CATEGORIES

ગુજરાતમાં જનાદેશની અકળલીલા નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા
ABHIYAAN

ગુજરાતમાં જનાદેશની અકળલીલા નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા

ભાજપે ૧૯૮૫માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ સ્થાપેલો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડ્યો છે, જે આવનારાં અનેક વર્ષો સુધી અકબંધ રહે તેવી શક્યતા છે ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના સદ્નસીબે નખશિખ સજ્જન, સુશિક્ષિત અને સંસ્કારી ઉપરાંત નિષ્કલંક ટ્રેક રેકોર્ડ ધરાવનાર હોવાથી જનમાનસ તેમના પ્રત્યે આદરભાવથી જુએ છે

time-read
10 mins  |
December 24, 2022
હિમાચલમાં કોંગ્રેસનો વિજય, આશાનું કિરણ
ABHIYAAN

હિમાચલમાં કોંગ્રેસનો વિજય, આશાનું કિરણ

ભાજપને હિમાચલમાં તેના બળવાખોર ઉમેદવારો નડી ગયા છે. ભાજપે નવા ચહેરાઓને તક આપવા માટે અનેક ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપી ન હતી. એવા ૨૨ લોકો અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. આ વિદ્રોહી ઉમેદવારોએ ભાજપના પરાજયમાં મોટો ભાગ ભજવ્યો છે

time-read
2 mins  |
December 24, 2022
રાજ્યોના સરહદી વિવાદ નક્કર ઉકેલ માગે છે..
ABHIYAAN

રાજ્યોના સરહદી વિવાદ નક્કર ઉકેલ માગે છે..

૧૯૫૦માં ભાષાવાર રાજ્ય રચના અનુસાર રાજ્યોનું નિર્માણ થયું ત્યારથી આ વિવાદ ચાલે છે

time-read
2 mins  |
December 24, 2022
પ્રસૂન જોશી, સેન્સર બોર્ડ અને કવિન્યાય
ABHIYAAN

પ્રસૂન જોશી, સેન્સર બોર્ડ અને કવિન્યાય

ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ આ રીતે સ્વેચ્છાએ નૈતિક બંધનો સ્વીકારે એ વાત જ થોડી વિચિત્ર લાગે એવી છે, પણ પ્રસૂન જોશી આવા વ્યક્તિ છે. આપણે તેમની આવી ઓળખને સમજવી જોઈએ, પણ આપણે કહેવું જોઈએ કે સેન્સર બોર્ડના ચેરમેન તરીકે તેમની પોતાની કામગીરી પ્રત્યેનો આ એક પ્રકારનો કવિન્યાય છે

time-read
3 mins  |
December 17, 2022
જાતને મુશ્કેલીમાં ન મૂકતા
ABHIYAAN

જાતને મુશ્કેલીમાં ન મૂકતા

અનેક નાટ્ય સંસ્થાઓ અમેરિકામાં નાટકો ભજવવા જાય છે. તેઓ જરૂરી એવા પી-૩ વિઝા મેળવીને અમેરિકામાં નાટકો ભજવે છે, પણ કોઈકવાર એમનો એકાદ કલાકાર જેની પાસે પી-૩ વિઝા હોય પણ એ અનિવાર્ય સંજોગોના કારણે નાટક ભજવવા અમેરિકા જઈ શકે એમ ન હોય ત્યારે નાટકના પ્રોડ્યુસરો તેમ જ અમેરિકાના પ્રસ્તુતકર્તાઓ બીજો કોઈ કલાકાર જેની પાસે બી-૧/બી-૨ વિઝા હોય એમને એ વિઝા ઉપર અમેરિકામાં આવવાનું જણાવે છે અને પછી પેલો હાજર રહી ન શકેલ પી-૩ વિઝાધારક કલાકારની જગ્યાએ એ બી-૧/બી-૨ વિઝાધારક કલાકારને પરફોર્મ કરવાનું, નાટક ભજવવાનું જણાવે છે

time-read
3 mins  |
December 17, 2022
ભારતીય સિનેમાનો વારસો સાચવવાની ખેવના
ABHIYAAN

ભારતીય સિનેમાનો વારસો સાચવવાની ખેવના

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૧૪માં ફિલ્મસર્જક શિવેન્દ્રસિંહ ડુંગરપુરે કરી હતી

time-read
2 mins  |
December 17, 2022
ટીકાચરિત ‘માણસ'!
ABHIYAAN

ટીકાચરિત ‘માણસ'!

