CATEGORIES
Categories
આડીઅવળી ભાતભાતની જાણકારી
વેકેશન ચાલી રહ્યું છે. ઘરમાં કોઈ સ્કૂલ કે કૉલેજમાં ભણતું હોય તો વૅકેશન શબ્દનો મહિમા સમજાય. બાકી સંસ્મરણ વાગોળી શકાય. લાંબું લેસન 'ને ભારે ગરમી સિવાય કોરોનાના કંપન વચ્ચે વેકેશન સુયાદગાર બને એવી શક્યતા પાતળી દેખાય છે. વૅકેશન સાથે અંશતઃ લૉકડાઉનની યુતિ અડ્ડો જમાવી બેઠી છે. લગભગ આખું વર્ષ ઘરમાં રહી ઓનલાઇન ભણ્યા હોય એટલે વૅકેશનમાં ઘરમાં રહેવાનું આવતા વિશેષ કંટાળો આવે. ભણવાનું બંધ થાય એ સિવાય વૅકેશનમાં ઘરમાં બંધ થઈને પ્રવૃત્તિ 'ને મનોરંજનને મોટે ભાગે પરિવર્તન નહીં, પુનરાવર્તન જ મળશે. વેકેશન પૂર્ણ થશે એવું ફરી પાછું ભણવાનું. બીબાઢાળ જીવન જીવવું સહેલું નથી. અપવાદ સિવાય માણસને એકનું એક મનોરંજન માણવામાં કે પ્રવૃ ત્તિ કરવામાં રસ નથી રહેતો. માણસ રોજ સમાચારમાં રસ લે છે કેમ કે એ એક કે અનેક રીતે નવા હોય છે. એમાં વિચિત્ર કે એકદમ અસાધારણ ખબર હોય તો વિશેષ રસ પડે. આવો આપણે એવી અનિયમિત જાણકારીની મજા માણીએ.
આકાશી શક્તિ, ધારા - ભક્તિ
ભગવાનમાં જતો રહે એને ભગત કહેવાય
સમયની શતરંજ પર દાવ જિંદગીનો!
પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાના પાંચમૂડા ગામમાં ટેરાકોટાની કલાકૃતિ અને પોચી-નરમ માટીનાં કલાત્મક રમકડાં પ્રવાસીઓને આકર્ષિત કરતાં, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ગામમાં પર્યટકો આવતા નથી. માટીથી અવનવી ચીજો સર્જી આજીવિકા રળતા પરિવારો પાસે બીજો કોઈ પર્યાય પણ નથી.
૫. બંગાળ : રાજકીય સંઘર્ષમાં લોકોની સુરક્ષા ગૌણ બની ગઈ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પછી ફરી જંગી બહુમતી સાથે તૃણમૂલ કોંગ્રેસની સરકાર રચાઈ છે. ફરી મુખ્ય પ્રધાનપદ ગ્રહણ કર્યા પછી મમતા બેનરજીએ કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા રાજયમાં ૧૬મી મેના રોજ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં જે રીતે કોરોના સંક્રમણનો વિસ્ફોટ થઈ રહ્યો હતો એ જોતાં આ નિર્ણય આવકાર્ય હતો. એ પહેલાં ચૂંટણી પરિણામો પછીની હિંસાએ રાજયના અનેક ભાગોમાં વાતાવરણને કલુષિત બનાવ્યું હતું. ચૂંટણી સમયના ધૃણા અને દ્વેષમાંથી સમાજજીવનને મુક્ત કરીને રાબેતા મુજબના જનજીવનની પુનઃસ્થાપના થાય એ નવી સરકારની પ્રાથમિકતા રહેવી જોઈએ, પરંતુ રાજય સરકાર અને શાસક પક્ષ સ્વયે આવી લાગણીઓથી મુક્ત ન બને તો રાજ્યમાં શાંતિ અને એખલાસના માહોલને સ્થાપિત કરી શકાય નહીં. મુખ્યપ્રધાન તરીકે મમતા બેનરજીએ જે ઉદારતા દાખવવી જોઈએ તેનો અભાવ જોવાયો છે.
ધોરણ દસના માસ પ્રમોશનનો નિર્ણય પાછો ખેંચો
ગુજરાત સરકારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લીધા વગર સીધેસીધા ધોરણ અગિયારમાં “માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આ નિર્ણયના કેવા દૂરગામી પરિણામો મળશે તેની કોઈ ચિંતા કર્યા વગર કોરોના મહામારીના નામે ધોરણ દસમાં નિયમિત પરીક્ષા આપનાર સૌને ધોરણ અગિયારમાં ધકેલી દીધા.
