CATEGORIES

એક સામાજિક રૂઢિને ધ્વસ્ત કરવાનું મંદિરા બેદીનું સાહસિક કદમ
ABHIYAAN

એક સામાજિક રૂઢિને ધ્વસ્ત કરવાનું મંદિરા બેદીનું સાહસિક કદમ

સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા અને રૂઢિઓમાં જકડાયેલા સમાજમાં ખાસ કરીને જયારે કોઈ સ્ત્રી પ્રણાલી ભંજનની પહેલ કરે છે ત્યારે સૌનું ધ્યાન ખેંચાય છે.ક્યારેક ચર્ચા અને ઊહાપોહ પણ થાય છે.

time-read
1 min  |
July 17, 2021
આફ્રિકન ગુલામે અપાવેલી શીતળામાંથી મુક્તિ
ABHIYAAN

આફ્રિકન ગુલામે અપાવેલી શીતળામાંથી મુક્તિ

ઉપર આપણે જાણ્યું કે એક સામાન્ય ડૉક્ટર ઝાન્ડિએલ બોઇસ્ટન કોટન મેથરની એટલે કે ઓનેસિસની વાતને અનુસરે છે.

time-read
1 min  |
July 10, 2021
અજીબ દાસ્તાન હૈ...કહાં શુરૂ કહાં ખતમ!
ABHIYAAN

અજીબ દાસ્તાન હૈ...કહાં શુરૂ કહાં ખતમ!

મધુર સંગીત ગુંજે તો ધ્યાન જરૂર ખેંચાય. મૂળ ગુજરાતના પણ ધરતીકંપ પછી માલદામાં આવીને વસેલા ભગવાન માલી ઉત્તર કોલકાતાના ગોવા બગાન કે ગિરીશ પાર્ક આસપાસ ગલીઓમાં વાયોલિન વગાડે તો સાંભળીને લોકોના પગ અટકી જાય. લોકો વીડિયો રેકોર્ડિંગ કરે.

time-read
1 min  |
July 17, 2021
-અને હવે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો ખતરો
ABHIYAAN

-અને હવે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો ખતરો

કોરોના સંક્રમણના સંભવિત ત્રીજા વૈવની ધારણા ઑગસ્ટ કે ઓક્ટોબરને બદલે હવે છેક ડિસેમ્બર સુધી પહોંચી છે, તો તેનું કારણ વર્તમાનમાં કોરોનાના કેસોમાં થયેલા ધરખમ ઘટાડા સાથે રિક્વરી રેટમાં સતત વધારો અને એકંદરે લગભગ સવા વર્ષ પહેલાંની સ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ કાળના તદ્દન પ્રારંભિક તબક્કામાં આવી ગયા હોવાનું માની શકાય અને તેને માટે આંશિક લોકડાઉન જેવાં નિયંત્રણો અને વેક્સિનેશન જેવાં પગલાંને જવાબદાર ગણી શકાય.

time-read
1 min  |
July 10, 2021
'શતરંજ'ના સાતેય કોઠા વીંધીને સૌથી નાની વયે 'ગ્રાન્ડમાસ્ટર' બનતો અભિમન્યુ
ABHIYAAN

'શતરંજ'ના સાતેય કોઠા વીંધીને સૌથી નાની વયે 'ગ્રાન્ડમાસ્ટર' બનતો અભિમન્યુ

ન્યૂજર્સીમાં રહેતો અભિમન્યુ ગત મહિનાના અંતમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બનવાની સાથે જ ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો સૌથી નાની વયનો ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે. માત્ર અઢી વર્ષની ઉંમરે જ્યારે કે અભિમન્યુ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ બોલી પણ શકતો નહોતો ત્યારે અભિમન્યુ બાળસહજ વૃત્તિથી, સજાગતાથી દરેક મહોરાં અને એની ચાલની નોંધ લેતો હોય એમ જોતો. બાળવયે અભિમન્યુ સહજ રીતે આ રમત તરફ આકર્ષાયો અને આજે ચેસનો ગ્રાન્ડમાસ્ટર બની ગયો.