કેટલીક લાયકાતો, ડિપ્લોમા કે ડિગ્રી કર્યા વગર પણ મળી જાય છે. મેં ખુશ થઈને પેલા મિત્રને કહ્યું, ‘તમને મારા હાસ્યલેખો ગમે છે એ જાણીને આનંદ થયો!’

time-read
5 mins  |
December 17, 2022
કવેળા પ્યુબર્ટી પીરિયડ બની રહ્યો છે ચિંતાનો વિષય
ABHIYAAN

કવેળા પ્યુબર્ટી પીરિયડ બની રહ્યો છે ચિંતાનો વિષય

વર્તમાન સમયમાં દીકરીઓમાં પ્યુબર્ટી પીરિયડ માતા-પિતા અને ડૉક્ટરો તેમ જ નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ચર્ચા થવી પણ જોઈએ, કારણ કે મુદ્દો ગંભીર છે. મુદ્દો છે દીકરીઓમાં વહેલો શરૂ થઈ રહેલો પ્યુબર્ટી પીરિયડ. વહેલા પ્યુબર્ટી પીરિયડને કારણે દીકરીઓ અને માતા-પિતાએ શારીરિક-માનસિક ઉપરાંત સામાજિક દબાણનો શિકાર બનવું પડે છે. જેની આડઅસર દીકરીઓના ભવિષ્ય પર પડી રહી છે. પ્યુબર્ટી પીરિયડ એટલે શું, તેની નકારાત્મક અસરો અને આ પીરિયડ યોગ્ય સમયે જ શરૂ થાય તે માટે શું કરવું જોઈએ આવો જાણીએ.

time-read
4 mins  |
December 17, 2022
કોલકાતા પુસ્તક મેળો એટલે પુસ્તકપ્રેમીઓનો મનગમતો ઉત્સવ!
ABHIYAAN

કોલકાતા પુસ્તક મેળો એટલે પુસ્તકપ્રેમીઓનો મનગમતો ઉત્સવ!

આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાની દરેક ક્ષણની વર્ચ્યુઅલ અપડેટ ગિલ્ડની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર રજૂ કરવામાં આવશે. પુસ્તકપ્રેમીઓને અવનવાં દૃશ્યો જોવા મળશે

time-read
2 mins  |
December 17, 2022
જ્યારે ગાયના ગોબરમાંથી બનેલી ચિપને પેટન્ટ મળી..
ABHIYAAN

જ્યારે ગાયના ગોબરમાંથી બનેલી ચિપને પેટન્ટ મળી..

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા કહેવાય છે, પરંતુ તે આજે રખડી રખડીને પેટ ભરે છે. ગાયની ઉપયોગિતા માત્ર દૂધ પૂરતી જ મર્યાદિત રહી હોવાથી તેના તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. જો તેનું ઉત્પાદન મૂલ્ય વધે તો તેની જાળવણી પણ વધે, પરંતુ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ગાય, ગોબર, ગૌમૂત્ર વિશે કોઈ વિશેષ સંશોધન કરાતું નથી.

time-read
4 mins  |
December 17, 2022
જ્યાં સિનેમા શ્વસે છે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ
ABHIYAAN

જ્યાં સિનેમા શ્વસે છે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ

ગોવામાં નવેમ્બરની આખરમાં યોજાઈ ગયેલા ૫૩મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં જ્યુરીના વડા ઇઝરાયલના ફિલ્મ નિર્દેશક નદવ લેપિડની ‘ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ વિશેની ટિપ્પણી આખરી ક્ષણોમાં વિવાદનો વિષય બની રહ્યો. જોકે ઇઝરાયલના ભારત ખાતેના રાજદૂતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. ફિલ્મોત્સવનો રસપ્રદ અહેવાલ ‘અભિયાન'ના કટાર લેખકની કલમે..

time-read
8 mins  |
December 17, 2022
પૂર્ણિમાદેવીઃ પંખીનું અસ્તિત્વ બચાવવા જીવન સમર્પિત
ABHIYAAN

