોને રોજીરોટી પૂરી પાડવાનું સામર્થ્ય ધરાવે છે.
ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ
શિવજીને અચળ, સ્થિર ગણવામાં આવ્યા. એ જ પ્રમાણે બ્રહ્માંડના ભૌતિક વિજ્ઞાનના નિયમો સ્થિર છે. વિજ્ઞાન ચાર તાકાતો અથવા શક્તિને સ્વીકારે છે. આપણી તમામ પ્રવૃત્તિઓ આ ચાર પાર્ટિકલોની સરહદમાં અથવા તેના કાબૂ હેઠળ થાય છે. એ શક્તિના શરણે જઈને પ્રાર્થના કે ઉપાસના કરવી હોય તો શંકર મંદિર શ્રેષ્ઠ સ્થળ છે. શિવલિંગ સમીપે કોસ્મિક ઊર્જાની સ્મૃતિ થાય છે..
કાયદાથી કૂખનો વેપાર અટકશે?
સરોગસી એટલે નિ:સંતાન દંપતી માટે આશીર્વાદ સમી તકનીક પરંતુ આ તકનીકનો દુરુપયોગ કરનારો વર્ગ પણ છે. જેને ધ્યાનમાં લઈને સરકારે ૨૫ જાન્યુઆરીએ સરોગસી રેગ્યુલેશન એક્ટ અમલમાં મૂક્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે આ કાયદો ખરેખર સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓ કે તેની સાથે જોડાયેલી સિસ્ટમને અંકુશમાં રાખી શકશે કે પછી અન્ય કાયદાની જેમ આમાં પણ નવી છટકબારી પહેલેથી તૈયાર છે?
કેન્સર સામે લડવામાં એક આશાનું કિરણઃ પિનાક્ષ કેન્સર હોસ્પિટલ
૧૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. દીપક રાવ નિષ્ણાત ઓન્કો સર્જન છે. તેઓ કેન્સર સર્જરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે તેમનાં જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓને સતત વધારવાનું લક્ષ્ય રાખે છે. તેઓ વ્યાપક શૈક્ષણિક અને તબીબી અનુભવ સાથે કેન્સરની સારવાર કરવામાં માસ્ટર છે. તેમણે વર્ષ ૨૦૦૮માં IMBBS અને MS જનરલ સર્જરી પ્રતિષ્ઠિત બી જે. મેડિકલ કૉલેજ, અમદાવાદમાંથી પૂર્ણ કર્યું છે. ત્યાર બાદ તેમણે M.Ch. કૅન્સર સર્જરીની સુપર સ્પેશ્યાલિટી ડિગ્રી ૨૦૧૫માં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાંથી મેળવી છે. તે ઉપરાંત તેમણે ર વર્ષ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે GCRIમાં સેવાઓ આપેલ છે.
ગંગુબાઈ કાઠિયાવાડી, આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીનાં સ્ત્રીપાત્રો !
સંજય લીલા ભણસાલીની ફિલ્મી દુનિયામાં સ્ત્રીપાત્રોનું પહેલેથી જ આગવું મહત્વ રહ્યું છે. હાલ તેઓ તેમની નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને ચર્ચામાં છે ત્યારે તેમનાં સ્રીપાત્રોની ભીતરમાં ઊતરવા પ્રયત્ન કરીએ..
ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ એટલે પ્રામાણિક પત્રકારત્વ
સમભાવ ગ્રૂપના સ્થાપક આદરણીય સ્વ. શ્રી ભૂપત વડોદરિયાના ૯૩મા જન્મદિવસ નિમિતે સમભાવ ટ્રસ્ટ દ્વારા 'ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ' વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારત્વ અને સાહિત્ય જગતના ધુરંધરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભૂપત વડોદરિયા સાથે જોડાયેલી પોતાની યાદો તથા તેમના પત્રકારત્વ અને જિંદગી વિશે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ લોકો સમક્ષ મૂક્યા હતા.
