CATEGORIES
Categories
અમદાવાદ અને ટાઉન પ્લાનિંગ
૧૪૫૧માં બંધાયેલ કાંકરિયા તળાવનું, ટાઉન પ્લાનિંગ સુધારણાના ભાગ રૂપે ૧૮૭૩માં રિપેરિંગ કરવામાં આવ્યું. ૩૪ સાઇડ અને આજુબાજુના બગીચા સાથે ૭૨ એકરમાં ફેલાયેલું હતું બોમ્બે ટાઉન પ્લાનિંગ ઍક્ટ ૧૯૧૫ હેઠળ બોમ્બેના કન્સલ્ટિંગ સર્વેયર મિ. એ.ઈ. મિરાંતે અમદાવાદનો પ્રથમ કોમ્પ્રિહેન્સી પ્લાન ૧૯૧૬માં બનાવેલો
અમદાવાદનો હું અને મારું અમદાવાદ
આ શહેરમાં મને ૪૧ વર્ષ અને આમ ૬૧૨ વર્ષ કરતાં જૂનું શહેર છે. એટલે કે ગુજરાતી કવિતામાં આદ્યકવિ નરસિંહ મહેતાના વખત જેટલું આ શહેર છે. અમદાવાદ અને અમદાવાદી જુદા નથી! વર્ષો પહેલાં જે અમદાવાદ છોડીને ગયા હોય અને હવાફેર કરવા ફરી વર્ષો પછી અમદાવાદ આવે ત્યારે એમને આ અમદાવાદ છે!' - એવું આશ્ચર્ય થાય છે
કચ્છ-સૌરાષ્ટ્રએ ખુમારીથી વાવાઝોડાનો સામનો કર્યો
વાવાઝોડાના ભૂતકાળના અનુભવની સરખામણીમાં આ વખતે લોકોને જુદો - સારો અનુભવ થયો હતો. તેને કારણે જ આ વખતે સરકારી તંત્ર સામે બહુ ફરિયાદો સાંભળવા મળી નથી
સમાન સિવિલ કોડને અપનાવવાની દિશામાં એક કદમ
કાનૂની પંચે નાગરિકોના અભિપ્રાય મેળવવાની શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામ શું આવે છે અને એ પછી સરકાર કેવું વલણ અપનાવે છે તેના ઉપર હવે સૌની નજર રહેશે
ડ્રીમ પ્રોજેક્ટ!
અમારા આમ ભોળા બહુ.… મને એ ઘણીવાર કહે, હવે ચોથી વાર તારે મેટ્રિકની પરીક્ષા આપવી નથી. ભૂલથી જો પાસ થઈ જાય, તો સમાજના લોકોને પહોંચી ન વળાય
ગદર-૨, એનિમલ અને OMG: તમે કઈ ફિલ્મ જોશો?
બંને ભાઈઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો મોટા પડદે ટકરાશે
લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ
યોગી નારોપાની પ્રાર્થનાથી લામાયુરુ ગામના તળાવનું પાણી ઓસરી ગયું. ત્યાં ચંદ્રની ભૂમિ પર રચાય તેવો મૂનસ્કેપ રચાયો ને નારોપાએ પર્વતો, ટેકરીઓની વચ્ચે લામાયુરૂ મઠની સ્થાપના કરી
વૈવિધ્યસભર કચ્છમાં મ્યુઝિયમોની પણ વિવિધતા
કચ્છમાં અલગ-અલગ પ્રકારનાં ૧૭થી વધુ અને ભુજ તથા આસપાસના વિસ્તારમાં ૧૧થી વધુ નાનાં-મોટાં મ્યુઝિયમ છે. અમુક ખાનગી સંગ્રાહકો પણ સંગ્રહાલય ઊભું થઈ શકે તેટલી વસ્તુઓ ધરાવે છે. પરંપરાગત સંગ્રહાલયો ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રના વિવિધ નમૂનાઓ ધરાવતાં, હસ્તકલાના અલભ્ય નમૂના ધરાવતાં, એકાદ-બે સદીઓ જૂના ઐતિહાસિક દસ્તાવેજો ધરાવતાં મ્યુઝિયમો પણ કચ્છની શાન સમા છે. તાજેતરમાં જ બનેલું ભૂકંપ અંગેની માહિતી આપતું સ્મૃતિવન અને વિજ્ઞાનનું મ્યુઝિયમ પણ અનોખી ભાત પાડનારું છે.
સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ
વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ
સંવેદના સુવાલકાની ડોક્ટરમાંથી એક્ટર થવાની સફર
હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ, ‘બે યાર’ અને ‘નટસમ્રાટ’ જેવી ગુજરાતી ફિલ્મ તથા ‘દૃશ્યમ-૨’ અને આ સપ્તાહે (૧૫મી જૂન) ઍમેઝોન પ્રાઇમ પર આવી રહેલા શૉ ‘જી કરદા’માં મહત્ત્વનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી સંવેદના સુવાલકાની ‘અભિયાન' સાથે એક્સક્લુઝિવ વાતચીત.