પૂર્ણિમાદેવીઃ પંખીનું અસ્તિત્વ બચાવવા જીવન સમર્પિત

એક દિવસ મને અચાનક ફોન આવ્યો, ‘તમે જલ્દી અહીં આવી જાઓ. એક મોટું વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે અને હર્ગિલાનાં બધા માળાઓ અને બચ્ચાંઓ ખતમ થઈ ગયા છે.’ મેં ત્યાં પહોંચીને જોયું કે કેટલાંય બચ્ચાંઓ અધમૂઆ થઈ ચૂક્યાં હતાં અને કેટલાંકે દમ તોડી દીધો હતો. જેમણે આ વૃક્ષ કાપ્યું તેમની સાથે વાત કરવા હું ગઈ તો તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, આ અમારા ઘરનું વૃક્ષ છે. અમે કાપીએ કે રાખીએ તમારે શું મતલબ? આસપાસના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા. મેં જ્યારે તેમને કહ્યું કે હું આના પર અભ્યાસ કરી રહી છું તો તેમણે કહ્યું કે આ પંખી તો બધે ગંદકી ફેલાવે છે અને તમારે તેને બચાવવું છે?

time-read
6 mins  |
December 17, 2022
કાયમ વિરોધ,સતત નકારાત્મકતા, સદૈવ આસુરીવેડા?
ABHIYAAN

કાયમ વિરોધ,સતત નકારાત્મકતા, સદૈવ આસુરીવેડા?

આપણે આપણા વ્યક્તિગત ફાયદા-નુકસાન 'ને ગમા-અણગમા બાજુમાં મૂકીને અભ્યાસ કરી શકીએ તો જ ખરો વિવેક જાગૃત થાય 'ને કોનામાં વિવેક ઓછો છે એ ક્લિયર થાય, બાકી નહીં ટેક્સ ઓછા કરી ’ને ડેવલપમેન્ટ કે પ્રોગ્રેસ કમ કરવાનું લોજિક જેણે પોતે પૈસા બચાવવા છે એમને સ્વાદિષ્ટ તેમ જ સાત્ત્વિક લાગે, પણ લાંબા ગાળે શું થાય? કોઈ સ્થિતિ એની એ ના રહે અમૃત એકલા દેવોથી ના જ નીકળે, પણ અસુરત્વ પર કડક કાબૂ ના રાખો તો ક્યાં તો અમૃત નીકળે જ ના ક્યાં તો નીકળે તો અસુરો ફરી વળે

time-read
10 mins  |
December 17, 2022
ભવિષ્યનું નાણું અને નાણાંનું ભવિષ્ય
ABHIYAAN

ભવિષ્યનું નાણું અને નાણાંનું ભવિષ્ય

ફાઇનાન્સ જગતમાં ખાનગી ક્ષેત્રનાં લોકો દ્વારા આવી રહેલાં પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે પણ સરકારોએ ડિજિટલ દરિયામાં પોતાનું નવું વહાણ ઉતારવું જરૂરી થઈ પડે

time-read
5 mins  |
December 17, 2022
પાક.ના નવા લશ્કરી વડાએ પોત પ્રકાશ્યું
ABHIYAAN

પાક.ના નવા લશ્કરી વડાએ પોત પ્રકાશ્યું

મુનીર ૨૦૧૮ના પુલવામા ઍટેકના માસ્ટર માઇન્ડ છે એ ભારત જાણે છે. પુલવામાના હુમલાનો ભારતે કેવો જવાબ આપ્યો હતો એ પણ તેઓ જાણતા હશે

time-read
2 mins  |
December 17, 2022
હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનનો સમય પાકી ગયો છે?
ABHIYAAN

હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનનો સમય પાકી ગયો છે?

