CATEGORIES
Categories
મુઠ્ઠી માટી અને ચપટી આકાશની TRUE LOVE STORY
પ્રેમમાં ગુલાબ સાથેના એકરાર તો બહુ જોયા, પણ પ્રેમમાં દરરોજ ઊઘડતી સવારને પ્રિયજનના હોઠ પર રમતી મૂકી શકે એવા પ્રેમી આ દુનિયામાં જૂજ છે, પણ છે ખરા!
પૃથ્વીની સપાટીથી નજીક ઉદ્ભવતો ભૂકંપ વધુ વિનાશકારી
૬ ફેબ્રુઆરીની વહેલી સવારે તુર્કી અને સીરિયાની ધરા ધણધણી ઊઠી. રહેણાંકો અને ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગઈ. પ્રચંડ ભૂકંપે જે મહાવિનાશ વેર્યો એની નવી 'ને આઘાત પમાડે એવી વિગતો સતત સામે આવતી રહે છે. ભૂકંપની તીવ્રતા પાછળ ચોક્કસ પરિબળો કામ કરી રહ્યા છે. કંપ જો ભૂ સપાટીની નજીક ઉદ્ભવે તો ભારે તબાહી મચાવી શકે છે, તુર્કી-સીરિયાનો ધરતીકંપ એનો ભયાવહ દાખલો છે. મેગ્નિટ્યુડ એ તરંગો કેટલા મોટા છે તેનું માપ છે, જ્યારે તાકાત તે વહન કરતી ઊર્જાને દર્શાવે છે. ૬ની તીવ્રતાના ધરતીકંપ થકી જન્મતા સિસ્મિક તરંગો પાંચની તીવ્રતાના ધરતીકંપથી જન્મતા તરંગો કરતાં દસ ગણો વધારે કંપનવિસ્તાર ધરાવે છે, તે ઊર્જાનો તફાવત પણ વધારે છે.
વિવેચનકાર ભૂપત વડોદરિયાની ‘પરખ’
ભૂપતભાઈ સર્જકની કૃતિને પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરે છે ત્યારે સાથોસાથ પોતાની ન હયાતીમાં ઉપેક્ષાનો શિકાર બનેલા સર્જકના મનોવ્યાપારને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ એ ભૂપતભાઈની વિશેષતા છે અને એટલે કોઈએ લેખકની મૂળ કૃતિ વાંચી ન હોય તો પણ ભૂપતભાઈનો વિવેચનલેખ વાંચવામાં વાચકને રસ પડે છે
ચેટ જીપીટી vs ગૂગલ બાર્ડ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વિશ્વએ દોટ મૂકી
છેલ્લા બે મહિનાથી દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ચેટબોટ – ચેટ જીપીટીએ ધમાલ મચાવી છે. તેના આગમનથી સૌથી વધુ અસર ગૂગલ પર થશે એવું લોકો માની રહ્યા છે, પરંતુ આ વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ગૂગલ પણ જરાય પાછીપાની કરવા માંગતું નથી અને તેણે બાર્ડ નામનું આવું જ એક નવું બોટ રજૂ કર્યું છે. ગૂગલનો દાવો છે કે ચેટ જીપીટી કરતાં પણ એ વધુ બુદ્ધિમાન બોટ છે.
અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈએ છીએઃ એકનાથ શિંદે
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઊથલપાથલ બાદ જ્યારથી એકનાથ શિંદે ભાજપમાં જોડાયા અને તેમણે મુખ્યમંત્રીપદ સંભાળ્યું ત્યારથી મહારાષ્ટ્રમાં વિપક્ષ અને તેમની વચ્ચેનો સંઘર્ષ ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષી નેતા મુખ્યમંત્રીનો ઉલ્લેખ શિંદે સરકાર કરવાને બદલે ‘મિંધે સરકાર' કહીને દરરોજ તેમની કંઈક ને કંઈક ટીકા કરી રહ્યા છે. તેમ છતાં મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું નામ પોતાના પક્ષ સાથે જોડીને પોતાના જૂથને મજબૂત બનાવી, વિરોધીઓ સામે ટકી રહ્યા છે. એક યા બીજી રીતે શિંદે સરકાર તેમના કામ દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ‘અભિયાન' દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
શિવભક્ત કનપ્પાની રસપ્રદ કથા
કન્નપ્પાના જેવા પ્રેમ, સમર્પણ અને નિષ્કપટ ભાવથી મનુષ્ય ઈશ્વરની સમીપે આવે ત્યારે કોઈ પણ મૂર્ત-અમૂર્ત, સુંદર-બેડોળ વસ્તુઓ ઈશ્વર સાથે જોડાવાનો સેતુ બાંધી આપે
શિવજીનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ એટલે અનુગ્રહ
પરમનું આકર્ષણ કોને થાય? જે એવું સ્વીકારે કે પરમ તેને પોતાને આકર્ષે છે તેને થઈ શકે. જેને પોતાનું મિથ્યા અસ્તિત્વ એટલે કે પોતાનો હ્યુમન મેડ બાયોડેટા જકડી ના રાખી શકે તેને જે રીતે શિક્ષા મેળવીએ એ રીતે પણ જો શિક્ષા શિવજી તરફ ગતિ કે પ્રગતિ આપતી હોય તો ઉપયોગી છે. શિવજી સ્મશાનઅધિપતિ છે. મૃત્યુનો કોઈ અસ્વીકાર કરી શકે?
