CATEGORIES
Categories
વાંચનરસિકોની તરસ છિપાવતી પુસ્તક પરબ
ભાઈ જમાનો તો સોશિયલ મીડિયાનો છે. કોઈ પણ જરૂરિયાત હોય ઓનલાઇન પૂરી થઈ જાય. આવું આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ શું દરેક જરૂરિયાત ઓનલાઇન પૂરી થઈ જાય છે? તો જવાબ છે ના, આજે સોશિયલ સાઇટ પર વાંચનસામગ્રીનો ભંડાર છે છતાં પણ વાંચનરસિકોની તરસ તો પુસ્તક જ છિપાવે છે. સમય સાથે બદલાવ આવે છે, પરંતુ દરેક વસ્તુ નથી બદલાઈ જતી. તેનું ઉત્તમ ઉદાહરણ છે કલોલ શહેરમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલનો પુસ્તક મેળો અને ભરૂચ જેવા શહેરમાં વર્ષોથી ચાલતી પુસ્તક પરબ.
બિહારમાં નીતિશકુમારના પુણ્યપ્રકોપનું કારણ શું?
બિહારની એનડીએ સરકારમાં નીતિશકુમારનો પક્ષ જનતા દળ (યુ) જુનિયર પાર્ટનર છે એ બાબતનું 'ફ્રસ્ટ્રેશન’, તેની હતાશા નીતિશકુમારની પીડાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે
રશિયાના સસ્તા ઓઇલની ભારતની ખરીદી યોગ્ય
એનર્જીની બાબતમાં યુરોપના દેશો રશિયા પર આધાર રાખે છે અમેરિકા તેમને નારાજ કરી શકે તેમ નથી. ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે તો સામે સવાલ કરવાનો કોઈને અધિકાર નથી
રિયલ ક્રાંતિકારીઓની ફિક્શન ફિલ્મ!
૨૫ માર્ચે રિલીઝ થઈ રહેલી RRRના બે મુખ્ય ક્રાંતિકારી પાત્રો સીતારામ રાજુ અને કોમારામ ભીમ કોણ છે? ફિલ્મમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું કાલ્પનિક છે? ‘બાહુબલી: ધ કનક્લુઝન' બાદ ૫ વર્ષે આવી રહેલી આ ફિલ્મને લઈને રાજામૌલીને કેટલું પ્રેશર છે? જાણીએ બધું જ...
શરણાર્થી બનવું એ કદી ભૂલી ન શકાય તેવો કડવો અનુભવ !
૧૯૪૭માં ભાગલા પછી પૂર્વ પાકિસ્તાને માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે વિસંગતતા રજૂ કરી. બંગાળી અને પાકિસ્તાની સંસ્કૃતિનું કોઈ સંકલન નહોતું અને પૂર્વ પાકિસ્તાનની મોટી હિન્દુ વસ્તી ધરાવતા બંગાળી મુસ્લિમો અને પશ્ચિમ પાકિસ્તાનના પઠાણો વચ્ચે વંશીય તણાવ ઊભો થયો હતો
ફોરમતો ફાગણ અને કાવ્યોનું ઊર્મિલ આકાશ
વસંતના મદમાં નહાયેલું બહારનું જગત જયારે ક્ષણેક્ષણની ઉજવણી કરતું હોય, ત્યારે એવાં સ્ત્રી-મનમાં ખાલીપો, એકાંત અને અધૂરી ઝંખનાઓ પ્રગટતી હોય છે, જે પીયુના સંગાથ વિના એકલું પડી ગયું હોય
આજે ધુળેટી છે, મને ખબર છે તમે કોને રંગવા જાઓ છો..!
ગઈ ધુળેટીએ બાજુની સોસાયટીના એક ભાઈને મહિલાઓએ રંગી નાખેલા. પછી છાપામાં આવ્યું કે ત્રણ ત્રણ સંતાનોનો બાપ સોસાયટીની મહિલા સાથે ભાગી ગયો
અનુપમ ખેર અને મહેશ ભટ્ટની 'સારાંશ'
“અનુભવેલાં તમામ દુ:ખ 'સારાંશ'માં કામ આવ્યાં.” ૭મી માર્ચે અનુપમ ખેર ૬૬ વર્ષના થયા. પહેલી ફિલ્મ 'સારાંશ' રિલીઝ થઈ ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી અને તેમાં ભજવેલા પાત્રની ઉંમર ૬૫ વર્ષ! વાસ્તવિક ઘટનાઓથી પ્રેરાઈને મહેશ ભટ્ટે બનાવેલી ‘સારાંશ’ અને તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓની આજે વાત કરવી છે.