ખટ્ટર એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી હરિયાણાના પ્રભારી હતા ત્યારે તેમની સાથે એક જ મકાનમાં રહ્યા હતા એટલે તેઓ મોદીના સ્વાભાવને અને તેમની કાર્યપદ્ધતિને સારી રીતે જાણે છે

time-read
1 min  |
December 17, 2022
રાજસ્થાન કોંગ્રેસના આંતરિક રાજકારણમાં હંગામી શાંતિ
ABHIYAAN

રાજસ્થાન કોંગ્રેસના આંતરિક રાજકારણમાં હંગામી શાંતિ

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નવી ચાલાકી અજમાવી અને કોંગ્રેસ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ન કરે અને પોતાને હટાવે નહીં, એ માટે જુદા પ્રકારે કામ કરવાનું ચાલુ રાખ્યું

time-read
1 min  |
December 17, 2022
લોકોની અપેક્ષા સામે ખાતરી આપતા મેનિફેસ્ટો કેટલા કારગર?
ABHIYAAN

લોકોની અપેક્ષા સામે ખાતરી આપતા મેનિફેસ્ટો કેટલા કારગર?

ગુજરાતના મતદારો પહેલા-બીજા તબક્કાના મતદાન માટે સજ્જ છે. રાજકીય પક્ષોએ તેમના મૅનિફેસ્ટો - ચૂંટણી ઢંઢેરા - સંકલ્પપત્ર જાહેર કરી દીધા છે. તેમાં મતદારો માટે વાયદા અને વચનો છે. સત્તા મળે તો શાસનનો એજન્ડા છે. ગુજરાતમાં સુવર્ણયુગ લાવી દેવાના સૂર સંભાળાય છે. ચૂંટણીમાં જેમ મતદારો આ મૅનિફેસ્ટો વાંચીને મતદાન કરતા નથી તેમ રાજકીય પક્ષો પણ ચૂંટણી પરિણામ પછી ભાગ્યે જ તેમના મૅનિફેસ્ટો પર નજર નાખતા હશે. મૅનિફેસ્ટો એ એક પ્રકારે રાજકીય પક્ષો માટે કર્મકાંડ જેવી વિધિ બની ગઈ છે. એટલે આ કવાયત કરવી તો પડે જ. આ મૅનિફેસ્ટોમાં તેમની નિષ્ઠા કેટલી છે, કેટલી ગંભીરતાથી તે તૈયાર થયો છે અથવા રાજ્યના ક્યા ક્યા વર્ગને, ક્યા વિસ્તારને લક્ષમાં રાખીને એજન્ડા તૈયાર કરાયો છે તેનો અંદાજ તેમાંથી આવી શકે છે. ગુજરાતના વિકાસ માટે ક્યા પક્ષનો કેવો દૃષ્ટિકોણ છે તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેના આધારે જે-તે રાજકીય પક્ષના વલણ અને વિચાર તેમ જ દૂરંદેશિતા પણ જોઈ-જાણી શકાય છે. એ રીતે રાજકીય પક્ષોના મૅનિફેસ્ટોની ઉપયોગિતા છે જ. એક પ્રકારે એ ચૂંટણીનો દસ્તાવેજ છે, જે કમ સે કમ આગામી ચૂંટણી સમયે નોંધ લેવા કામમાં આવી શકે. ચૂંટણી મૅનિફેસ્ટોની સાવ ઉપેક્ષા કરી શકાય નહીં. તેના આધારે બીજી ચૂંટણીમાં શાસન સંભાળનાર પક્ષનો જવાબ પણ માગી શકાય છે.

time-read
6 mins  |
December 10, 2022
રિપ્લેસમેન્ટની રામાયણ
ABHIYAAN

રિપ્લેસમેન્ટની રામાયણ

પિટિશનમાં અમેરિકન સ્પોન્સરે પોતાના વિષે બધી વિગતો, એ જેના માટે પી-૩ વિઝાની પિટિશન દાખલ કરી રહ્યો છે એ કલાકારની બધી વિગતો, એ કલાકાર ક્યાં ક્યાં નાટક ભજવશે, કેટલું મહેનતાણું આપવામાં આવશે?

time-read
3 mins  |
December 10, 2022
વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા
ABHIYAAN

વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા

ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે

time-read
2 mins  |
December 10, 2022
‘ભેડિયા’ ફિલ્મના ગુજરાતી કથા-લેખક નીરેન ભટ્ટ
ABHIYAAN

‘ભેડિયા’ ફિલ્મના ગુજરાતી કથા-લેખક નીરેન ભટ્ટ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી તેમની કારકિર્દીને એક નવો જ વળાંક મળ્યો. આર્થિક સ્થિરતા આવી. આ સિરિયલે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધિ અપાવી. તેમણે ૧૦૦૦ જેટલા એપિસોડ લખ્યા

time-read
4 mins  |
December 10, 2022
અંગ્રેજીના વળગણની આડઅસરો!
ABHIYAAN

અંગ્રેજીના વળગણની આડઅસરો!