મારી રંગયાત્રા કહેતા-કહેતા રંગકર્મી મંચ છોડી ગયા...
કોરોના કાળમાં અનેક દિગ્ગજોને આપણે અકાળે ગુમાવ્યા એમાં વધુ એક નામ ઉમેરાયું : ભરત દવે. કળાના ક્ષેત્રે ભરત દવે એ ઘણુ જાણીતું નામ. રંગભૂમિ અને ટેલિવિઝન બેય જોડે એમનો આજીવન નાતો રહ્યો.
સુખપરની મહિલાઓ કોરાનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ કરે છે
સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ જતી નથી કે અંતિમવિધિ પણ કરતી નથી, પરંતુ કચ્છના સુખપર ગામના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતકોની અંતિમવિધિ મહિલાઓ કરી રહી છે. પીપીઇ કિટ પહેરીને પૂરી ધાર્મિક વિધિ સાથે અંતિમવિધિ કરતી વખતે મહિલાઓ જરા પણ ડર્યા વગર પુરુષોના ખભેખભા મિલાવીને કામ કરે છે.
ધન્ય ધાનથી છલકતી વસુંધરા!
જયાં તે ધાનનું મૂલ્ય ધન જેટલું જ છે તે બંગાળની ભૂમિ પર બીજ રોપવાની ઋતુ આવી છે. ચોખા અર્વાચીન સમયમાં ધાન કે ધાન્ય કહેવાતાં. બંગાળીમાં ડાંગર કે ચોખાને હજી પણ ધાન જ કહેવાય છે અને તે ખોરાકનો મુખ્ય ભાગ છે. દેશ અને દુનિયાના ઘણા દેશોમાં ચોખાની સંસ્કૃતિ છે, પણ બંગાળમાં તેના ઉત્પાદન અને ખપતનો અલગ વિપુલ પ્રકાર છે. વરસાદનું પ્રમાણ અને હુગલી નદીના વહેતાં પાણીને કારણે ખેતી વ્યાપક થાય છે. ચોખાની અલગ ઓળખ રહી છે. દેશમાં ડાંગરની ખેતીના ઘણા પ્રકાર છે. દક્ષિણ ભારતમાં પણ ચોખા મુખ્ય આહાર છે, પણ તેની ભાત અલગ પ્રકારની છે.
ચહૂદીઓ-મુસ્લિમો વચ્ચેનું ક્રોનિક યુદ્ધ : શાંતિ હારી ગઈ
યુનાઇટેડ નેશન્સમાં ભારત સરકારે ફિલિસ્તીની આરબોના હિતોને ટેકો આપ્યો તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો, સોશિયલ મીડિયામાં ભારે નારાજ જણાય છે. દસમી મે, સોમવારે જેરૂસલેમમાં મોટી બબાલ થઈ ત્યાર બાદ જમણેરી હિન્દુઓ માનવા લાગ્યા હતા કે મોદી સરકાર ઇઝરાયલની તરફદારી કરશે. ચીન, પાકિસ્તાન અને ત્રાસવાદીઓના મોરચે લડવામાં ઇઝરાયલની ભારતને નોંધપાત્ર મદદ રહી છે. બાલાકોટ પર થયેલી સર્જિકલ ઍરસ્ટ્રાઇક ઇઝરાયલની મદદ અને શસ્ત્ર સંસાધનોને કારણે સફળ રહી હતી. આવાં આવાં કારણોથી ઇઝરાયલ ભારતીય લોકોનાં દિલોમાં વસી ગયું છે. ફિલિસ્તીની આરબો સાથેના હમણાના ઝઘડાએ ભારતીયોમાં સારી એવી ચર્ચા જગાવી હતી. સૌ કોઈ ઇઝરાયલની તારીફ કરી રહ્યું હતું. સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ વહેતી થઈ હતી કે મોદી સરકાર ઇઝરાયલના સમર્થનમાં ઊભી રહેશે. તેઓની અપેક્ષા-ભંગ થયો છે. જોકે ભારત સરકારે ઇઝરાયલની કોઈ ટીકા કરી નથી. બે-રાષ્ટ્રની નીતિને સમર્થન આપ્યું છે, પરંતુ સાથે-સાથે પેલેસ્ટાઇનના હિતોના રક્ષણ માટે મજબૂત સમર્થનની જાહેરાત કરી છે. એક વર્ગ એમ માને છે કે ભારત સરકારને કોઈ મજબૂરી નડી રહી હતી તો તટસ્થ રહેવું હતું. યુનોમાં કોઈ નિવેદન આપવાની જરૂર ન હતી. અહીં પેલું ફેમસ વાક્ય યાદ આવે છે, “કુછ તો મજબૂરી રહી હોગી, યુ નહી કોઈ બેવફા નહીં હોતા.