કૃષ્ણના મુસ્લિમ ચાહકો
અકબરના દરબારમાં નવરત્ન હતાં એ જાણીતી બાબત છે. એમાંથી એક રતન એટલે કે ગુરુ, સૈનિક, અનુવાદકાર, બહુભાષાવિદ, દાનવીર, પ્રશાસક, કૂટનીતિજ્ઞ, કલાપ્રેમી એવા ભક્ત કવિ રહીમ.
અખા દેશ હરવલા, ડાંગ મુલખ નાહી હરવલા..
આજે પણ ડાંગના આહવાની રંગ ઉપવન નામની જગ્યાએ હોળીના દિવસોમાં ડાંગ દરબાર યોજાય છે જ્યાં ગુજરાતના રાજ્યપાલના હસ્તે રાજાઓને પોલિટિકલ પેન્શન એનાયત થાય છે
ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી કોંગ્રેસને નુકસાન કરશે
નજીકના ભવિષ્યમાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે અને પંજાબના વરાયેલા મુખ્યપ્રધાન ભગવંત માન પણ ગુજરાત આવશે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય ધરાતલ પર અનેક નવા-જૂની થવાની સંભાવનાઓ છે
ફાગણ ખીલ્યો કસૂડે 'ને ફેલાયો દેશ-વિદેશ
ઔષધિનો રાજા કેસૂડો દેશ-વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યો છે. સખી મંડળો, એનજીઓ, આત્મા પ્રોજેક્ટ દ્વારા કેસૂડાનું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી અનેક વિસ્તારના પરિવારોને રોજીરોટી મળે છે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, દુબઈ, નૈરોબી સહિતના વિદેશનાં શહેરોમાં કેસૂડો ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. ભારતીયો આજે પણ નવજાત બાળકોને કેસૂડાના પાણીથી પ્રથમ સ્નાન કરાવવા કેસૂડો મગાવે છે. ધાર્મિક વિધિ માટે કેસૂડાનાં પર્ણ, ફૂલ અને દંડીકાઓની નિકાસ થાય છે.
આવતા ફાગણે કચ્છમાં કેસૂડા લહેરાશે!
ભુજ પાસેના માધાપરની બે મહિલાઓ અત્યારે વિલુપ્ત થવા જઈ રહેલા કેસૂડા અને સિંદૂરનાં વૃક્ષનું સંવર્ધન કરે છે. તેના છોડ બનાવીને લોકોને વાવવા માટે આપે છે. કેસૂડા સાથે તેઓ અર્જુન, પારિજાત, બોરસલી, કૈલાસપતિ જેવાં વૃક્ષોને પણ બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
પાંચ રાજ્યોનાં પરિણામ ભાવિ રાજનીતિના સંકેત
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો એક સંકેત એ છે કે હવે પછીની ચૂંટણીઓ મહદંશે નેતૃત્વના આધારે લડાશે. લોકો માટે પક્ષ અને ઉમેદવારની મહત્તા એ પછીના ક્રમે આવશે
નઈ રીત ચલાકર તુમ યે રીત અમર કર દો..
જીવનના દરેક પડાવ પર વ્યક્તિને કોઈ ને કોઈના સહારાની જરૂર પડતી હોય છે. જેમાં સૌથી ખાસ છે પતિ-પત્નીનો સહારો, જે જીવનપર્યત એકમેકની સાથે રહે છે, પરંતુ આ સફરમાં જ્યારે એક સાથી બીજાને અલવિદા કહી જાય ત્યારે જીવન અઘરું લાગે છે, પણ હવે તેમાં એક પ્રગતિશીલ પગલું ઉમેરાતું દેખાય છે.
વેદ અને વિજ્ઞાનનો સમન્વય એટલે ડો. ફાલ્ગની સુરેજાનું ‘ડીવાઇન ગર્ભસંસ્કાર'
'માતા - પિતા બનવા ઇચ્છુક દંપતિઓને વેદોકત શિક્ષણ પધ્ધતિ દ્વારા ગર્ભ માંજ બાળક સુધી આપવામાં આવતું શિક્ષણ એટલે જ ગંભસંસ્કાર'
હિંસક યુવાનોને સુધારવાની જવાબદારી કોની?