time-read
1 min  |
July 17, 2021
ભારતીય મૂળના પત્રકારને પુલિત્ઝર પુરસ્કાર
ABHIYAAN

ભારતીય મૂળના પત્રકારને પુલિત્ઝર પુરસ્કાર

અમેરિકન સરકાર દ્વારા દર વર્ષે પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનારી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૧૯૧૭થી જોસેફ પુલિત્કરની યાદમાં એકવીસ જેટલી જુદી જુદી કેટેગરીમાં આપવામાં આવતું આ સન્માન આ વર્ષે મેઘા રાજગોપાલને મેળવ્યું છે. મેધા પુલિન્ઝર પ્રાઇઝ જીતનારી પહેલી ભારતીય મૂળની પત્રકાર છે. મેઘાએ ઇન્ટરનેશનલ જર્નાલિઝમ કેટેગરીમાં આ સન્માન મેળવ્યું છે. અફકોર્સ, આ પ્રાઇઝ જીતવામાં મેઘાએ દિવસ રાત જીવના જોખમે મહેનત કરી છે, પણ મજાની વાત એ છે કે જે સ્ટોરી પર પત્રકાર કામ કરી રહી હતી, તેને ચીન રદિયો આપતું રહ્યું હતું. આખરે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. દુનિયા સમક્ષ સત્ય પ્રકટ થઈ ગયું.

time-read
1 min  |
July 03, 2021
'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનો જીવન બોધપાઠ 'પીછે મૂડકર ન દેખ, ભાગ મિખા ભાગ...'
ABHIYAAN

'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનો જીવન બોધપાઠ 'પીછે મૂડકર ન દેખ, ભાગ મિખા ભાગ...'

કોમનવેલ્થ સહિતની સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કરનારા અને અનેક સન્માનો મેળવનારા લાઇંગ શીખ એશ્લેટ મિલ્ખા સિંહનું ૯૧ વર્ષની વયે નિધન થયું. મિખા સિંહ હંમેશાંથી ખેલાડીઓ માટે પ્રેરણારૂપ રહ્યા છે. મિબા સિંહના જીવન સાથે જોડાયેલા કિસ્સાઓ અને વિવાદો હંમેશાં લોકોને તેમની સાથે જોડી રાખવાનું કામ કરતા આવ્યા છે.

time-read
1 min  |
July 03, 2021
મરિન એન્જિનિયરઃ સારા હોદા સાથે ઉચ્ચ કારકિર્દી
ABHIYAAN

મરિન એન્જિનિયરઃ સારા હોદા સાથે ઉચ્ચ કારકિર્દી

સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ-ધંધાના વિકાસ અને વિસ્તાર માટે દરિયાઇ માર્ગે મહત્ત્વનો છે. એટલે જ દુનિયાના જુદા જુદા દેશો દરિયાઇ માર્ગનો ઉપયોગ કરીને જુદા જુદા ઠેકાણે પોતાનો સામાન પહોંચાડે છે. વ્યવસાય ઉપરાંત દેશોની દરિયાઈ સીમા, વિવિધ સી-ઇન્ડસ્ટ્રીઝને ધમધમતા રાખવામાં મરિન (દરિયાઈ) એન્જિનિયર દ્વારા બનાવવામાં આવેલાં અધતન જહાજ, બંદર અને અનેક તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

time-read
1 min  |
July 03, 2021
રક્ષાબંધન ફિલ્મનું શૂટિંગ શરૂ, દિવાળી પર થશે રિલીઝ
ABHIYAAN

રક્ષાબંધન ફિલ્મનું શૂટિંગ શરૂ, દિવાળી પર થશે રિલીઝ

કિરનારા બોલિવૂડમાં સૌથી વધુ આવક અભિનેતામાં અક્ષયકુમારે ગત રક્ષાબંધને પોતાની બહેન અલકા હીરાનંદાનીને જે ક્ષ્મિ ભેટમાં આપી હતી, તેનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે.