કોલોની ક્લેપ્સ ડિસઓર્ડર: સાહિત્યમાં ઉઠાંતરીનો કિસ્સો
શું બોલાઈ રહ્યું છે એ કરતાં બોલનાર કોણ છે એ વાતનું વધારે મહત્વ હોય એ પ્રકારનો આજનો સમય છે. એક સિમ્પલ સત્ય આપણી નજીકનું જ કોઈ માણસ બોલે અને કોઈ સેલિબ્રિટી કક્ષાનો માણસ બોલે, એ બંનેનો પ્રભાવ અલગ જ હોય. બીજાની વાત પોતાના નામે ચડાવી દેવાનો સિરસ્તો તો વર્ષો જૂનો છે, પણ જો આપણી વાત વધારે લોકો સુધી પહોંચાડવા માટે એની પાછળ કોઈ પ્રભાવશાળી “નામ” જોડીએ તો જનમાનસમાં એ વાત પેલા “નામ”ની આભાને લીધે ચોંટ્યા વગર ના રહે. સામાન્ય કક્ષાની કવિતાઓ ગુલઝારના નામે અને અવનવા અવતરણો આઇનસ્ટાઇન નામે ફરતા મૂકવા એ હવે જાણે નોર્મલ બની ગયું છે!
કોરોના સંક્રમણ સામે સુરક્ષાનો એક જ સચોટ ઉપાય ત્વરિત સૌને નિઃશુલ્ક રસી
કોરોના મહામારી સામે રક્ષમ મેળવવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાનની જોરશોરથી શરુઆત તો કરવામાં આવી પણ જેમ જેમ આ રસીકરણ અભિયાન તબક્કાવાર આગળ વધ્યું તેમ તેમ રસીકરણ અભિયાનની વ્યવસ્થામાં ઊભી થયેલી ખામીઓ બહાર આવવા લાગી. પરિણામ એ આવ્યું છે કે જે ઝડપ સાથે અભિયાન આગળ વધવું જોઇતું હતું તે ધીમું પડી રહ્યું છે. પરિણામે લોકોમાં પણ નિરાશા વ્યાપી રહી છે
મ્યુકરમાઇર્કોસિસ : નવી મહામારી અને સરકાર
કોરોના સંક્રમણના બીજા વૈવના ટેન્શનમાંથી રાહત મળે એ પહેલાં જ મ્યુકરમાઇકોસિસ યાને બ્લેક ફંગસના રોગચાળાએ સરકાર અને તંત્રને ફરી ટેન્શનમાં નાખી દીધું છે. એ બંને કેટલા દોડતા થયા એ જોકે ચોક્કસ કહી શકાય તેમ નથી. એક વાત ખરી કે ગુજરાત સરકારે મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં વાર ન લગાડી. આ રોગચાળાના દેશભરમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં છે અને ગુજરાતથી ઓછા કેસ ધરાવતાં કેટલાંક રાજયોએ આ રોગને મહામારી જાહેર કરી દીધા પછી ગુજરાત માટે કોઈ વિકલ્પ પણ ન હતો.
સપના સાકાર કરવા મહેનત જરૂરી છે
ખેતીકામમાં પુરુષોની મદદ હંમેશાં મહિલાઓ કરતી હોય છે એ વાત સર્વવિદિત છે, પરંતુ એક મહિલા એવી પણ છે જેમણે માત્ર દસ ધોરણ સુધીનો અભ્યાસ કરી સજીવન ખેતી કરવાની પહેલ કરી છે. પોતે તો પગભર બની અને સાથે ત્રણ હજાર કરતાં પણ વધુ મહિલાઓને પગભર બનાવી છે. ગુજરાતના છેવાડાના ગામની આ મહિલા આજે સજીવન ખેતીની વિશેષતા માટે દેશ-વિદેશમાં જાણીતી બની છે.
