CATEGORIES
Categories
પાવર ઓફ સ્ટોરી: ‘દૃશ્યમ'ની કોરિયન ભાષામાં (પણ) રિમેક
મોહનલાલ અભિનીત અને જીતુ જોસેફ લિખિત તથા દિગ્દર્શિત ‘દૃશ્યમ’ ફિલ્મની કોરિયન ભાષામાં રિમૅક બનશે. ‘દૃશ્યમ'ની જુદી-જુદી ભાષામાં આ ૮મી સત્તાવાર રિમૅક છે! ચાઇનીઝ સુદ્ધાંમાં ‘દૃશ્યમ’ બની ચૂકી છે. બૉલિવૂડમાં દમદાર વાર્તાનો દુકાળ છે, એવામાં આ ઑરિજિનલ દક્ષિણ ભારતીય ફિલ્મ પાસેથી સમજવા જેવું છે કે, વાર્તામાં દમ હશે તો આખી દુનિયા તેને સ્વીકારશે..
શાંતિ જ્યારે સન્નાટાનો અને ખાલીપો એકલતાનો અનુભવ કરાવે ત્યારે..
પોતાના જીવનને સતત પ્રવૃત્તિરત રાખવું, નાની-નાની વાતોમાં ખુશીઓ શોધવી, મિત્રોને મળવું, સામાજિક કાર્યોમાં સેવા આપવી વગેરે બાબતો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે
પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક
અમેરિકન ભૂગોળશાસ્ત્રી અને કાર્ટોગ્રાફર આર્થર એચ. રોબિન્સન ૧૯૬૩માં ‘રૉબિન્સન પ્રોજેક્શન’ લઈ આવ્યા. રોબિન્સને નકશાની રચનામાં વિસ્તાર કે અંતરથી વિશેષ ‘દેખાવ’ને મહત્ત્વ આપ્યું
થેરીગાથા : અમ્બપાલી, બૌદ્ધ ભિખ્ખુની, આશાલતા કાંબલેની જુબાની
પ્રકૃતિમાં નિર્માણ પામનારી દરેક વસ્તુ નાશવંત છે. આમ્રપાલીએ થેરીગાથા કાવ્યમાં અનુભવ વર્ણવતાં લખ્યું છે કે, યૌવનનો પણ આખરે નાશ થાય છે
‘આમ્રપાલી' ફિલ્મની પડદા પાછળની વાતો
‘આમ્રપાલી’ ફિલ્મ વિશેષરૂપથી ચર્ચામાં રહેવાનું કારણ આ ફિલ્મમાં બતાવવામાં આવેલાં યુદ્ધ દશ્યો છે, જે અદ્દલ યુદ્ધભૂમિ જેવાં જ દેખાતાં હતાં. તેનું શૂટિંગ સહારનપુરમાં થયું હતું. ત્યાં યુદ્ધ માટે હાથી-ઘોડા વગેરેની વ્યવસ્થા કરવી સરળ હતી. અહીંની યુદ્ધભૂમિ પર અસલી સૈનિકોએ યુદ્ધ કર્યું હતું
વિકાસ વધ્યો, પરંતુ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા ઘટી
કચ્છ સહિત ગુજરાતભરમાં વિચરતા માલધારીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્રણ-ચાર દાયકા પહેલાં પુરુષો પોતાનો ‘માલ’ લઈને ચરાવવા દૂર-દૂર નીકળી જતા. ઘરે રહેલી મહિલાઓ ઘરનું, બાળકોનું, પશુઓનું, દૂધ-માવો વગેરેના વેચાણનું કામ સંભાળતી. મહિલાઓના હાથમાં આર્થિક વ્યવહાર અને તે અનુસંગે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હતી. આજે વિચરતા માલધારીઓ પોતાનું પરંપરાગત કામ છોડીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે. જેના પરિણામે આર્થિક વ્યવહારો પુરુષોના હાથમાં આવ્યા હોવાથી મહિલાઓની આર્થિક અને અન્ય સ્વતંત્રતા ઘટી છે. જો માલધારી મહિલાઓને ફરી વખત આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી હોય તો તેઓ અન્ય કોઈ પણ કામમાંથી અર્થોપાર્જન કરી શકે તેવી સગવડ ઊભી કરવી જોઈએ.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ટર્નિંગ પોઇન્ટ
રિજનલ ફિલ્મો માટે લોકોનો નજરિયો બદલાયો છે. હવે કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો બને છે અને ચાલે છે. ફિલ્મ મેકર તરીકે એ વિશ્વાસ રહે છે કે અમારી કળા દર્શકો સુધી ચોક્કસ પહોંચશે
બિનસર, કુમાઉની ઝંડી ધાર પહાડીઓમાં રહેલું નાનકડું ગામ
પ્રવાસ શોખીનો અને પ્રેમીઓ તો ચોમાસામાં પણ બિનસરનો પ્રવાસ કરે છે, કારણ કે ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલું મોન્સૂન બિનસર પ્રેમીઓ માટેનો રોમેન્ટિક ગેઇટ વે સાબિત થાય છે
એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો
જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે
वेदों में छिपा है सम्पूर्ण ब्रहमांड का रहस्यઅસ્તિત્વમાં કેટલા લોક છે?