time-read
1 min  |
July 03, 2021
સંબંધોનું ગણિત સંખ્યાના આટાપાટા
ABHIYAAN

સંબંધોનું ગણિત સંખ્યાના આટાપાટા

આપણે શબ્દ જે લાગણી આપે છે તેવી લાગણી બીજો કોઈ શબ્દ નથી આપતો. એમ તો બોલતા કે વિચારતા જે સ્પંદન અનુભવાય એ અનન્ય હોય છે. પહેલો પુરુષ આઇનું બહુવચન એટલે વી.

time-read
1 min  |
July 03, 2021
મહેશ જેઠમલાણીની રાજ્યસભામાં નિયુક્તિથી અનેકોને આશ્ચર્ય
ABHIYAAN

મહેશ જેઠમલાણીની રાજ્યસભામાં નિયુક્તિથી અનેકોને આશ્ચર્ય

રાજ્યસભામાં મહેશ જેઠમલાણીની નિયુક્તિએ અનેક લોકોને આશ્ચર્ય અને આઘાત આપ્યો છે. આવી લાગણી અનુભવનારા આ બધા લોકો પણ નિયુક્તિ માટેની અપેક્ષા રાખનારા હતા.

time-read
1 min  |
July 03, 2021
કોરોના સંક્રમણ ઘટતાં રાજકીય ચેતના જાગી
ABHIYAAN

કોરોના સંક્રમણ ઘટતાં રાજકીય ચેતના જાગી

દેશભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થવાની સાથે આંશિકલોકડાઉનમાં હળવાશ અપાઈ રહી છે, વ્યવસાય-રોજગાર ફરી રાબેતા મુજબ થવા જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય રાજકારણમાં પણ હલચલ વધી રહી છે.

time-read
1 min  |
July 03, 2021
બાળકોના માનસિક સ્વાથ્યને મજબૂત બનાવો
ABHIYAAN

બાળકોના માનસિક સ્વાથ્યને મજબૂત બનાવો

લોકોને કોરોના મહામારીના સંકટમાંથી થોડી રાહત મળી છે. હવે ઓલમોસ્ટ મોટા ભાગના નિયમો હળવા થઈ ગયા છે. રોજિંદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે, પણ બાળકો માટે ગઇકાલે જે માહોલ હતો આજે પણ એ જ છે. પરિણામે બાળકોને જેટલી અસર શારીરિક થઈ છે એનાથી અનેકગણી માનસિક અસર થઈ છે, પણ શારીરિક અસર આપણે સૌ જોઈ શકીએ છીએ, જ્યારે માનસિક અસર કળવી મુશ્કેલ છે. તે અનુભવવી જરૂરી છે. તેથી જ બાળકોના માનસિક સ્વાથ્ય પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

time-read
1 min  |
July 03, 2021
બધા મનુષ્ય મારી પ્રજા છે...જગતના નાથનું વચન છે!
ABHIYAAN

બધા મનુષ્ય મારી પ્રજા છે...જગતના નાથનું વચન છે!

ઉત્સવના દિવસો નજીક છે. રથયાત્રા પહેલાં મેદાનમાં ફૂટબોલ ઊછળવા લાગે, નાનાં ભૂલકાંઓથી મોટાં મંદિરો રથ બનાવવા અને શણગારવામાં વ્યસ્ત થઈ જાય. નવી નવલકથા, નવું નાટક, શારદીય સાહિત્ય અને દુર્ગાપૂજા માટે મૂર્તિઓ ઘડવાનું કાર્ય આરંભ થાય. વરસાદ અને સર્જનનો કુદરતી મેળ જામી જાય. મહેશ-શ્રીરામપુર, ઇસ્કોન-માયાપુર સાદગી સાથે રથયાત્રા પર્વ ઊજવવાનું જાહેર કરી ચૂક્યા છે.

time-read
1 min  |
July 03, 2021
કચ્છમાં કોરોનાના કારણે સ્કૂલો બંધ થવાની સંખ્યા વધશે
ABHIYAAN

કચ્છમાં કોરોનાના કારણે સ્કૂલો બંધ થવાની સંખ્યા વધશે

કોરોના કાળમાં વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પરવડતી ન હોવાથી સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા વધશે અને તેના પગલે નાની અને આર્થિક ભારણ ખમી ન શકનારી સ્કૂલો બંધ થવાની શક્યતા વધશે. કચ્છમાં આ વર્ષે ત્રણ ગણી વધુ શાળાઓ બંધ થવાની શક્યતા સેવાઈ રહી છે.

time-read
1 min  |
July 03, 2021
આર્કાઈવ્ઝના સ્થાનાંતરણમાં દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા
ABHIYAAN

આર્કાઈવ્ઝના સ્થાનાંતરણમાં દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા

સેન્ટ્રલ વિસ્ટાના નિમણિના ભાગરૂપે નેશનલ આર્કાઇઝ એક્સટેન્શનના સ્વાભાવિક સ્થાનાંતરણને કારણે આ આકઇઝમાં રાખવામાં આવેલા દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્ઝને નુકસાન થવાની સંભાવના અંગે ભારતના અને વિદેશના વિદ્વાનોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.

time-read
1 min  |
July 03, 2021
કોરોના વેક્સિન : હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રામક માન્યતા પ્રવર્તે છે
ABHIYAAN

કોરોના વેક્સિન : હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રામક માન્યતા પ્રવર્તે છે

કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક નિવડી છે. હવે માંડ-માંડ બધું રાબેતા મુજબ થઈ રહ્યું છે. જોકે, નિષ્ણાતોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોના નાબૂદ કરવા અને દેશવાસીઓને આવનારા ખતરામાંથી ઉગારવા માટે સૌથી મોટું રસીકરણનું અભિયાન હાથ ધરાયું છે, પરંતુ કોરોનાની રસીને લઈને ભ્રામકતાના કારણે લોકો ડરી રહ્યા છે.

time-read
1 min  |
July 03, 2021
સારસા વાછરડી ઉછેર કેન્દ્રમાં સરોગસી દ્વારા જોડિયા વાછરડીનો જન્મ
ABHIYAAN

સારસા વાછરડી ઉછેર કેન્દ્રમાં સરોગસી દ્વારા જોડિયા વાછરડીનો જન્મ

સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ સરોગસી માટે ચરોતર પંથકનું એનઆરઆઈ શહેર એટલે કે આણંદ ખૂબ જ જાણીતું છે. અત્યાર સુધી તો સરોગસીથી મહિલાઓ બાળકને જન્મ આપતી હતી, પરંતુ હવે સરોગસી પદ્ધતિ દ્વારા ગાયએ મોનોઝિગોટિક જોડિયા વાછરડીને જન્મ આપ્યો છે. એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા જોડિયા વાછરડીનો જન્મ થાય એવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે

time-read
1 min  |
June 26, 2021
રોમ, નીરો 'ને ફિડલ
ABHIYAAN

રોમ, નીરો 'ને ફિડલ

રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો એવું ઘણાએ વાંચ્યું હશે અને ઘણાએ સાંભળ્યું હશે. શરૂમાં એ વાક્ય છપાયું ને બોલાયું હશે ત્યારે તેની સાથે આગળ ને પાછળ કરેલી વાત પરથી લોકોને ખ્યાલ આવ્યો હશે કે કવિ કહેવા શું માગે છે. મૂળે એ ઉક્તિ અંગ્રેજી ભાષાની 'ને વિદેશી પત્રકારત્વની. આવું વાંચવા કે સાંભળવાથી લોકોનું એક રૂંવાડુંય ફરકતું નથી હોતું. કે જેમનું ફરકતું હોય તેમનો એક રોમ પોતાનું ફરકવું બદલતો નથી હોતો. આવી ઉક્તિઓ રાજકીય રીતે બબડાટ કે બકવાસ જેટલું મૂલ્ય ધરાવે. લોકોને શું લાભ? એથી વિશેષ ભારતના કે ગુજરાતના કેટલા લોકોને રોમ, નીરો અને ફિડલ અંગે માહિતી હશે? વિદેશી ચીજ વાપરીને લોકલ થિંગ્સ મારી નાંખવાની ચાલને લોકશાહી કે માનવતાવાદી ના કહી શકાય. લોકોની ખરી ચિંતા કરવી હોય તો લોકોને ફાયદો થાય એ વાત લોકોની ભાષામાં કરવી જોઈએ. જો કે અમુક કલમકારતમુક મર્યાદાને કારણે વ્યસન મુક્ત ના થઈ શકે. હશે. આવો આપણે ફિડલ અંગે થોડું જાણીએ.