પાકિસ્તાનની ખરાબ ઇમેજ માટે કોણ જવાબદાર છે?
વિશ્વ સમુદાયમાં પાકિસ્તાનની ઇમેજ સારી છે જ નહીં. અત્યાર સુધી પાકિસ્તાનનું મિત્ર રહેલું ભૂકંપ હોનારતથી પીડિત તુર્કી પણ હવે પાકિસ્તાનથી નારાજ થયું છે
મમતાની સરખામણી વાજપેયી સાથે બાત કુછ હજમ નહીં હુઈ
કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને ડી.લિટની માનદ ડિગ્રી આપવામાં આવી
ભાજપમાં ઉપેક્ષિત વરુણ ગાંધીનું નવું પુસ્તક..
આ પહેલાં તેમનું અન્ય એક પુસ્તક ‘રૂરલ મૅનિફેસ્ટો’ પ્રસિદ્ધ થયું હતું અને તે બેસ્ટ સેલર બન્યું હતું
ઉમા ભારતી કો ગુસ્સા ક્યૂં આતા હૈ..?
તેમના વિશે એવી અફવા ફેલાઈ કે તેઓ મધ્યપ્રદેશ ભાજપની કારોબારી સમિતિની બેઠકમાં આમંત્રણ ન હોવા છતાં હાજર રહ્યાં હતાં
મૂલ્યવાન ધાતુ લિથિયમનો વિશાળ ભંડાર ભારતને આત્મનિર્ભર બનાવશે
લિથિયમ બેટરીના માર્કેટમાં ચીનનો દબદબો છે. તેના કુલ ઉત્પાદનમાં ૭૭ ટકા ચીનમાં ઉત્પાદન થાય છે. ભારત આવી બેટરીઓનું ઉત્પાદન કરીને ચીનના વર્ચસ્વને પડકાર ફેંકી શકે છે
મન, હૃદય, ચિત્ત ખીલવંત: વસંત
સમગ્ર ઋતુઓની રાજરાણી વસંત છે. મિલન અને વિરહ બંને સ્થિતિમાં આ ઋતુ આપણી અંદર ધીમી ગતિએ અનુભૂતિઓનાં સ્પંદનો જગાડે છે
આ ૠતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત
વન ઉપવન જુદાં-જુદાં ફૂલોથી મહેકી ઊઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઊઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.
‘કલાતપસ્વી' કે. વિશ્વનાથની વિદાય..
કે. વિશ્વનાથને ફિલ્મ ક્ષેત્રના અત્યંત પ્રતિષ્ઠિત એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી સહિતના અઢળક રાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે
‘આધુનિક મીરાં’ વાણી જયરામની ભક્તિસાધના વિરામ પામી
વાણી જયરામે પોતાની કારકિર્દીમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, ભોજપુરી અને ઉડિયા સહિત ૧૯ ભાષાઓમાં ૧૦ હજાર કરતાં વધારે ગીતો ગાયાં છે
પાષાણ નદીના નાભિ પદ્મ
સર્જનહારે આ સૃષ્ટિ રચી, માનવે રચ્યા સંસાર, આ દુનિયા એટલે કુતૂહલની વણથંભી વણજાર, અચરજનો લખલૂટ ખજાનો, આ ખજાનો ખૂલશે દર અઠવાડિયે.. ‘અભિયાન’ના પાને, મળતાં રહીશું.
Valentine: સહિયારા શ્વાસનું સરનામું!
વીઇફે મૂછમાં મલક-મલક મલકાતાં ધીરેથી કહ્યું, ‘આજે વેલેન્ટાઇન ડે છે ને! તમે નાહી ધોઈને તૈયાર થઈ જાવ, પછી હું તમને વેલેન્ટાઇન ડેની ગિફ્ટ આપું.'
આજા મેરી ગાડીમેં બૈઠ જા..
‘અરરર..તમે ગાયનનો સાવ કચરો કરી નાખ્યો! બેન્ડબાજા કોઈ દિવસ છમ છમ વાગે?