નીચેના સાત લોક પાતાળ જૂથમાં પડે છે. હા, ઉપરના સાત ચક્ર 'ને નીચેની સાત ચક્રાવસ્થાની રીતે પણ ચૌદ લોક થાય છે. સત્યલોક સાથે બ્રહ્માને જોડાણ છે, જ્યાં આત્મા મુક્ત થાય છે સતત અમુક લોક વિસર્જન પામે છે અને અમુક સર્જન પામે છે. માયાના પડદાને કારણે એક લોકના રહેવાસી અન્ય લોકના રહેવાસીને જોઈ શકતા નથી. તમામ લોકમાં ચેતના છે
મણિપુરની હિંસા : ઉકેલ મુશ્કેલ, પણ અશક્ય નથી
પહાડી વિસ્તારોમાં કૂકી સમુદાયના લોકો ગેરકાયદેસર રીતે અફીણની ખેતી કરે છે. તેની સામે પગલાં લેવાના આવે ત્યારે પણ નાની-મોટી અથડામણો થતી રહે છે
બે હજારની નોટવાપસી: થોડી કસોટી, ઘણી આસાની
એક માહિતી પ્રમાણે ૧૮૧ કરોડ કરોડ જેટલી બે હજારની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે આવશે એવી ધારણા છે. દેશભરમાં બેન્કોની ૧.૫૫ લાખ બ્રાન્ચ છે
‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ
શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ધનિક બાળકો ઉચ્ચ અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યાં છે, તો વળી ગરીબ બાળકો નિત્યક્રમ પ્રમાણે સરકારી શાળાઓમાં જઈ રહ્યાં છે, પરંતુ ઘણાં બાળકો એવાં પણ છે જેમનામાં ભણવાની ધગશ તો ખૂબ છે, પરંતુ અભ્યાસ માટે પરિસ્થિતિ સાથ નથી આપતી. આવાં બાળકો માટે ‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
મળો સુપરમોમ કામના પાઠકને
પ્યાર અને મારનો વારો આવે ત્યારે બંને વખતે પ્રેમ સમાન હોય છે!
કયા કલાકારોએ છોડ્યો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' શો?
જોકે, જેનિફર મિસ્ત્રી બન્સીવાલ અને શૈલેષ લોઢા ઉપરાંત પણ અઢળક કલાકારોએ આ શો છોડ્યો છે
શૈલેષ લોઢાએ કર્યો હતો કંઈક આવો ઇશારો
પુસ્તક છાપનારા પબ્લિશર હીરાની વીંટી પહેરીને ફરી રહ્યા છે અને લેખકે પોતાનું જ પુસ્તક છપાવવા માટે પૈસા આપવા પડે છે
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ની તું-તું, મેં મેં
પ્રસિદ્ધ સાહિત્યકારની કૃતિ આધારિત કાલ્પનિક ધારાવાહિક શૉ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ને અત્યંત લોકપ્રિયતા મળી. પાછલાં વર્ષોમાં અગાઉ જેટલું એન્ગેજિગ ફેક્ટર જોકે, લોકો મિસ કરી રહ્યા છે. જાણીતા થયેલા કલાકારો એક પછી એક શૉ છોડી રહ્યા છે. ગયા વર્ષે તારક મહેતા બનેલા શૈલેષ લોઢાએ શૉ છોડ્યો અને હવે મિસિસ શોઢી બનતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બન્સીવાલે શૉને ગુડ બાય કહ્યું છે અને સાથે આરોપો લગાવ્યા છે..