time-read
1 min  |
June 26, 2021
રાષ્ટ્રીય રાજનીતિને અસરકર્તા ઘટનાક્રમ
ABHIYAAN

રાષ્ટ્રીય રાજનીતિને અસરકર્તા ઘટનાક્રમ

રાષ્ટ્રીય રાજકારણમાં ફરી ઊથલપાથલનો દૌર શરૂ થયો છે. મોટા ભાગની ઘટનાઓ પ્રાદેશિક સ્તરની જરૂર છે, પરંતુ એ રાષ્ટ્રીય રાજનીતિને પ્રભાવિત કરનારી ઘટનાઓ છે. ચૂંટણીલક્ષી રાજકારણના આ સમયમાં ચૂંટણી પહેલાંના વર્ષથી રાજકીય પક્ષો અને નેતાઓ તેમના પક્ષ અને વ્યક્તિગત રાજકીય હિતોને લક્ષમાં રાખીને તખ્તો તૈયાર કરવામાં વ્યસ્ત બની જાય છે. છેક છેલ્લી ઘડીએ પાસા પલટવામાં સફળતાની ગેરંટી હોતી નથી. એટલે પાત્રોની રાજકીય કારકિર્દી માટે ચિંતિત લોકો હવે ઘણા વહેલા પક્ષ પલટો કરવા લાગ્યા છે. એક સમયે કોંગ્રેસના ટોચના અગ્રણીમાં જેમની ગણના થતી હતી અને ગાંધી પરિવારના નિકટના વ્યક્તિ ગણાતા હતા તે જિતિનપ્રસાદે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ઘણા સમય પહેલાં કોગ્રેસ છોડી ભાજપમાં જવાનું નક્કી કર્યું, તેમાં આવું જ ગણિત કામ કરી ગયું છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને આ મોટો ફટકો છે. કોંગ્રેસ જ્યારે રાજયની આગામી ચૂંટણીમાં સારાં પરિણામો માટે પ્રયત્નશીલ હોય ત્યારે જિતિનપ્રસાદ જેવા નેતાની નારાજીનો નિવેડો લાવી ન શકે અને પક્ષ છોડવાની તેમની હિલચાલ વિશે અનભિજ્ઞ રહે એ વિસ્મયજનક લાગે છે.

time-read
1 min  |
June 26, 2021
જીવનના દરેક પડાવને જુદા દષ્ટિકોણથી નિહાળતી નારી
ABHIYAAN

જીવનના દરેક પડાવને જુદા દષ્ટિકોણથી નિહાળતી નારી

લગ્ન થયા અને બાળકો આવ્યા પછી મોટા ભાગની મહિલાઓ કારકિર્દીને અલવિદા કહી દેતી હોય છે. જ્યારે ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે જોબ, પરિવાર, બાળકોની જવાબદારી બધું સાથે લઈને ચાલે છે. જોકે હવે માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ છે બાળઉછેરમાં સંપૂર્ણ યોગદાન આપવાનો. ઉચ્ચ અભ્યાસ-સારો હોદ્દો-પ્રતિષ્ઠા હોવા છતાં મહિલાઓ માતા બન્યા બાદ કારકિર્દીના સ્થાને બાળઉછેરને પ્રાથમિકતા આપી રહી છે.

time-read
1 min  |
June 26, 2021
ઉતાવળે આંબા ન પાકે...આંબો ખાવો તો મીઠો!
ABHIYAAN

ઉતાવળે આંબા ન પાકે...આંબો ખાવો તો મીઠો!

