CATEGORIES
Categories
શૃંગાર: સાહિત્ય, સિનેમા અને પોર્ન સુધીની સફર
ક્ષણોનું બરછટપણુ જ્યારે ખાવા દોડ્યું હશે ત્યારે આદિમ મનુષ્ય કલ્પના અને સર્જનશક્તિથી, કુદરતી પ્રેરણા વડે શૃંગારને એક મહત્ત્વના શાસ્ત્ર તરીકે સમજવાની શરૂઆત કરી હશે! આજે એ સમજ ઘણી વિસ્તૃત અને પાકટ થઈ ચૂકી છે.
વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...!
સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ શૃંગારના દ્રાવણમાંથી જ તો થઈ છે. આખાય અસ્તિત્વના આનંદ અને ઊર્જાનો સ્ત્રોત આ શૃંગાર જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, મનુષ્યોમાં હું કામ છું. તો પછી એનાથી ભાગવાની શી જરૂર?
નવોઢાના શૃંગારનું કલા-વિધાનવર્ણવે છે મુંબઈનાં ખ્યાતનામ બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ સ્નેહા એસકે
સ્નેહા છેલ્લા ચાર વર્ષથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ રિલિજિયન, કોમ્યુમ અને ક્વેલરીના આધારે બ્રાઇડલ મેકઅપ કરે છે. ઇન્સ્ટાગ્રામના જમાનામાં બ્રાઇડ સેલિબ્રિટી બ્રાઇડ મેકઅપની ડિમાન્ડ સ્નેહા પાસે કરે છે.
છલકે છે રૂપ ઓ સુંદરી!
બંગાળીમાં વિવાહનો ઠસ્સો તદ્દન અલગ અને પરંપરાગત રહો છે. કેશ ગૂંથણી, અંબોડો તેમાં રત્નજડિત પિનો, મહેકતાં ફૂલો, રંગાયેલા નખ પણ લાલ આલતાથી પગ પર કલાત્મક ચિત્રણ અને બદામી આંખોમાં આંજણ સાથે નયનો ધારદાર દેખાય.
કાગળ પર ફરતી પેન્સિલ અને તેની રેખા દ્વારા સર્જાતું ચિત્ર એ જ શૃંગાર
કલાકારોના મતે દુનિયામાં શૃંગારરસ સિવાય કંઈ જ નથી. જ્યાં કોઈ પણ પ્રકારના સર્જનની વાત આવે ત્યાં શૃંગાર હોય જ છે.ચિત્રકલા એટલે લાવણ્ય અને લાવણ્ય એટલે જ શૃંગાર. શૃંગારરસ'ને ચિત્રકલાને પરાપૂર્વથી સાતત્યપૂર્ણ નાતો રહ્યો છે.
પુરુષ સાજ-સજ્જા કરે છે, શૃંગાર નહીં
પુરુષ સલૂનમાં જઈને ફેસિયલ, હેર ટ્રીટમેન્ટ વગેરે કરાવે છે. પ્રભાવશાળી દેખાવ માટે સૌંદર્ય પ્રસાધનો વાપરે છે. આભૂષણ ધારણ કરે છે. વસ્ત્ર પરિધાનમાં પણ લગભગ સ્ત્રીઓના જેટલી જ ચીવટ રાખે છે. આમ છતાં પુરુષે શૃંગાર કર્યો છે એમ નહીં કહેવાય.
આંતરિક સૌંદર્ય અને બાહ્ય સૌંદર્ય બંને પરસ્પર સંકળાયેલાં છે
સુંદર દર દેખાવવા માટે શૃંગારની જરૂર પડતી હોય છે અને શૃંગાર કરવા માટે મેકઅપ આર્ટિસ્ટની જરૂર પડતી હોય છે.
અંતિમ સંસ્કાર પહેલાંના અંતિમ શૃંગારની પરંપરા
બીમાર અવસ્થામાં પથારીવશ મહિલા તેમને સ્પંજ કરવા આવનાર સેવિકાને આવું કહે અને પછીની પંદર મિનિટમાં જ દેહત્યાગ કરે ત્યારે પ્રશ્ન થાય કે આવી ઇરછા, આવા શબ્દોની પ્રેરણા માટે કોઈ ચેતના કામ કરતી હશે?
અખંડ સૌભાગ્યવતી મહિલાના સોળ શૃંગાર
એક સૌભાગ્યવતી મહિલા પોતાના રાજા માટે જે સોળ શણગાર કરે છે એ નીચે મુજબ છે. એમાંના કેટલાક થાયી શૃંગાર છે તો કેટલાકને વસ્ત્ર પરિધાન કે પ્રસંગોપાત અનુકૂળતા મુજબ મેચિંગ કે કોન્ટ્રાસમાં બદલી શકાય છે.
'ચાંલ્લા' સાચા શૃંગારની ઓળખ
શૃંગારની વાત આવે એટલે તેમાં સૌથી ઉપર સ્થાન બિંદી એટલે કે ચાંલ્લાને આપવામાં આવ્યું છે. કોઈ પણ સ્ત્રી સંપૂર્ણ શૃંગાર કરે પણ જો ચાંલ્લો લગાવવામાં ના આવ્યો હોય તો તે શૃંગારને અપૂર્ણ માનવામાં આવે છે.