માણસનો મૂળ સ્વભાવ બદલી શકાતો નથી. નાની-મોટી ખામીઓમાં સ્વેચ્છાએ સુધારો ચોક્કસ કરી શકાતો હોય છે. અમુક વ્યક્તિઓ અંતિમ હદે ડેમેજ થયેલા વ્યક્તિત્વ હોય છે, જે ક્યારેક તેના સૌથી નજીકના કે આસપાસના લોકો માટે જ જોખમી કે જીવલેણ નીવડતા હોય છે. તેવા સંભવિત જોખમી વ્યક્તિઓ તરફ આપણે અજાણ ન રહેવું જોઈએ.
હું, ભાંગ અને રાજકારણ!
સત્તાનો નશો હોય.પૈસાનો કે સંપત્તિનો નશો હોય. સગુણનોય નશો હોય, તો કોઈને અવગુણોનોય નશો હોય છે! નશો છે જ એવો નશાદાર! નશો લેતાં આવડવું જોઈએ!
પુતિને સ્વયંનાં ભવિષ્ય અને આબરૂને દાવ પર મૂક્યા છે
યુદ્ધના પ્રારંભ સાથે જ રશિયાના શેર બજારમાં ૪૫ ટકાનું પ્રચંડ ગાબડું પડ્યું. તે ઘણા સંકેત આપે છે. પુતિન જ્યારે એક મિસાઇલ યુક્રેનની બહુમાળી ઇમારત પર દાગે છે ત્યારે પોતાના લોકોનું ખૂબ મોટું નુકસાન નોતરે છે. લગભગ અરધો અરધ શેર બજાર સાફ થઈ ગયું. તેમાં રશિયનોએ કેટલી મોટી મૂડી ગુમાવી હશે? કેટલાં રાતે પાણીએ રડીને રસ્તા પર આવી ગયા હશે? જોકે શેરબજારો માત્ર આજનું ચિત્ર રજૂ કરતા નથી. ભવિષ્યમાં થનારા નુકસાનનો ડર પણ રજૂ કરે છે.
ભીલ ક્રાંતિના પ્રણેતા મોતીલાલ તેજાવત
ભીલોના દુઃખે દુઃખી, એમના સુખે સુખી એવા મોતીલાલ તેજાવત માટે હજારો આદિવાસીઓ પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર થયા હતા ઘણા આદિવાસીઓ મોતીલાલની મોતિયા દેવ તરીકે આજે પણ પૂજા કરે છે. મેવાડના ગાંધી જેવાં વિશેષણો પણ તેમની સાથે સંકળાયેલાં છે
મેનોપોઝ પિરિયડમાં મદદરૂપ બનશે માઇન્ડફુલનેસ થેરપી
મહિલાઓના જીવનમાં અનેક એવા તબક્કા આવે છે જેમાં નાના મોટા બદલાવો થતા રહે છે, પરંતુ એક બદલાવ એવો આવે છે તેને મોટા ભાગની મહિલાઓ સહજતાથી નથી લઈ શકતી, તે છે મેનોપોઝ. આ એવો સમય હોય છે જેમાં પહેલા તો મહિલા જાતે કશું સમજી નથી શકતી અને જો તે સમજે તો પરિવારને સમજાવવામાં મુશ્કેલી પડે છે. જેથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે આ દિવસોની વ્યથા માઇન્ડફુલનેશ થેરપીથી હળવી થઇ શકે છે.
બાળકોમાં વધી રહેલું કેન્સરનું પ્રમાણ
દર વર્ષે ભારત દેશમાં આશરે ૧૪ લાખ કૅન્સરના નવા દર્દીઓનું નિદાન થાય છે. તેમાંથી ૧-૫ ટકા એટલે કે આશરે ૭૫૦૦૦ દર્દીઓ ૦થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળ દર્દીઓ હોય છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૪ લાખ બાળ દર્દીઓ નિદાન પામે, તેમાં એકલા ભારત દેશ પરનું ભારણ આશરે ૨૦% જેટલું હોય છે. જો ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવામાં આવે તો કેટલાંય બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય.
નાગરાજ મંજુળે ચી દુનિયા: 'પિસ્તુલ્યા''સૈરાટ' આણી 'ઝુંડ' ઝાલા જી..!
