CATEGORIES
Categories
બાહુમાં તું મા શક્તિ...હૃદયમાં તું મા ભક્તિ!
વંદે માતરમ્ની એક વાત તેમના સંપાદનમાં પ્રકાશિત બંગદર્શન'ના સહયોગી સહુને કહેતાં. ત્યારે પ્રકાશન સહેલું નહોતું. બંગાળી મૂળાક્ષરો ગોઠવી કદ પ્રમાણે લખાણ ગોઠવવું, તે પણ બબના પ્રકાશમાં બારીક ચાર શોધી અને બેસાડવા એ કલા તો અપૂર્વ હતી.
જાદુગરીનો અતીત અને હુડિનની છેલ્લી ટ્રિક!
મનુષ્યનો આશ્ચર્ય પામવાનો ગુણ પરિવર્તનશીલ છે, માટે જાદુગરીની કળા અને કરતબે જો આધુનિક વિશ્વમાં પ્રસ્તુત રહેવું હશે તો મનોરંજનના બીજા માધ્યમો જેમ બદલાતા વિશ્વ સાથે તાલ મેળવવો પડશે. જયાં સુધી માણસ મન અને સમજ વડે જાતે જ છેતરાઈને એનો આનંદ અને વિસ્મય માણવાની વૃત્તિ રાખશે, જાદુગરી એક કે બીજા સ્વરૂપમાં વિકાસ પામીને જીવંત રહેશે.
અસલમાં એ જ તો રસ્તાની ચાલ સમજે છે સની ધૂળને જેઓ ગુલાલ સમજે છે
મનોવૈજ્ઞાનિક એમિલ કૂએ કહ્યું હતું -Day by day, in every way, I am getting better and better, better and better. પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીવલ્લiાચાર્યજીએ સવા પાંચસો વર્ષ પહેલાં અદ્દભુત વાક્ય આપ્યું હતું સર્વત્ર સર્વરૂપ પ્રભુ જ હોય પ્રભુ જ બધું પોતાની ઇચ્છાથી કરવાના હોય તો હું શું કામ ખોટી ચિંતાઓ કરે છે?
અક્ષરોં કે સાયે : 'યહ મેં સે મેં તક કી યાત્રા હૈ'
અક્ષરોં કે સાયે'માં એવો કોઈ સંઘર્ષ, આકાંક્ષા કે તત્પરતા નથી. અહીં છે એક પ્રકારની સ્થિરતા. સાગર જેવું ઊંડાણ અને સમવ. મનુષ્ય જીવન વિવિઘ ઓછાયા તળે જીવાતું હોય છે એવી પાકી સમજણ અને તેમાંથી ઉદ્દભવતો સહજ સ્વીકાર. તેમ જ અલૌકિક દિવ્ય શકિતઓ પ્રત્યે સમર્પણ.
અંતિમ રહસ્યની ખોજમાં એક અજબ કીમિયાગર
માણાસે આ કે તે બાબતમાં પ્રકૃતિના કોઈ કોઈ નિયમો પહેલાં જાણી લીધા અને પછી એ નિયમોનો બરાબર ઉપયોગ કરીને કેટલાક ચમત્કારો સર્યા?
સોશિયલ વર્કમાં કારકિર્દી બનાવવા માટે...
જેઓ સમાજ સેવામાં રુચિ ધરાવે છે તેમને કોઈ વિશેષ યોગ્યતાની જરૂર નથી, પણ જેઓ એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે ડિગ્રી મહત્ત્વની છે.
મેઘાલયની મૃત લુખી નદીને મળી સંજીવની
એક સમયે, હેવી મેટલ અને પ્રદૂષણના કારણે જે નદી એકદમ ઘટ્ટ વાદળી રંગની દેખાતી હતી, તે નદી હવે તેના સ્વચ્છ અને શુદ્ધ પાણીના કારણે નિર્મળ નજરે પડે છે. નદી કે અન્ય પ્રાકૃતિક સંસાધનો પર માત્ર મનુષ્યનો હક નથી.
સંસ્કાર-સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ બને છે વ્રત અને તહેવારો
વ્રત-તહેવારો આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનું પરિચાલક બળ છે. આ વ્રત ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાનો સંચાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી વ્રત-તહેવારોના ઉપવાસની સામે તાર્કિક પ્રશ્નો ચોકક્સ ઉદ્ભવ્યા છે. તેમ છતાં પારિવારિક સંસ્કારોના જતનના ભાગરૂપે આજની તારીખે ફ્લેક્સિબિલિટી સાથે પણ આ વ્રત-તહેવારોની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર બે પત્રકારોને: ફેસબુક માટે આઘાત
આ વર્ષે નોબેલનું શાંતિ પારિતોષિક બે પત્રકારોને આપવામાં આવ્યું છે એ મીડિયા વિશ્વ માટે એક અનોખી ઘટના છે. મારિયા રેસ્સા અને દિમિત્રિ મુરાતવ નામના આ બે પત્રકારોને નોબેલ પારિતોષિક મળવું તેને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની મોટી જીત ગણાવાય છે.
નોબેલ પ્રાઇઝ માટે સિલેક્શનના નિયમોમાં પરિવર્તન જરૂરી નથી?
પ્રોફે. ડેવિડ કાર્ડ અને નોબેલ સમિતિને અંગ્રેજીમાં લખેલ વિગતવાર ઇ-મેઇલનો આ ગુજરાતી સારાંશ
ટર્મ્સ ઓફ ઇન્ડિઅર્મેન્ટ : સરળતામાં સૌંદર્યનું દર્શન
મા અને દીકરીના સંબંધોના કેન્વાસ પર આકાર લેતી સામાન્ય રીતે કહેવાયેલી, પણ દર્શકના મન પર અસામાન્ય અસર છોડી જનારી વાર્તા
નૂતન વરસ નૂતન વિસ્તાર...
સાત બહેનો તરીકે દુનિયામાં પ્રખ્યાત ઉત્તર-પૂર્વનાં રાજયો જલપાઇગુડીથી જલ, પથ અને હવે રેલ મા જોડાઈ નૂતન આકર્ષણ જમાવશે. પર્યટન ઉદ્યોગ માટે પુષ્કળ ફલક ઊભું થયું છે. વેપાર અને ઉદ્યોગ માટે પણ વિપુલ તકો ઊભી થશે. નવા વરસમાં મિલન મહાન સાચું જ દેખાશે!
કચ્છમાં હવે ઘટાપાલન ઊન માટે નહીં, માંસ માટે
કચ્છનાં ઘેટાના ઊનનો ફરી ઉપયોગ શરૂ થાય તે જ આ પશુઓની નસલ બચાવવાનો યોગ્ય ઉપાય છે. ફરી હાથબનાવટની કાર્પેટ બને, વૉલપેપર, લેટરબોક્સ કે આસનિયા જેવી વસ્તુઓ મોટા પ્રમાણમાં બને ને વેચાય તેમ જ ઊનના અન્ય ઉપયોગ શોધીને ઘેટાંને વધુ ઉપયોગી પ્રાણી બનાવવાની જરૂર છે.
જમ્મુ ક્ષેત્રમાં ફરી ત્રાસવાદ પુનર્જીવિત કરવાના પ્રયાસ
ત્રાસવાદીઓ માટે હવે પહેલાં જેવું આસાન કામ નથી, પરંતુ પાકિસ્તાન હવે વધુ સક્રિય છે એ હકીકત લક્ષમાં રાખવી પડશે.
આ વર્ષની દિવાળી નવા ઉન્માદ સાથે...
છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે કોઈ પણ તહેવારોની ઉજવણી સારી રીતે કરવામાં નથી આવી. ગત વર્ષે દિવાળીમાં જોઈએ એવી રંગત પણ નહોતી. જોકે આ વર્ષે બધા મનમુકીને દિવાળી પર્વ ઉજવવાની તૈયારીમાં છે. ત્યારે બીજી બાજુ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, પરંતુ સાથે જ આ વર્ષે સ્વદેશી પ્રોડક્ટની ડિમાન્ડ વધી છે. વેપારીઓથી લઈને ગૃહિણી પણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી દેશની પ્રોડક્ટને જ આવકારે છે. આ વર્ષે ખરેખર દિવાળી ઘણા બદલાવ લાવી છે.