વિશેષ રીતે સક્ષમ બાળકો માટે કામ કરવાની ખેવના રાખે છે મોનાલિસા બાલ
મોનાલિસા બાલ વ્યવસાયે શિક્ષક છે. શિક્ષકોને ભાવિ પેઢીના નિર્માતા માનવામાં આવે છે. જો આપણી ભાવિ પેઢી સાક્ષર અને સક્ષમ હશે તો રાષ્ટ્ર પણ એટલું જ મજબૂત અને અગ્રેસર બનશે
મેં ઔર મેરા પ્રવાસ
હું માનું છું કે હું આવીશ, તો આ પ્રવાસ મારા માટે જેટલો યાદગાર બની રહે, એના કરતાં અનેકગણો યાદગાર તમારા માટે પણ બની શકે છે, એનો મને પૂરો વિશ્વાસ છે
ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે
સ્ત્રીનું મસ્તક ધરાવતાં પ્રાણીની આકૃતિને કામધેનુ તરીકે ઓળખવામાં આવી છે. અહીં ઉપસ્થિત ગણપતિની આકૃતિ કેટલીક અસામાન્ય લાક્ષણિકતા ધરાવે છે
તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા
આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે
એક એવી શાળા જ્યાં બાળકો રમતાં રમતાં ભણે છે
સામાન્ય રીતે શાળામાં જતાં બાળકો ભારે ભરખમ દફ્તર અને પરીક્ષાનો બોજો સતત ઊંચકતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ભુજમાં એવી શાળા શરૂ થઈ છે કે જ્યાં બાળકોને ખાલી હાથે જવાનું હોય અને રમતાં રમતાં ભણવાનું હોય, તે પણ પોતાની પસંદગીનું. પરીક્ષાનો કોઈ ભય જ નહીં, આ શાળામાં પરીક્ષાના બદલે રોજબરોજ બાળકોનું મૂલ્યાંકન કરીને તેમના જ્ઞાનને ચકાસાય છે.
નવા કોન્સેપ્ટની શરૂઆત
વિસામોના વિદ્યાર્થીઓમાં કોઈ અભ્યાસ કરી લંડન સેટ થયું છે, તો કોઈ કેનેડા, તો વળી કોઈ ઓસ્ટ્રેલિયા, તો અન્ય વિદ્યાર્થીઓ પણ જે વિસામોમાંથી ભણીને ગયા છે તે ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરી રહ્યાં છે
કરિયર કાઉન્સેલિંગ
અહીં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ અપાય છે, કારણ કે તે વૈશ્વિક સ્વીકૃતિ પામેલી ભાષા છે
વાત જીવનથી છલકાતાં બાળકો અને ફ્રિડમ રાઇટર્સની..
પોતાની આંતરિક શક્તિ, શુભ ભાવનાથી જેમની સાથે લોહીનો પણ સંબંધ નથી એવા વિધાર્થીઓના જીવનમાં સકારાત્મકતાની સુવાસ ફેલાવનાર શિક્ષક કદી સાધારણ નથી હોતા!
વ્હાય ડુ યુ લાઇ
મગજના નિષ્ણાતો જણાવે છે કે અસત્ય ભાષણ થાય તેમાં મગજ વધુ બિઝી એટલે કે કાર્યરત રહે છે. લાઇ ડિટેક્ટર મશીન લાઇ બોલાય ત્યારે ધબકારાના ઉતાર ચઢાવ બદલાય છે તેવું નોંધે છે
રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નિર્ણાયક અસરકર્તા કર્ણાટકનો જનાદેશ
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સરખામણી કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસની આંતરિક એકતા ઊડીને આંખે વળગે તેવી હતી, તેની સામે ભાજપના નેતાઓ હતાશ અને વિખરાયેલા જોવા મળતા હતા
કોંગ્રેસ મોવડી મંડળ માટે બીજી કસોટી તૈયાર છે
રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતા સચિન પાયલટ વચ્ચેની તિરાડ એટલી હદે ઊંડી થઈ ગઈ છે કે તેને પૂરવાનું લગભગ અશક્ય જણાય છે
સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી
ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી વિનોદ જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે, તે દ્રૌપદી સ્વપ્નલોકમાં કીચકને માણતી આલેખાઈ છે! કીચક સાથે રંગરાગ માણવા (આનું પણ ૬ પૃષ્ઠ ભરીને વર્ણન છે!) તત્પર સૈરન્ધ્રીને અચાનક જ બ્રહ્મજ્ઞાન થાય છે કે આ યોગ્ય નથી. (કર્તાને ખ્યાલ તો છે જ કે આ વર્ણન અયોગ્ય છે, એટલા માટે એ સ્વપ્નની પ્રયુક્તિ યોજે છે!). એટલે હવે પ્રિયતમ કર્ણ આવે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે
લગ્ન અને વિઝા
તમે જો છેતરપિંડી આચરો, કોઈ પરદેશીને અમેરિકામાં ખોટી રીતે ઘૂસાડવામાં મદદ કરો, તો તમારું એ જુઠ્ઠાણું પકડાતા તમને ખૂબ જ ગંભીર સજા થઈ શકે છે