કચ્છનાં ગામોનાં નામોની પણ છે અનોખી ગાથા
જેવી રીતે કચ્છની સંસ્કૃતિ, પહેરવેશ, ખોરાક વગેરે પર અહીંની પ્રકૃતિનો પ્રભાવ જોવા મળે છે તેવી જ રીતે ગામનાં નામો પર પણ પ્રકૃતિનો પ્રભાવ સહેલાઈથી જોઈ શકાય છે. અનેક ગામોનાં નામો સ્થાનિક વનસ્પતિ, નદી, ડુંગર આધારે છે. સંસ્કૃત ભાષા આધારિત નામો પણ જોવા મળે છે.
સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનો આર્થિક હિતોનું આયોજન કરવામાં મદદ કરો
વ્યક્તિ સારું અને સુરક્ષિત જીવન જીવવા માટે નાણા કમાય છે. પરિવારનો જીવનનિર્વાહ કરવા ઉપરાંત તેમની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાણાનું સુરક્ષિત આયોજન કરવું એ આજના સમયની માગ છે.
વોકેથોનની સીમા અર્ચના માટે સીમારહિત ઉડાન બની ગઈ
આપણે ત્યાં એમ કહેવાય છે કે સ્ત્રીનાં લગ્ન થાય એટલે સપના ભગ્ન થાય, પણ જો લગ્ન બાદ સ્ત્રીના સપનાને સાકાર કરવાની તક મળે તો એને શું કહેવાય! એને કહેવાય, અર્ચના સરદાના. અર્ચના સરદાના એવી મહિલા છે જેને લગ્ન બાદ જીવનની કેડી કંડારવાની તક સાંપડી. દરેક મહિલા અર્ચના સરદાના જેટલી ખુશકિસ્મત નથી હોતી, પણ અર્ચના એ દરેક સ્ત્રી માટે પ્રેરણા છે, જે જીવનમાં કશુંક કરવાની, કશુંક બનવાની ખેવના રાખે છે.
ડોલ્ફિન માટે અભય વરદાન!
ગંગામાં ડોલ્ફિન બહુ ઓછું જોવા મળતું જળચર છે. આમ તો દુનિયામાં ચાલીસ જેટલી ડોલ્ફિનની પ્રજાતિ છે. ભારતમાં ફક્ત ગંગામાં આ સ્તનધારી જળચર દેખાય છે. ભારત સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી છે.
પ્રધાનમંડળની પુનર્રચનાના અનેક સંધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળના બે વર્ષ પછી કરેલી પ્રધાનમંડળની પુનર્રચના એ એક પ્રકારે સરકારના ચહેરાને બદલવાનો વ્યાયામ બની રહ્યો.
ગુજરાતનાં નવા રાજકીય પરિબળનો કસોટી કાળ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને આમ આદમી પાર્ટીના રૂપમાં નવા રાજકીય પરિબળના થઈ રહેલા ઉદયની ચર્ચા સોશિયલ મીડિયામાં સવિશેષ થઈ રહી છે. અવનવા સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમાં સામેલ થઈ રહ્યા છે.
આરટીઇ અંતર્ગત શિક્ષણમાં જાગૃતિ, પણ... ગરીબો સારી શાળાઓથી વંચિત
શિક્ષણ ક્ષેત્રમાં આવેલી જાગૃતિના અનુસંધાનમાં લોકો હવે પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માટે આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવવા જાગૃત બન્યા છે. મહત્ત્વની વાત એ છે કે ચાલુ વર્ષે રાજ્યના શહેરી વિસ્તારોમાંથી પણ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા અરજીઓ આવી છે. આરટીઇ અંતર્ગત ધોરણ-૧થી ૮ના ગરીબ પરિવારનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.
સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ અને સહકારની ભાવના
ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનના મૃત્યુને આશરે ચાર દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં તે આજે પણ સૌથી વધારે સ્મરણ કરાતા વૈજ્ઞાનિકોમાંથી એક છે.
સરકારનું આર્થિક પેકેજ અર્થતંત્રને વેગ આપશે ?
કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે દેશવ્યાપી લોકડાઉનના અંત પછી અર્થતંત્ર ઝડપભેર
શ્રીકૃષ્ણના વ્રજ-મંડળમાં અલ્પ પરિચિત એવું એક સ્થળ 'ટેર-કદમ'
શ્રીકૃષ્ણના વ્રજ-મંડળમાં નંદગામ નજીક એક અદભુત સ્થળ છે ‘ટેર-કદમ'.
શૂદ્રો તો રાજાઓ હતા 'ને ઋષિઓ પણ!