રાજકોટમાં અત્યાધુનિક ટેકનોલોજી તથા એકસપર્ટ ડોકટરો સાથેનું ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરGLOBAL પ્રકૃતિ અને વિજ્ઞાનના સંગમથી કલરવ IVF Centre
ડો. દર્શન સુરેજા અવેરનેસ લેકચર પણ આપે છે : ૬૫ વર્ષની વય સુધીના યુગલોને માતા-પિતા બનાવ્યા, બાળકો ન થવા પાછળના કારણોમાં મહિલા જેટલા જ જવાબદાર પુરુષો : હવે દરેક સમસ્યાનો ઉકેલ શકય, તબીબ દંપતી ડૉ. દર્શન સુરેજા અને ડો. ફાલ્ગની સુરેજાની કમાલ IVF માં સફળતાનો સૌથી વધારે રેસિયો, ૮૫ ટકા પ્રયોગ સફળ: ગ્લોબલમાં IUI ના ૮૦૦૦ અને IVF ના ૪૦૦૦ સફળ: આડેઘડ જીવનશૈલી, સતત તનાવ, ફાસ્ટફુડનો વધતો વપરાશ વગેરેથી ફર્ટીલીટીની સમસ્યા સર્જાય છેઃ ટેસ્ટ ટયુબ બેબી પ્રક્રિયા આર્શીવાદરૂપ
ડો. દર્શનના પરિવારમાં અગ્યાર તબીબો
ડો. દર્શન કહે છે કે, અમે વિવિધ કંપનીઓ સાથે કારાર કરીને પણ કાર્ય કરીએ છીએ. કરારબધ્ધ કંપનીના જરૂરિયાતમંદ કર્મચારી યુગલને યોગ્ય ચાર્જમાં IUI-IVF પ્રક્રિયા પણ કરી આપવામાં આવે છે
ભાજપનો પ્રવેશોત્સવ બુમરેંગ પણ બની શકે છે
મુખ્યત્વે ચૂંટણી ઝુંબેશ પૂર્વે જ કોગ્રેસના વિજયના આત્મવિશ્વાસને ધ્વસ્ત કરવાનો ઇરાદો હોય છે. આ મિશનમાં થોડી પણ સફળતા મળે તો એ ચૂંટણી પૂર્વેના આંશિક વિજયમાં ગણાય છે
રડવું સ્વાથ્યપ્રદ છે
રડતાં આવડતું હોય તો દુઃખમાં ઉપયોગ કરો આંસુ તગેડી રોગ હરો 'ને હાસ્યનો ભોગ ધરો
રાષ્ટ્રીય સ્તરે નવા વિપક્ષી વિકલ્પના પ્રયાસ
વૈકલ્પિક વિપક્ષી મોરચાની રચનાનો જે વ્યાયામ ચાલી રહ્યો છે તેનો મહત્ત્વનો મુદ્દો એ છે કે મમતા બેનરજી અને ચંદ્રશેખર રાવ કોંગ્રેસને તેનાથી દૂર રાખવા માગે છે
૨૧ બ્લાસ્ટ, ૧૦ ઓફિસર, ૭૮ આરોપીઓ
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની ગોઝારી ઘટનાને આજકાલ કરતાં ૧૩ વર્ષનાં વહાણાં વહી ગયા છે છતાં આજની તારીખે તેનો ઉલ્લેખ થતાં જ સરેરાશ અમદાવાદીઓનાં શરીરમાંથી ભયનું મસમોટું લખલખું પસાર થઈ જાય છે. હાલમાં આ કેસ નવેસરથી સપાટી પર આવ્યો છે અને તેની સાથે જોડાયેલી વિવિધ બાબતોને લઈને અટકળોનું બજાર ફરીથી ગરમ થઈ ચૂક્યું છે, ત્યારે આ ઘટનાની તપાસ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખરેખર કેવી રીતે એક પછી એક કડીઓ મેળવીને આતંકીઓ સુધી પહોંચી હતી તેનો સિલસિલાબંધ ચિતાર કોઈ સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝની અદાથી અહીં પ્રસ્તુત છે.