પશ્ચિમ બંગાળનો આંબો એટલે કેરી, પહેલીવાર આરબ દેશ બહેરિનમાં આમ ઉત્સવમાં મહેક્યો છે. આઠ દિવસીય ઉત્સવમાં ભૌગોલિક ઓળખ સાથે પશ્ચિમ બંગાળની કેરીની સોળ પ્રજાતિઓની ચાર હજાર કિલો બહેરીન પહોંચી છે. જેમાં માલદાની લક્ષ્મણભોગ, ફજલી, ક્ષીરસાપતી, આમ્રપાલી અને લંગડા. નદિયાની ચાટરજી, કાલાપહાડ, હિમસાગર, ગુલાબખાસ, રાનીપ્રસાદ, ચંપા, ભવાની અને યુવાની. બહેરિનમાં પોસ્ટરો અને બેનરોમાં રસમધુર ગુલાબખાસ અને હિમસાગર આકર્ષણ બન્યાં છે.

time-read
1 min  |
June 26, 2021
પશ્ચિમ બંગાળનો હવાલો સ્મૃતિ ઇરાનીને સોપાશે?
ABHIYAAN

પશ્ચિમ બંગાળનો હવાલો સ્મૃતિ ઇરાનીને સોપાશે?

ભાજપમાં પશ્ચિમ બંગાળનો હવાલો સંભાળતા કૈલાશ વિજયવર્ગીયના સ્થાને હવે આ કામગીરી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સોપવામાં આવનાર છે.

time-read
1 min  |
June 19, 2021
શિખરે પહોંચવાનું સ્વપ્ન!
ABHIYAAN

શિખરે પહોંચવાનું સ્વપ્ન!

શિખર ખર સુધી પહોંચવા લોકો જાતજાતના પ્રયોગો કરતા હોય છે. પશ્ચિમ બંગાળના આસનસોલ નજીક એક ગામમાં પોલીસ સ્ટેશનની સામે અજાયબ સાઈકલ ટાવર છે, જે સાઈકલનાં પૈડાંથી બનાવવામાં આવ્યું છે. ચાલીસ ફૂટ ઊંચું ટાવર લોકોનું ધ્યાન ખેંચે છે. આ પહેલાં એક કસબીએ નકામા થઈ ગયેલાં તાળાંઓથી ઘોડો બનાવ્યો હતો! સપનાં સાકાર કરવા માટે કેટલો ભોગ આપવો પડે છે તે લોકોને યાદ રહેતું નથી. યુક્તિ-પ્રયુક્તિથી શિખરે પહોંચવાની દોડ પ્રગતિની નથી.

time-read
1 min  |
June 19, 2021
તામિલનાડુના આખાબોલા નાણાપ્રધાન
ABHIYAAN

તામિલનાડુના આખાબોલા નાણાપ્રધાન

નવા નાણાપ્રધાન તામિલનાડુના પલાનિવેલ ત્યાગરાજન અસાધારણ યોગ્યતા ધરાવતા હોવાને કારણે બીજાથી અલગ તરી આવે છે.

time-read
1 min  |
June 19, 2021
રસીકરણ કેન્દ્ર હસ્તક ફાળવણીની પારદર્શિતાનું શું?
ABHIYAAN

રસીકરણ કેન્દ્ર હસ્તક ફાળવણીની પારદર્શિતાનું શું?