મ્યુકરમાઇકોસિસ? કોરોનાએ આપી બીજી ઘાતક મહામારી
કોવિ-૧૯ નવેમ્બર-૨૦૧૯માં વિશ્વવ્યાપી અસર દેખાડવા માંડડ્યો પછી ભારતમાં એની પહેલી લહેર ૨૦૨૦માં શરૂ થઈ અને છેક હમણા સુધી એની બીજી લહેરનો પ્રકોપ મહત્તમ સ્કેલમાં ચાલતો રહ્યો છે. સંપૂર્ણ સમાજ અને સેવાભાવી સંસ્થાઓ, નાગરિકો અને સરકારના સક્રિય પ્રયાસોને લીધે માંડમાંડ કોરોના કાબૂમાં આવ્યો, ન આવ્યો અને ફંગસ-ફૂગનું આક્રમણ થયું. કૅન્સર કરતાં ય ખતરનાક ગણાતા આ બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસનો પ્રકોપ હવે દિનપ્રતિદિન વધી રહ્યો છે. પહેલાં વર્ષ દરમિયાન ત્રણથી ચાર કેસ મ્યુકરમાઇકોસિસના આવતા હતા, પરંતુ કોવિડ-૧૯ના પ્રકોપ પછી મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા પ્રમાણમાં ઘણી વધી છે. હવે રોજના તાત્કાલિક ઑપરેશન કરવા પડે એવા ચારથી પાંચ કેસ આવે છે. બ્લેક રંગસ પછી હવે હાઇટ ફંગસના કિસ્સાઓ પણ નોંધાવા લાગ્યા છે. જોકે ગત વર્ષે, ૨૦૨૦માં પણ પહેલીવાર જયારે કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારે એ સમયગાળામાં પણ મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા વધી હતી, પરંતુ કોરોના સંક્રમણ એવા આક્રમક તબક્કે હતું કે મ્યુકરમાઇકોસિસના કિસ્સાઓની ઝાઝી નોંધ લેવાઈ નહોતી.
બ્લેક અને વ્હાઇટ ફંગસની બીમારી બની રહી છે મહામારી
કોરોના વાઇરસનું સંક્રમણમાંથી હજુ છુટકારો નથી મળ્યો, ત્યાં હવે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસની બીમારી લોકોને શિકાર બનાવી રહી છે. મ્યુકર નામની ફંગસ એટલે કે ફૂગ દ્વારા થતી આ બીમારીને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, સાથે જ “આ ફંગસ શું છે. તે કેવી રીતે થઈ શકે, તેનાથી સાવધાની રાખવા શું કરવું વગેરે જેવા અનેક પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે.
ત્રીજી વેવના પ્રતિકાર માટે અત્યારથી તેયારી શરૂ કરો
કોરોના સંક્રમણના બીજા વૈવને નિયંત્રિત કરવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી તો પણ દર્દીઓના ધસારાને પહોંચી વળવા, ઓક્સિજન અને રેમડેસિવિર ઇજેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં સો ટકા સફળતા મળી નહીં, તેને કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા. બીજા વૈવની અસરોમાંથી આપણે મુક્ત થયા નથી ત્યાં હવે ત્રીજા વૈવ માટેની ગંભીર ચેતવણી આવી રહી છે અને આ ત્રીજા વૈવમાં નાનાં બાળકો પર વધુ જોખમ હોવાનું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ ત્રીજા વૈવના પ્રતિકાર માટેની તૈયારી માટે હજુ સરકાર કે આરોગ્ય તંત્ર બહુ ગંભીર બન્યા હોય તેમ જણાતું નથી.
ગીર ઝીણું ઝીણુ મનમાં મુંઝાય છે, કોણ પૂછે કે એને શું થાય છે...
ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ગત સપ્તાહે ધમરોળી ગયેલા તકતે વાવાઝોડા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી સહાય, રાહત તેમ જ સરવેની કામગીરી માટેના સરકારના દાવા ગમે તે હોય, પણ દાવા પ્રમાણેની ગતિથી કે ક્ષમતાથી કામ થયું નથી અને થતું નથી. વાવાઝોડું ૧૭-૧૮ મેના રોજ ત્રાટક્યું હતું. એ પછીના ચાર દિવસ પછી પણ ગીર સમગ્રના વિસ્તારોમાં સરકારી તંત્ર પહોંચ્યું ન હતું.