ભાવનગર કરતાં વધુ ઘોઘા, દીવ ડૂબી જવાનો ભય
નાસાનો રિપોર્ટસેટેલાઇટ આધારિત હોય તેના કારણે પર્યાવરણશાસ્ત્રીઓ ભાવનગરની બદલે તેની નજીક આવેલા ઘોઘા અને દીવ કે જે સમુદ્ર સ્તરથી એકદમ ઉપર છે તે ભવિષ્યમાં ડૂબી શકે છે એવો મત ધરાવે છે.
બાંગલાદેશમાં હિન્દુઓ પર હુમલા પાક. પ્રેરિત છે?
બાંગલાદેશની વર્તમાન સરકારના ભારત સાથેના સુમેળ ભર્યા સંબંધો પણ પાકિસ્તાનની ઈર્ષ્યાનું કારણ બને છે.
દરિયાનું અધિક્રમણ ગુજરાતનાં કેટલાં નગર-ગામોને ગળી જશે?
સમુદ્ર સપાટી ઊંચી આવે તો કચ્છને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. જે કિનારો અત્યારે ઊંચો છે તેને અસર ઓછી થશે અને જે વિસ્તાર નીચો છે તેને વધુ અસર થશે. સુથરીથી બાડા સુધીના એટલે કે અબડાસા તાલુકાથી માંડવી તાલુકાના દરિયાકિનારનો અંદાજિત ૨૫ ટકા વિસ્તાર ઊંચો હોવાથી તેને ઓછી અસર થશે, પરંતુ મુન્દ્રા અને કંડલા મહાબંદરો સહિત બાકીના ૭૫ ટકા દરિયાકિનારાની ભૂગોળ સંપૂર્ણ બદલાઈ જઈ શકે છે. આ વિસ્તારનો મોટો ભાગ ડૂબમાં આવી જશે.
જમીન ડૂબવાની ઘટનાઓ ભૂતકાળની અને ભવિષ્યની
ઉત્પત્તિ વખતથી અત્યાર સુધી પૃથ્વીનું વાતાવરણ, આબોહવા કે ભૂગોળ ક્યારેય એક સરખાં કે સ્થિર રહ્યાં નથી. તેમાં સતત બદલાવ આવ્યા જ કરે છે, પરંતુ કુદરતી રીતે બદલાતા વાતાવરણનો ફેરફાર મોટા ભાગે ખૂબ જ ધીમો હોય છે, જ્યારે માનવીય હસ્તક્ષેપના કારણે થતાં બદલાવની ગતિ અકલ્પનીય છે. જેના કારણે થનારી હાનિ પણ ઘણી વધુ છે.
એમેઝોન - વિશાળકાય થતો જતો રાક્ષસી પંજો
પુસ્તકો જેવી એકદમ બિનહાનિકારક પ્રોડક્ટ વેચતા ઓનલાઇન સ્ટોર તરીકે શરૂ થયેલા એમેઝોને ઇ-કોમર્સના ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ જાહેર કરી અને એનો લાભ મેળવીને એક મહાકાય તંત્ર બની ગયું. તેણે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવા ઇચ્છતી કંપનીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું, પરંતુ શક્ય એટલી તમામ બાબતો, વસ્તુઓ ને મહત્તમ માર્કેટપ્લેસ પર અધિકાર સ્થાપવાની રાક્ષસીવૃત્તિને કારણે એમેઝોન હવે સેંકડો નેટિઝનો માટે અણગમતું નામ બની ગયું છે.
ખાનગી શાળાને ટક્કર આપે એવી છે આ સરકારી શાળા
વર્તમાન સમયમાં શિક્ષણ એટલું મોંઘું બની ગયું છે કે, માતા-પિતા માટે સંતાનોને સારો અભ્યાસ કરાવવો ખૂબ કપરું બન્યું છે. તેમાં પણ આદિવાસી બાળકો માટે તો શિક્ષણ માત્ર વિચાર સુધી જ સીમિત રહી જાય છે. ખાનગી શાળાની ફી ના પોસાય અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, પરંતુ આપણે જેવું વિચારીએ છીએ એટલું સત્ય નથી, કારણ કે આદિવાસી બાળકોને પગભર કરવા અને ઉમદા શિક્ષણ આપવાની નેમ વાંસદા તાલુકાની એક સરકારી શાળાએ લીધી છે.