કોરોના સંક્રમણ સામેના જંગમાં ખાસ કરીને જયારથી રસીકરણ ઝુંબેશનો આરંભ થયો ત્યારથી જે નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાવાનું શરૂ થયું તેને માટે કેન્દ્ર અને રાજયોમાં આ શાસન કરતા તમામ પક્ષો જવાબદાર છે. ઝડપી અને આયોજનબધ્ધ રસીકરણ દ્વારા લોકોને મહામારીમાંથી બચાવવાની મહત્ત્વની વાત વિસરાઈ ગઈ અને ખોટા યશ મેળવવાની પ્રતિસ્પર્ધા વધી ગઈ. દેશના સમવાય તંત્રની દુહાઈ દઈને રસીકરણ કાર્યક્રમમાં રાજયોને મહત્ત્વની ભૂમિકા આપવાની માગણી થઈ. વેક્સિનની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી અને તેમાં તથ્ય પણ જણાયું. આમ છતાં કેન્દ્ર સરકારે ફાળવણીનાં ધોરણો જાહેર કર્યા નહીં અને ફાળવણીની પ્રક્રિયાને સંદિગ્ધ રહેવા દેવાઈ. મામલો અદાલત સુધી પહોંચ્યો. આક્ષેપબાજીના દૌર પછી રાજયોની માગણી અનુસાર વેક્સિનની ૨૫ ટકા ખરીદીની જવાબદારી રાજયોને સોંપાઈ, પરંતુ ખરીદીની પ્રક્રિયા વ્યાવહારિક મુશ્કેલીનો અનુભવ થયા પછી કેટલાંક રાજયોએ ફરી ખરીદી કેન્દ્ર સરકાર સંભાળે એવો સૂર વ્યક્ત કર્યો.

time-read
1 min  |
June 19, 2021
એસ. જયશંકર અમેરિકામાં કમલા હેરિસને પણ મળ્યા હતા
ABHIYAAN

એસ. જયશંકર અમેરિકામાં કમલા હેરિસને પણ મળ્યા હતા

આ વિદેશપ્રધાન એસ. જયશંકર તાજેતરમાં અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા પછી કોઈ વરિષ્ઠ ભારતીય અધિકારીની પ્રથમ અમેરિકા મુલાકાત હતી.

time-read
1 min  |
June 19, 2021
વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થશે?
ABHIYAAN

વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થશે?

વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ક્યારેક મગરોને લઈને તો ક્યારેક સ્વચ્છતાને લઈને ચર્ચાનો વિષય બને છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી, એટલે કે ૧૨ વર્ષો કરતાં પણ વધારે સમયથી રાજ્ય સરકાર વડોદરા કોર્પોરેશનને વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા, પુનઃજીવિત કરવા રૂપિયા ફાળવે છે, આમ છતાં સ્થિતિ એની એ જ છે.

time-read
1 min  |
June 19, 2021
કોરોના મહામારી અને કારકિર્દી મહિલાઓમાં અસમંજસની પરિસ્થિતિ
ABHIYAAN

કોરોના મહામારી અને કારકિર્દી મહિલાઓમાં અસમંજસની પરિસ્થિતિ

કોરોના મહામારીને કારણે મહિલાઓમાં કારકિર્દીને લઈને નિરાશા અને નિરુત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના સંકટને કારણે ઑફિસનું કામ સંભાળવાની સાથે ઘરના બધા કામકાજ, પરિવારની સારસંભાળ રાખવાની જવાબદારી મહિલાઓના શિરે આવી ગઈ. છેલ્લા દોઢ વર્ષથી મહિલાઓ સતત આ જ ઘરેડમાં પોતાનું જીવન જીવી રહી છે, પરિણામે તેઓ માનસિક થાક અનુભવી રહી છે અને તેની સીધી અસર તેમની કારકિર્દી પર પડી રહી છે.

time-read
1 min  |
June 19, 2021
આયુર્વેદમાં હજારો વર્ષ જૂની દવા પદ્ધતિનો ઉપયોગ કરી બનાવો બેસ્ટ કરિયર
ABHIYAAN

આયુર્વેદમાં હજારો વર્ષ જૂની દવા પદ્ધતિનો ઉપયોગ કરી બનાવો બેસ્ટ કરિયર

આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ધીમે-ધીમે યુવાનો આયુર્વેદ તરફ વળતા થયા છે. એટલું જ નહીં, પરંતુ આયુર્વેદ શું છે..? તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વગેરે..વગેરે. જાણવું યુવાનો માટે પ્રિય વિષય બની રહ્યો છે. યુવાનોને આ ફિલ્ડ પસંદ છે તે એમાં ઊંડા ઊતરી કારકિર્દી બનાવી શકે છે.

time-read
1 min  |
June 19, 2021