દીર્ઘકાલીન ગુજરાતી સામયિકોના તંત્રીઓનું સન્માન
ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું જેમણે સંવર્ધન કર્યું છે અને જેમણે ધર્મ અને સંસ્કારની જાળવણી કરી છે એવાં સામયિકોનું સન્માન કરવાનો અલૌકિક, અદ્વિતીય અને આ પ્રસંગ અદ્ભુત, અભિનંદનને પાત્ર છે
અમદાવાદમાં યોજાઈ અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા
સ્મિતા શાસ્ત્રી છેલ્લાં બાવન વર્ષથી ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યની તાલીમ અને શિક્ષણ આપે છે
છૂટછાટો
અણધાર્યા સંજોગો ઊભા થાય તો એમાંથી રસ્તો કાઢવાની જે તકો છે એની જાણ નહીં હોય
પંઢરપુર વિઠોબાનાં એક મુસ્લિમ પરમ ભક્ત જૈતૂન બી
જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજ આજે તેમના ગામમાં સમાધિસ્થ છે. જ્યાં તેમના ઘરની પાસેથી જગ્યાએ જ તેમની સમાધિ છે. એ જ સમાધિના ઉપરના ભાગે બનાવવામાં આવેલી જૈતૂન બીની મૂર્તિ સાથે શ્રીકૃષ્ણ અને વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ પણ છે. ભાવિક ખૂબ શ્રદ્ધાપૂર્વક આ સ્થાનનાં દર્શનનો લાભ લે છે
પંઢરપુરની અષાઢી પદયાત્રા તુકારામ-જ્ઞાનેશ્વરની પાલખી
૧૦ જૂનના રોજ દેહુથી તુકારામ પાલખી અને ૧૧ જૂનના રોજ આળન્દીથી સંત જ્ઞાનેશ્વર પાલખીનું પ્રસ્થાન થયું. સંત તુકારામ મહારાજ વારકરી સંપ્રદાયના હતા સંત જ્ઞાનેશ્વરનો રથ ખેંચવા માટે દર વર્ષે નવું બળદગાડું આપવામાં આવે છે. સાથે ઘોડો પણ હોય છે. આ અશ્વ પર બેસીને જ્ઞાનેશ્વર મહારાજ કીર્તન કરે છે
આધ્યાત્મિક માર્ગમાં મુદ્રાઓનું મહત્ત્વ
મૉડર્ન મનુષ્યની સવારથી સાંજ સુધીની મહત્તમ ક્રિયાઓ જો આંગળીઓ ના હોય તો અટકી જાય કે ધીમી પડી જાય
વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ
વ્યુત્પત્તિ માત્ર શબ્દવિન્યાસ કરી કેવળ શબ્દજ્ઞાન નથી આપતી, વ્યુત્પત્તિ દ્વારા પહેલાનાં ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ સાથે ઘણો ખ્યાલ આવે છે વ્યુત્પત્તિ શબ્દોના અર્થનો બોધ કરનારી શક્તિ છે
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ધર્મસંકટ
કેનેડાના વડાપ્રધાને વિદ્યાર્થીઓને ન્યાય મળશે એવી ખાતરી આપી
શરદ પવારે અજિત પવારને હાંસિયામાં ધકેલી દીધા
પોતાના અસલી રાજકીય વારસ સુપ્રિયા સુલે છે એ પવારે સ્પષ્ટ કરી દીધું. અજિત પવારને કદ પ્રમાણે વેતરી નાખવાની તક વિચક્ષણ પવારે ઝડપી લીધી, એમાં વિલંબ પણ કર્યો નહીં
અમેરિકાએ જ્યારે ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી
અમેરિકા કે ત્યાંનું વહીવટી તંત્ર કોઈ દેશની લોકશાહીની પ્રશંસા એ માત્ર ત્યાંની સરકારને સારું લગાડવા માટે કરે નહીં તેમ જ કોઈના દબાણથી પણ કરે નહીં અને એટલે જ જ્યારે અમેરિકા ભારતીય લોકતંત્રની પ્રશંસા કરે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે
ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળે છે ત્યારે..