નાગરાજ મંજુલેની ‘ફેન્ડ્રી' ફિલ્મ જૂજ લોકો સુધી પહોંચી હતી. તેમણે એ જ વાર્તા ‘સૈરાટ'માં એ રીતે રજૂ કરી કે તે સેંકડો લોકોએ સામેથી, થિયેટરો ભરીભરીને જોઈ! કયો હતો તે આઇડિયા – તે વિશે તથા મંજુલેની સટિક વાર્તાઓ વિશે વાત કરી છે.
થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ
તમે જો અમેરિકા ગેરકાયદેસર જશો તો તમને એ દેશની સારી ચીજોનો લાભ નહીં મળે. અમેરિકા જરૂરથી જાઓ પણ કાયદેસર જ જાઓ
સિલિકોસિસઃ કલાત્મક આભૂષણોના કારીગરોને થતો જીવલેણ રોગ
સિલિફોસિસ શ્વસનતંત્ર સાથે જોડાયેલો રોગ છે. ખંભાત જિલ્લાના શક્કરપુર, વડવા ગામના લોકો સિલિકોસિસથી ત્રસ્ત છે. કડવી વાસ્તવિકતા એ છે કે આ રોગને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યાં છે છતાં પણ સરકાર કે વેપારીઓ અકીકઘાસિયા અને તેમના પરિવારજનોનું જીવન સુરક્ષિત કરવા માટે કોઈ પણ પ્રકારનાં પગલાં ઉઠાવવા તૈયાર નથી.
શેન વોર્ન ગયો અને રમત અધૂરી છે!
શેન વોર્ન જયારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મેદાનમાં ઊતર્યો હતો ત્યારે ત્યાં ક્રિકેટની બે નબળાઈ હતી, એક સ્પિનરો સામે ઓસી ધુરંધરો ફાવતાં નહીં. ઝડપ, બૉડીલાઈન, સ્વિંગ કે બાઉન્સર સામે ફટકારતા પણ જયાં ધીમી ગતિએ કાંડું ફેરવીને કોઈ સ્પિનર સામે હોય ત્યારે તેમની સામે ગૂંચવાઈ જતાં.
TOP MUSIC AWARDS: એક સીમાચિહ્નરૂપ ઘટના
ગુજરાતી સંગીત ક્ષેત્રે તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ અને વિશિષ્ટ ઘટના બની છે. સમભાવ ગ્રૂપના 'ટૉપ એફએમ' દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને નવાજવા માટે 'ટોપ મ્યુઝિક ઍવૉટ્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫ માર્ચ, શનિવારના રોજ 'ધી ફોરમ' ખાતે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ફિલ્મ-સંગીત ક્ષેત્રના અનેક મહાનુભાવો, કલાકારો અને દિગ્ગજોની ઉપસ્થિતિમાં આ વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતના બજેટને ચૂંટણીલક્ષી કેમ બનાવી શકાયું નહીં?
ચૂંટણીનું વર્ષ હોવા છતાં રાજયના નાણાપ્રધાન બજેટને આકર્ષક બનાવી શક્યા નથી. કોઈ વેરા વધાર્યા નથી, તેમ એકાદ અપવાદને બાદ કરતાં કોઈ રાહતો પણ નથી. નાના પગારદારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ એ જ એક અપવાદરૂપ રાહત છે
યુક્રેન યુદ્ધ, સંયુક્ત રાષ્ટ્ર અને ભારતનું ધર્મસંકટ
રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી રહ્યું છે અને તેને અટકાવી શકે એવું કોઈ પરિબળ નજરે ચઢતું નથી
યુક્રેન સંકટઃ એવા વળાંક પર હવે ઊભો છે કાફલો..
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પંદર દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુદ્ધની સુનિશ્ચિત દિશા નક્કી નથી થઈ શકી. યુદ્ધના શરૂઆતી ઉન્માદ વચ્ચે જાતભાતની અફવો અને વરતારાઓ થતા રહ્યા, વિશ્વ યુદ્ધ અને પરમાણુ હુમલાઓ સુધીની વાતો થવા માંડેલી. જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી એવું કશું થયું નથી. છતાં યુક્રેન સંપૂર્ણ અને અખંડ રાષ્ટ્ર નહીં રહી શકે એટલું કદાચ નક્કી થઈ ગયું છે અને તેના આવા ભાવિના એંધાણ તેના ભૂતકાળમાં પડેલા છે જેની અહીં ચર્ચા કરવી છે..