કોરોનાની મહામારી સામે લડવા માટે સજ્જ થતાં કચ્છનાં ગામડાં
ગામડાંમાં નાનકડા ઘરમાં કોરોનાગ્રસ્તને ક્વોરન્ટાઇન થવા માટે અલગ કોઈ સુવિધા ન હોવાથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાઈ રહ્યાં છે, પરંતુ મોટા ભાગનાં ગામડાંમાં કોવિડ કેર સેન્ટરના નામે કોઈ હોલમાં પથારીઓ પાથરી દેવાઈ છે. દવાઓ, ઓક્સિજન, મેડિકલ કે પેરામેડિકલ સ્ટાફ જેવી સુવિધાઓ ન હોવાથી દર્દીની તબિયત થોડી વધુ બગડે તો તેમને શહેરની હોસ્પિટલમાં મોકલવા પડે છે.
કરિયરને ઝળહળતી બનાવશે સૌર ઊર્જા
વીજળી આજે દરેક ક્ષેત્ર માટે જરૂરી છે. જેમ-જેમ આધુનિક તકનીકોએ વિકાસ કર્યો તેમ તેમ કોર્પોરેટ સેક્ટરોમાં વીજળીની ડિમાન્ડમાં વધારો થયો છે.આવનારા ભવિષ્યને જોતા સૌર ઊર્જા ક્ષેત્રે જોબના અનેક વિકલ્પ વધશે. જો યુવાનોએ સારી આવકની સાથે સારું કાર્ય કરવાની ઇચ્છા હોય તો ઊર્જા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે છે.
સાજા થયેલા દર્દીઓમાં પોસ્ટ-કોવિડ સિન્ડ્રોમ
કેટલાક દેશોની રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓએ લોન્ચ કોવિડની સમજણ જાહેર કરી છે. તેનાં લક્ષણો કોવિડ–૧૯ના સંક્રમણ દરમિયાન કે ત્યાર બાદ જોવા મળે છે. અસર ત્રણ મહિના કે વધુ સમય માટે ચાલુ રહે છે. લક્ષણોની યાદી મોટી છે, પણ સંપૂર્ણ નથી. વ્યક્તિ પ્રમાણે લક્ષણો બદલાય. દરેકમાં બધાં લક્ષણો હોતાં નથી, કેટલાક હોય. કોવિડ–૧૯માંથી સાજા થયેલા ૩૮૦૦ દર્દીઓ પર સરવે હાથ ધરાયો હતો.
હવે 'બુધસભા'માં કાવ્યપાઠ અને 'પહેલું રુદન' કોણ સંભળાવશે...
પાશ્ચાત કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ અને કવિવિવેચક-વાર્તાકારશ્રી ધીરુભાઈ પરીખનું તાજેતરમાં અવસાન થયું. છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત નાદુરસ્ત હતી. ગત અઠવાડિયે કોરોનાની અસર તળે એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯મી મેના રોજ એમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.
હેમંત બિશ્વા સામ સામે કોરોના નિયંત્રણનો પડકાર
આસામના નવા મુખ્યપ્રધાનપદે હેમંત બિશ્વા સર્માની વરણી આશ્ચર્યજનક નથી. સર્વાનંદ સોનોવાલને ફરી વખત મુખ્યપ્રધાનદનો દાવો છોડી દેવા સમજાવવામાં ભાજપ મોવડીમંડળને સફળતા મળી એ સિદ્ધિ જરૂર છે.
સુંદર અક્ષરોનું મહત્ત્વ સમજાવે છે કેલિગ્રાફ
આજના યુવાનો કરિયર માટે ગંભીર બન્યા છે. સાથે જ એવી કારકિર્દી પસંદ કરતા થયા છે, જે ટ્રેન્ડી હોય. જેમાં એક છે કેલિગ્રાફી એટલે કે સુલેખન.વર્તમાન સમયમાં શિક્ષણ જગતનું ભાવિ કમ્યુટર આધારિત થઈ ગયું છે, પરંતુ સુંદર અક્ષરોનું મહત્ત્વ આજે પણ યથાવત્ છે. કોમ્યુટર પર લખવા માટે પણ પોતાના પસંદગીના શબ્દોનો ઉપયોગ જ કરવામાં આવે છે. ટૂંકમાં, આજના સમયમાં કેલિગ્રાફી કારકિર્દી યોગ્ય છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
મોડર્ન નોમેડ : રાહ પે રહતે હૈ...