વેલેન્ટાઇન્સ ડેઃ પ્રેમ.. લાગણી અને સંબંધોનો અહેસાસ
નથી કોઈ શર્ત તારો પ્રેમ મેળવવાની, મને તું ચાહે એટલું જ બસ છે. લાગણીથી બંધાઈ છું તારી સાથે, તું ચાલે મારી સાથે એટલું જ બસ છે. પ્રેમ વિશે કહેનારા કહી ગયા, લખનારા લખી ગયા અને જીવનારા જીવી ગયા. છતાંય અઢી અક્ષરોની ગૂઢતા આજેય અકબંધ છે. પ્રેમ વ્યક્ત કરવાનાં સ્વરૂપ બદલાયાં છે, પરંતુ પ્રેમની અનુભૂતિ હંમેશાં એક જેવી જ રહે છે. માટે વૅલેન્ટાઇન ડે યુવાનોથી લઈ દરેક સંબંધ માટે ખાસ છે. ‘અભિયાને’ આવા જ કેટલાક ખાસ સંબંધો અને યુવાનોની લાગણી સમજવાનો પ્રયાસ કર્યો છે.
વેલેન્ટાઇન્સ ડે ઊજવવાની ભાતભાતની પરંપરાઓ
છેલ્લા કેટલાક સમયથી ‘વેલેન્ટાઇન્સ ડે'નો ક્રેઝ ભારતમાં વધતો જાય છે પરંતુ પ્રેમના આ તહેવારને ઊજવવાની કોઈ ચોક્કસ રીત હોય કે પરંપરા હોય તેવું જોવા મળતું નથી. વેલેન્ટાઇન ડે પર ફૂલો અને ચોકલેટોથી આગળ વધીને પણ તેની ઊજવણી થાય છે. વિશ્વના અન્ય દેશો- ખાસ કરીને યુરોપિયન દેશોમાં તેની ઊજવણીની પરંપરા ખૂબ અલગ છે.
સર્વ પ્રિયે ચારુતરં વસંતે
પ્રકૃતિનાં વિવિધ કમનીય તત્ત્વોનો રંગભર્યો ગુલદસ્તો એટલે વસંત
ૠતુનાં કુસુમાકર
ફારસી શબ્દમાં બહાર એટલે ખીલવું. સામાન્યતઃ ઉત્તર ભારતની સંસ્કૃતિમાં બે વખત બહારને વધાવવામાં આવે છે. એક છે બસંત બહાર અને બીજી બરખા બહાર
વેલેન્ટાઇન ડે: પ્રેમની બદલાયેલી દુનિયા
આજે પ્રેમનો એકરાર સરળ બની ગયો છે. કોઈ યુવકને પૂછવામાં આવે કે, તે જેને પ્રેમ કરે છે, તેને કેટલી વારમાં પ્રેમની ઑફર કરી શકે છે? યુવાનો તરત જવાબ આપે છે, માત્ર ત્રણ સેકંડમાં..!
વસંતનો સંબંધ જ ભીતર સાથે છે
પાનખર પછી તો વગડો ખાલીખમ થઈ ગયો હોય છે
બજેટમાં ગરીબો તો સાવ જ ભુલાઈ ગયા
૨૦૦૫માં મનમોહન સિંહની સરકારે મનરેગા નામે કાયદો કરીને ગ્રામ વિસ્તારોમાં દરેક પરિવારને ૧૦૦ દિવસની રોજગારી આપવાની બાંયધરી આપી હતી
તેજ-તર્રાર ફૂલગુલાબી અમૃતમય ‘ભારત જોડો' બજેટ
ગ્રીન ગ્રોથ માટે ૩૫,૦૦૦ કરોડ પ્રાયોરિટી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (એનર્જી ક્ષેત્રમાં)ની જોગવાઈ કરીને કાર્બન ઇમિશન અને ક્લાયમેટ ચેન્જ પર અંકુશ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે
ફ્તન દેવાળિયા પાકિસ્તાનને કુકર્મોનાં ફળ મળી રહ્યાં છે
પાકિસ્તાનને અમુક કરજ અને વ્યાજ ચૂકવવા માટે જ હાલમાં ત્રીસ અબજ ડૉલરની તત્કાળ જરૂર છે અને તેના પર કુલ દેવું એકસો અબજ ડૉલરથી વધારે છે. જે કટોકટીની સ્થિતિ શાહબાઝના સમયમાં ફેબ્રુઆરીમાં થઈ તે કદાચ ઈમરાન ખાન વડાપ્રધાન હોત તો માર્ચ કે એપ્રિલમાં થઈ હોત
હિન્ડનબર્ગ અહેવાલ અને અદાણી: ભારત સામે આર્થિક યુદ્ધ?
ભારતમાં પણ હિન્ડનબર્ગને સાણસામાં લેવા માટે કાનૂની માળખું નથી. જો હિન્ડનબર્ગ પર નુકસાની માટે દાવો માંડીએ તો ગૌતમ અદાણીના પૌત્રો પણ તે કેસ લડતા જોવા મળી શકે છે
બલૂનના મામલે ચીન-અમેરિકા વચ્ચે તંગદિલી..
વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચીન અને અમેરિકા વચ્ચે મતભેદો અને તંગદિલી પ્રવર્તે છે અને એ એટલી ગંભીર છે કે, તેમાં રાતોરાત સુધારો થવાની કોઈ શક્યતા નથી