‘તારું ટાબરિયું મારા ટાબરિયા કરતાં આટલું ફાંકડું અંગ્રેજી કેમ બોલે છે?’ – આ મુજબની જાહેરખબર હજી સુધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોએ આપવાનું શરૂ કર્યું નથી, ત્યાં સુધી એમ કહી શકાય કે એ સ્કૂલો કૉર્પોરેટ કલ્ચરની બાબતે ઘણી પછાત કહેવાય!

time-read
5 mins  |
December 10, 2022
ગુજરાતી કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારઃ ગૌરવરૂપ ઘટના
ABHIYAAN

ગુજરાતી કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારઃ ગૌરવરૂપ ઘટના

રાષ્ટ્રીય સંગીત નાટ્ય એકેડમી દ્વારા ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષ માટે પુરસ્કારો અને ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રના ગુજરાતી કલાકારોની પણ પસંદગી કરવામાં આવી છે, એ આપણા માટે ગૌરવરૂપ ઘટના છે.

time-read
1 min  |
December 10, 2022
ગીતાંજલિ શ્રી, ગુજરાત અને રેત સમાધિ
ABHIYAAN

ગીતાંજલિ શ્રી, ગુજરાત અને રેત સમાધિ

ગીતાંજલિ શ્રી હિન્દી સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર છે. તેમની કૃતિ ‘રેત સમાધિ’ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. ભારતીય સાહિત્યકારો અને હિન્દી સાહિત્ય જગત માટે આ સન્માન પ્રાપ્ત થવું ગૌરવશાળી ઘટના છે.

time-read
3 mins  |
December 10, 2022
શિયાળો આ વર્ષે કંઈક અલગ છે!
ABHIYAAN

શિયાળો આ વર્ષે કંઈક અલગ છે!

ડિસેમ્બરમાં પાર્ક સ્ટ્રીટની રોનક જોવા જેવી હોય છે. પાર્ટીઓ ચાલતી હોય છે, ફેસ્ટિવલ થાય છે. બંને તરફના રેસ્ટોરેન્ટમાં સંગીત ગુંજતું રહે છે, ચિત્ર નવું છે પણ ઇમારતો જૂની છે

time-read
2 mins  |
December 10, 2022
બી રિયલઃ આડંબરના યુગમાં કાંકરીચાળો
ABHIYAAN

બી રિયલઃ આડંબરના યુગમાં કાંકરીચાળો

કળિયુગના આ સમયમાં આડંબરની માયાને સમજી, પોતાની રિયલ છબિને દૂષિત ન થવા દઈને એની સાથે જોડાયેલા રહીએ, શક્ય એટલા રિયલ બનવાનો પ્રયાસ કરીએ એ પણ સાધના જ ગણાશે

time-read
5 mins  |
December 10, 2022
ક્રિપ્ટો એક્સચેન્જનો શતમુખી વિનિપાતઃ ધણીધોરી વગરનાં ચલણોના લેનારાઓ નુકસાનીમાં
ABHIYAAN