ઝુરાપો એટલે વિયોગનું દુઃખ. વતન સાથે ઝુરાપો શબ્દનો વપરાશ પ્રચલિત છે. ઘર સાથે ઝુરાપો શબ્દ પ્રમાણમાં ઓછો વપરાયો છે. ઘર માટે હિજરાવાની લાગણી માટે અંગ્રેજી પાસે હોમ-સિકનેસ શબ્દ છે.
યોગ ઉપરાંત અધ્યાત્મ અને લાઇફ મેનેજમેન્ટના પણ ગુરુ હતા સ્વામીજી
સ્વામી અધ્યાત્મનંદજી મહારાજ અમદાવાદ અને કદાચ સમગ્ર ગુજરાત માટે આ નામ નવું નથી. વર્ષોથી અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમ ખાતે વિવિધ યોગ શિબિરોના આયોજન થકી અને ડીડી ગિરનાર ચેનલના ઉપક્રમે જીવન યોગ નામના કાર્યક્રમ થકી સ્વામી અધ્યાત્મનંદજીનું નામ ઘરે ઘરે જાણીતું બન્યું હતું.
પ્રતાપભાઈ શાહઃ જાહેર જીવનના મલ્યનિષ્ઠ મોભીની ચિરવિદાય
ભાવનગરના સ્થાનિક દૈનિક સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક તંત્રી અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી પ્રતાપભાઈ શાહનું ગત છઠ્ઠી મેના રોજ અવસાન થયું. આયુષ્યના ૯૭માં વર્ષે આપણી વચ્ચેથી વિદાય લેનાર પ્રતાપભાઈ ગુજરાતમાં હવે ગણ્યાગાંઠ્યા રહેલા સમાજવાદી વિચારધારાના નેતાઓમાંના એક હતા
મુંબઈ મ્યુનિ. કમિશનરની યશસ્વી કામગીરી
મહારાષ્ટ્ર દેશભરમાં કિરીના સંક્રમણના કેસોની વૃદ્ધિમાં ગત કોરોના દિવસોમાં મુંબઈ અવ્વલ રહેતા હતા ત્યાં હવે ઝડપભેર કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે.
કોંગ્રેસ કરોબારીમાં ચૂંટણી પરાજય અંગે ચિંતન-ચર્ચા
કોંગ્રેસ કારોબારી સમિતિની દસમી મેના રોજ મળેલી બેઠકમાં કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીને હાલ તુરત મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. પક્ષના મહામંત્રી કે.સી. વેણુગોપાલ જૂનમાં આ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ તૈયાર કરીને આવ્યા હતા, પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કોરોના સંક્રમણના વર્તમાન સંજોગોમાં ચૂંટણી યોજવાનું યોગ્ય નહીં ગણાય એમ જણાવતા અન્ય સભ્યોએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું હતું કે સ્વયં કોંગ્રેસ જ્યારે ચૂંટણી યોજવા બદલ વડાપ્રધાનની ટીકા કરતી હોય ત્યારે પ્રમુખપદની ચૂંટણી માટે કાર્યક્રમનું આયોજન કરી મતદાન કરાવવું યોગ્ય નથી. આમ કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી હાલ તુરત મુલતવી રાખવામાં આવી છે.
આ માતાનું માતૃત્વ જન્મ આપનારી માતાના દરજ્જાથી ઓછું નથી
ભારત એક એવો દેશ છે, જ્યાં દીકરીઓમાં માતાનું સ્વરૂપ જોવામાં આવે છે. માટે જ પશ્ચિમ બંગાળના લોકો દીકરીઓને મા કહીને સંબોધે છે. ભારત એવો દેશ છે જ્યાં આજે પણ જન્મ આપનારી દેવકી કરતાં પાલન કરનારી યશોદાને શ્રીકૃષ્ણની માતાના સ્વરૂપે જોવામાં આવે છે. આજની વાત એવી તમામ માતાઓને સમર્પિત કરવાની છે, જેમણે ભલે બાળકોને જન્મ નથી આપ્યો, પરંતુ તેમનું માતૃત્વ જન્મ આપનારી માતાના દરજ્જાથી સહેજ પણ ઓછું નથી.
કાર્ય સિદ્ધ કરે એ જ સાચો'ને સારો
ક્ષેત્ર સંસારનું હોય ત્યારે સૌએ ફળવાન થવું જ પડશે