શૂદ્રપર્વ'ના રચયિતા પ્રવીણ ગઢવી કહે છે કે શૂદ્રપર્વ વેદો-પુરાણોની કથાઓ પર આધારિત છે. વાર્તાસંગ્રહ “શૂદ્રપર્વ: “સવાયા દલિત' પ્રવીણ ગઢવીની અનન્ય દલિતનિષ્ઠા, પ્રતિબદ્ધતાપૂર્વકની સર્જકતા અને વેદોપુરાણોના ગહન અભ્યાસનું પરિણામ છે, “શૂદ્રપર્વ'. વેદોમાં વર્ણાશ્રમ હતો, પરંતુ અસ્પૃશ્યતા નહોતી, એમ વેદો-પુરાણોના થકવી દેતા અભ્યાસ પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ તારવી આપ્યું છે, તેનો જ તંતુ મેળવીને પ્રવીણ ગઢવી પણ કહે છે કે, વેદકાળમાં શૂદ્ર એક જાતિ હતી, જેમને અગમ્ય કારણોસર બહિષ્કાર કરી દેવાથી તેઓ ચતુર્થ વર્ણ બની ગયા. આ શૂદ્રો જેઓ ત્યારે યજ્ઞનો અગ્નિ પ્રગટાવી શકતા, જનોઈ ધારણ કરી શકતા. તેઓ બહિષ્કૃત થવાને કારણે ચતુર્થ વર્ણ બની રહ્યા. તેમ છતાં – ચતુર્થ વર્ણમાં ધકેલાયા હોવા છતાં– શૂદ્રો ત્યારે અસ્પૃશ્ય નહોતા.
રફાલઃ ફ્રાન્સની તપાસના પરિણામની રાહ જોઈએ
ભારત સાથેના રફાલ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસનો ફ્રાન્સની અદાલતે આદેશ આપતાં ભારતમાં પણ ફરી રફાલ સોદાની તપાસનું ભૂત ધૂળ્યું છે.
પાક. એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી જલ્દી નીકળી નહીં શકે
પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ગ્રે લિસ્ટમાં યથાવત્ રહ્યું છે.
ધી ગુડ પ્લેસઃ નર્ક એટલે બીજા મનુષ્યો!
મૃત્યુ પછીના જીવન માટે સ્વર્ગ અને નર્કની સૌની પોતપોતાની થિયરીઓ હશે.
તો ચલ પાર...અબ કી બાર!
હુગલી નદીના કાંઠે હોડીઓ હાલકડોલક થતી હોય ત્યારે એકતારો વગાડતાં ગાયકો ગાતા હોય છે, હલેસાં માર, બાજુઓનું જોર લગાવ...
કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબનો કોયડો ક્યારે ઉકેલાશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચના અને વિસ્તરણમાં થઈ રહેલો વિલંબ એ એક પ્રકારે મુશ્કેલ કોયડો બની રહ્યો છે.
ચોગ ઇન્સ્ટ્રક્ટર માટે દેશ-વિદેશમાં છે કારકિર્દીના અઢળક અવસર
યોગ ભારતીય સાંસ્કૃતિનું અભિન્ન અંગ.
કોરોનાએ પાંજરાપોળોને પણ મુશ્કેલીમાં મૂકી
કચ્છમાં સવાસોથી વધુ પાંજરાપોળ અને ગૌશાળા છે. મોટા ભાગની પાંજરાપોળો રખડતાં, ભટક્તાં, બિનઉપયોગી, માંદા, લૂલા-લંગડા પશુઓને સાચવે છે. મહાજનો દ્વારા અપાતાં દાન આધારિત પાંજરાપોળો કોવિડ ૧૯ની મહામારી વખતે ભારે આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે. દાતાઓ તરફથી આવતાં દાનમાં ૬૦થી ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સરકારે મહામારીના સમયમાં પશુદીઠ સહાય જાહેર કરી હોવા છતાં તે અપૂરતી છે.
કોનોકાર્પસ વનસ્પતિ 'ગાંડો બાવળ' સાબિત થશે?
વર્ષો પહેલાં રણને આગળ વધતું અટકાવવા માટે લગાવેલો ગાંડો બાવળ આજે પર્યાવરણની કદી ભરપાઈ ન થાય તેવી હાનિ કરી રહ્યો છે. દેશી અને સ્થાનિક વનસ્પતિઓના ભોગે વધતા ગાંડા બાવળને અટકાવવાના તમામ પગલાં નિષ્ફળ ગયા છે, ત્યારે કચ્છ સહિત ગુજરાતભરમાં હરિયાળી પટ્ટી વધારવા માટે લગાવાતો ફોનોકાર્પસ પણ પર્યાવરણને ભારે હાનિ પહોંચાડશે તેવી ભીતિ પર્યાવરણવિદો જોઈ રહ્યા છે.
એકાન્તમાં જે ચિંતવન કરો એ જ ચિત્તવન પર છવાઈ જશે!
બુદ્ધને કે મહાવીરને કદી એવો વિચાર પણ ન આવ્યો કે જેના કલ્યાણ માટે તેઓ તપ કરે છે એ માણસજાતમાં કોઈ પાત્રતા નથી. તેમણે યોગ્યતા જોયા વિના સહુની ઉપર અમૃત વર્ષા કરી અને એમ લાખો લોકો ધન્ય થયા.