ક્રિપ્ટો એક્સચેન્જનો શતમુખી વિનિપાતઃ ધણીધોરી વગરનાં ચલણોના લેનારાઓ નુકસાનીમાં

મૂળ ભારતીય વંશના નિષાદ સિંહને નાણાકીય ખોટ ગઈ તો ભલે ગઈ. સ્થાપકોની ટોળકીમાં એ પણ હતો. સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે મહિના બે મહિના અગાઉ સ્થિતિ એવી હતી કે, ક્રિપ્ટોના કલંકિત ધંધામાં એસબીએફને એક સુરક્ષિત દીવાલ સમજવામાં આવતો હતો. એ ધંધામાં ખોટી પ્રેક્ટિસો આવવા દેશે નહીં તેમ મનાતું હતું ગઈ ૧૧મી નવેમ્બરે એફટીએક્સ, એફટીએક્સ.યુ.એસ., અલ્મેડા રિસર્ચ અને સેમની છત્રછાયા નીચેની લગભગ સો કંપનીઓએ ડેલાવરની અદાલતમાં નાદાર થવા માટેની અરજીઓ રજૂ કરી છે ક્રિપ્ટો શેનું પ્રતિનિધિત્વ કરે? માત્ર જુગાર તત્ત્વનું. એટલે તો માત્ર થોડી ટેક્નિકલ આવડત ધરાવતો યુવાન માણસ રાતોરાત અબજોપતિ બની જાય

time-read
10+ mins  |
December 10, 2022
રાજકીય પક્ષોની જાહેર-ખાનગી ‘વ્યૂહરચના’ કેવી હોય છે?
ABHIYAAN

રાજકીય પક્ષોની જાહેર-ખાનગી ‘વ્યૂહરચના’ કેવી હોય છે?

જેમ યુદ્ધભૂમિ પર દુશ્મન સૈન્યને ધૂળ ચાટતું કરવા માટે મજબૂત રણનીતિ ઘડવામાં આવે છે, એવી રીતે જંગ જેવી બની ગયેલી ચૂંટણી જીતવા માટે પણ દરેક રાજકીય પક્ષ પોતાની આગવી વ્યૂહરચના ઘડી, એ મુજબ વિજયી બનવા આકાશપાતાળ એક કરે છે. વ્યૂહરચના એક જાહેર હોય છે, જે બધા જાણતા હોય છે. બીજી ખાનગી હોય છે જે બીજી હરોળના નેતાઓ અને કાર્યકરો જાણતા હોય છે. એ સિવાય એક અદૃશ્ય વ્યૂહરચના હોય છે, જે માત્ર ટોચના નેતાઓ જ જાણતા હોય છે. તેને વિશે કોઈને ક્યારેય ખબર પડતી નથી. એ ક્યારેય ચર્ચાનો વિષય બનતી નથી, પરંતુ ક્યારેક આશ્ચર્યજનક પરિણામો આવે ત્યારે તેની ચર્ચા અનુમાનના આધારે થતી હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં મુખ્ય ત્રણેય પક્ષોની વ્યૂહરચના કેવા પ્રકારની છે એ જાણવું દિલચસ્પ બની રહેશે.

time-read
7 mins  |
December 10, 2022
ભાવિ રાજનીતિ માટે લાલ બત્તી સમાન એક સર્વેક્ષણ
ABHIYAAN

ભાવિ રાજનીતિ માટે લાલ બત્તી સમાન એક સર્વેક્ષણ

૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં એક મુદ્દો આંખે ઊડીને દશ્યમાન થઈ રહ્યો છે તે ભાજપમાં થયેલી બળવાખોરી અને ભાજપથી દૂર થઈ રહેલા યુવા મતદારો. આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા આટલા મોટા પ્રમાણમાં બળવાખોર ઉમેદવારોએ ઉમેદવારી કરીને ભાજપના હાઈકમાન્ડને પડકાર ફેંક્યો હોય. ઓગણીસ બેઠકો પર ભાજપના જ બળવાખોર ઉમેદવારો ભાજપના જ ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે

time-read
6 mins  |
December 10, 2022
આ ચૂંટણીમાં ક્યા મુદ્દા છે?
ABHIYAAN

આ ચૂંટણીમાં ક્યા મુદ્દા છે?

મોંઘવારી ખરેખર સમસ્યા છે. શાકભાજી, દૂધ, અનાજ કે વીજળી, ગેસ, પેટ્રોલ, ડીઝલ વગેરે. આ મુદ્દે ઘણા મતદારો દુઃખી છે. પગાર એટલો વધતો ના હોય જેટલો રોજનો ખર્ચો વધતો હોય કે ચૂંટણીમાં બીજા બે મુદ્દા કે ઇસ્યું છે જેની ચર્ચા કરી શકાય એમ નથી. એક તો છે ઇવીએમ. બીજો ચર્ચા ના કરી શકાય કે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એ પોઇન્ટ છે નરેન્દ્ર મોદી

time-read
10+ mins  |
December 10, 2022