કાલિકા ચાર બહેનો સાથે પૂજાય છે કાલીગ્રામમાં!
કાલી પૂજા માતૃ વંદના છે. મા કાલીએ અસુરોના નિકંદન માટે સ્વરૂપ બદલ્યું, પણ જડમૂળમાંથી અસુરોનો નાશ કરી જયાં મહાદેવ સમાધિમાં હતા ત્યાં અટકી ગયાં, ડ્યુટી સમજાઈ, શાંત થઈ ગયાં અને જીભ બહાર નીકળી ગઈ..!
વીજ સંકટ માટે સરકારની બહાનાબાજી ચાલે એવી નથી
દેશનો સિત્તેર ટકા વીજ પુરવઠો કોલસા આધારિત થર્મલ વીજ મથકો દ્વારા પુરો પાડવામાં આવે છે. આ વીજ મથકોમાંના ઘણા બધાની પાસે કોલસાનો પુરવઠો ચારેક દિવસ જેટલો જ હોવાનું કહેવાય છે.
રાવણે જ તો રામને ખરેખર રામ બનાવ્યા છે
લંકાધિપતિ રાવણમાં શીલ-શક્તિસૌંદર્યની ત્રિવેણી આદિકવિ વાલ્મીકિ તેમ જ અપભ્રંશના મહાકવિ સ્વયંભૂ દેવએ જોઈ અને રાવણને મર્યાદા પુરુષોત્તમ રામના સબળતમ તેમ જ પ્રબળતમ પ્રતિવંતી બનાવીને રામકથાનો સહજ પ્રતિનાયક બનાવ્યો જયારે ભક્ત કવિ તુલસીદાસે રાવણને ખલનાયક બનાવી દીધો છે, જે કવિત્વની દૃષ્ટિએ એટલો ગરિમાપૂર્ણ નથી લાગતો.
રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?
રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.
બાયોગેસ રોજગારીનું સાધન પણ બન્યો
પહેલાંના જમાનામાં છાણા અને લાકડાં પર બનેલી રસોઈથી લોકોનું સ્વાથ્ય સારું રહેતું, તેવી જ રીતે બાયોગેસથી બનતી રસોઈનું પણ છે. ભુજના એક વ્યાવસાયિકે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટની મદદથી ઘરની રસોઈ તો કરી જ ઉપરાંત કચ્છની સર્વપ્રથમ બાયોગેસ આધારિત ટિફિન સેવા પણ શરૂ કરી.
કાશ્મીરમાં ત્રાસવાદી હિંસા સરકારના દાવાની ફજેતી
કાશ્મીર બાબતે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ સ્થિતિમાં કેટલો સુધારો થાય છે એ જોવાનું રસપ્રદ બનશે.
ઇચ્છામતીને બંને કાંઠે પૂજા વિસર્જન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી ઇચ્છામતીએ ઘણી ભાંગફોડ જોઈ છે. તોડફોડ જોઈ છે. બદલતા રાજ અને ચીરાતાં ભાગ જોયા છે. આ નદીનું મૂળ નામ યમુનાઇચ્છામતી હતું. વન પ્રદેશ હતો. રાજા કૃષ્ણચન્દ્ર ટાકી દુલેશ્વરી કાલીબાડીની પ્રતિષ્ઠા કરી, હજી ત્યાં કાલી પૂજાય છે.
આર્યન ખાન... વ્હોટ અ લાઇફ-સ્ટાઇલ!
વભૌતિક સુખ મેળવવા માટે આપણે રૂપિયાનો દુરુપયોગ કરીએ છીએ અને આપણે આપણી જાતને ભૂલી જઈને અન્ય વ્યક્તિઓના પ્રભાવમાં આવીને જીવવાનું શરૂ કરી દઈએ છીએ.
પીએચડી હોલ્ડરની વધી રહી છે ડિમાન્ડ
પીએચડી હોલ્ડર પાસે જ્ઞાન અને કૌશલ્ય તો હોય જ છે, તેઓ અનુભવના આધારે પ્રાવીણ્ય મેળવીને સારામાં સારું વેતન મેળવી શકે છે.