કોંગ્રેસનો ગઢ ગણાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં. આમ આદમી પાર્ટીને એક બેઠક મળી
આઘાતમાંથી મુક્તિની સમસ્યા
વ્યક્તિની ખરાબ સ્મૃતિ મિટાવી દેવાને બદલે તેનો સામનો કરવા, તેની સામે ઝઝૂમવા માટે પ્રેરિત કરવી જોઈએ. જો વ્યક્તિ સુખ-દુઃખ પ્રત્યે વિધેયાત્મક, પોઝિટિવ દ્રષ્ટિકોણ ધરાવતો થાય અને તેને જીવનના એક હિસ્સા તરીકે સ્વીકારીને ચાલે તો આવા આઘાતમાંથી જલ્દી બહાર આવી શકે છે. જે લોકોનું જીવન સંઘર્ષમય હોય એવા લોકો જલ્દી આઘાતમાંથી બહાર આવી જાય છે
મારા માટે ફિલ્મો મહત્ત્વની નથીઃ જેનિફર વિંગેટ
જાણીતી ટીવી ઍક્ટ્રેસની ૨૦૧૫માં બની ચૂકેલી ‘ફિર સે’ નામની ફિલ્મ આખરે ઓટીટી પર રિલીઝ થઈ.
‘ગદર-૨’ પહેલાં જેવી કમાલ કરી શકશે?
સિક્વલ બે રીતે બને. એક તો ખરેખર વાર્તાની માંગ હોય અને બીજી, અગાઉની સફળતાની રોકડી કરવા. ‘ગદર’ના કેસમાં બીજું કારણ વધુ લાગી રહ્યું છે. ‘ગદર’ આવ્યાને વરસો થઈ ગયાં. આ દરમિયાન તમામ ક્ષેત્રે ઘણા ફેરફારો થઈ ચૂક્યા છે, ત્યારે ૧૧ ઑગસ્ટે આવી રહેલી ‘ગદર-૨’ને દર્શકો સ્વીકારશે? ‘ગદર'ની રિ-રિલીઝને કેવો રિસ્પોન્સ મળશે? બ્લૉકબસ્ટર ‘ગદર' ફિલ્મની રસપ્રદ વાતો વાંચો..
સુરક્ષા સ્ત્રીની, રક્ષા પ્રકૃતિની
ક્રિસ્ટિન ચાઇનીઝ અમેરિકન છે તો અમૃતા બ્રિટિશ-એશિયન; ગ્રેસ યુરોપિયન અને તરુણ ભારતીય છે. આ સ્થાપક મંડળી ખુદમાં જ ‘વસુધૈવ કુટુંબકમ્’ની વિભાવના સ્પષ્ટ કરે છે
આજે, ‘ફાધર્સ ડે’ની.. વાત છે!!
કેટલાક પરિવારો હજી પણ સંયુક્ત જોઇન્ટ ફેમિલીમાં રહીને જીવતા હોય છે, કારણ કે કેટલાક ફાધરો પોતાના ઘરમાં રાજાશાહી શાસન ચલાવવાનું પસંદ કરતા હોય છે
ચિત્રકળા પણ આપી શકે છે જીવનદાન
ભુજનાં એક શિક્ષિકા પોતાના સંતાનના મૃત્યુ પછી ડિપ્રેશન સહિતની અનેક માંદગીનો શિકાર બન્યાં હતાં ત્યારે તેમણે ચિત્રકળાના પોતાના શોખને જીવંત કર્યો તો આ શોખે તેમને સજીવન કર્યાં. આજે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના શોખને જીવન બનાવીને જિંદગીને માણી રહ્યાં છે. કચ્છી કળા સાથે દોરેલાં રામાયણ, જૈન તીર્થંકરો, શ્રીનાથજી, રાધા-કૃષ્ણનાં ચિત્રો તેમની આજીવન ચિત્રસાધનાની શાખ પૂરે છે. તીર્થંકરોનાં ચિત્રો રાજસ્થાનના દેરાસરની શોભા બન્યાં છે.
વિદ્યુત ઠાકર: સમભાવ જૂથના સંનિષ્ઠ શુભેચ્છકની વિદાય
દેવેન્દ્ર ઓઝા તેમાંના એક. તેઓ ગુજરાતમાં દિલ્હીના અંગ્રેજી અખબાર ‘સ્ટેટ્સમૅન’ના પ્રતિનિધિ હતા અને ‘સંદેશ’ દૈનિકમાં ‘વનમાળી વાંકો’ નામે રાજકીય કટાક્ષની કૉલમ લખતા, જે ખૂબ જ લોકપ્રિય હતી
અંબાજીમાં થતાં ગુજરાતનાં સલાઇ ગુંદરનાં વૃક્ષ એટલે સુગંધિત ગૂગળ
અરવલ્લીની ગિરિકંદરાઓમાં ઊગેલાં સલાઇ વૃક્ષો વનવાસીઓ માટે જીવાદોરી સમાન છે. આ વૃક્ષોમાંથી નીકળતા ગુંદરને લોકો ગૂગળ તરીકે પણ ઉલ્લેખે છે, કારણ કે સલાઇનાં વૃક્ષોમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ ધૂપ, પૂજાપાઠ અને અનેક રીતે થાય છે. તો શું આ ખરેખર ગૂગળ છે કે ગુંદર, આવો જાણીએ.
ગરીબ વિધાર્થીઓને મળ્યો સંવેદનાનો સ્પર્શ
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે