CATEGORIES
Categories
મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેમ શહેર વિસ્તારોની બેઠકો મહત્ત્વ ધરાવે છે એ રીતે મધ્ય ગુજરાતની બેઠકો પણ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે નિર્ણાયક બની રહેશે. વળી, આ વખતે ત્રીજો પક્ષ પણ પ્રવેશ્યો હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્ને પોતપોતાની બેઠકો કઈ રીતે સાચવશે એ જોવું રસપ્રદ બની રહેશે.
ઈરાનનું હિજાબ આંદોલન: ઔરત, જિંદગી અને આઝાદી!
બસો, ટ્રેનો અને ટેક્સીઓમાં ખાસ સીસીટીવી કૅમેરા બેસાડાવ્યા છે. તે કૅમેરાઓ ખાસ સોફ્ટવેર વડે સાંકળી લેવાય છે. બસ, ટેક્સી, ટ્રેન કે રસ્તા પર કોઈ સ્ત્રીનો હિજાબ થોડો આડોઅવળો થાય એટલે કન્ટ્રોલ રૂમને જાણ થાય. એ સોફ્ટવેર એ સ્ત્રીની તમામ ઓળખ, નામ, સરનામું વગેરે થોડી સેકન્ડોમાં જણાવી દે. એ બધી વિગતો સરકારી ટેલિવિઝન પર વહેતી કરાય
કેસીઆરને રાષ્ટ્રીય રાજકારણનો અભરખો
કોઈ પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા માટે તૈયાર થાય તો એ ખરેખર તો આવકારદાયક બાબત ગણાવી જોઈએ, પરંતુ એ માટે પ્રાદેશિક પક્ષને ખરા અર્થમાં રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે સક્રિય બનવું પડે
મુલાયમસિંહઃ સમાજવાદીવિચારનો એક સિતારો અસ્ત
કુસ્તીના શોખીન મુલાયમસિંહે અખાડામાં પહેલવાની કરતાં કરતાં જ રાજકારણમાં પ્રવેશ કરેલો અને ૧૯૬૭માં સૌ પ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય બનેલા
ચોમાસાની અનોખી ભેટઃ ખાડા અને ભૂવા!
જે શહેરના ખાડા અને ભૂવા આટલા બેનમૂનપણે સ્વયંસર્જિત કે સ્વયંભૂ પ્રગટતા હોય એ શહેરના શાસકો અને વહીવટદારો પાસે કેવી કલાત્મક સૂઝ હશે?!
હવે મારે ગ્રે શેડ્સવાળા પાત્રો ભજવવા છે!
એમબીએ થયેલા માનવ ગોહિલ માર્કેટિંગનો બિઝનેસ કરી રહ્યા હતા અને એક ગુજરાતી અને માર્કેટિંગના વિધાર્થી તરીકે તેમને તેમનો બિઝનેસ ડેવલપ કરવો હતો
ધ મિનિએચરિસ્ટ ઓફ જૂનાગઢઃ કહાની ચિત્રકાર કી!
નસીરુદ્દીન શાહ અને રસિકા દુગ્ગલ અભિનીત શૉર્ટ ફિલ્મ ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ', નવલકથાકાર સ્ટિફન ઝવૈગની વાર્તા ‘ધ ઇન્વિઝિબલ કલેક્શન’નું અડલ્ટેશન છે. બારીક ચિત્રકામ કરતાં મિનિએચરિસ્ટના માધ્યમે સર્જકે ભારત-પાક ભાગલાનું દર્દ, ઘર છોડવાનું દુ:ખ, કલાકારનું ઝનૂન, આ બધું બિટ્વિન ધ લાઇન્સ કહી દીધું છે.
પુરુષના અમાનવીય કક્ષાના અહંકારને પોષતો સમાજ
પુરુષનો ગમે તેટલો અવિવેકી અહંકાર પોષતો આપણો સમાજ એક સ્ત્રીના સ્વાભિમાનને સાંખી શકતો નથી. પારિવારિક વિવાદોમાં વાંકગુનો ગમે તેનો હોય, પણ છેવટે ભૂલનો બધો ભાર વહુ કે પત્નીના માથે જ નાખવામાં આવતો હોય છે. સ્ત્રી માટે કાં તો સંબંધ અથવા સ્વાભિમાન બંનેમાંથી એક જ સાચવી શકાય એવી અનિવાર્ય પરિસ્થિતિ ખડી કરી દેવામાં આવતી હોય છે.
કપલ થેરાપી: જ્યારે તકરાર સંબંધોની ગાંઠને ગૂંચવે ત્યારે..
પતિ-પત્ની કહેવા માટે તો એક ગાડીનાં બે પૈડાં છે, પરંતુ ભાગદોડવાળા જીવનમાં એકબીજા માટે નિરાંતની બે પળ મળવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે પરિવારમાં અનેક તકરાર થાય છે. પ્રેમની સાથે તકરાર હોવી જરૂરી છે, પરંતુ તકરાર જ્યારે સંબંધોની ગાંઠને ઢીલી પાડવા માંડે ત્યારે તેને મજબૂત કરવી જરૂરી બની જાય છે 'ને આજકાલ તેમાં આ થેરાપી ટ્રેન્ડમાં છે.
વિસ્તાર ભલે અંતરિયાળ ’ને પછાત હોય, અમે પાછી પાની નથી કરતા
કચ્છમાં ચોમાસાની ઋતુમાં રણની નજીક આવેલા વિસ્તારમાં નાનાં ગામો કે વાંઢો સુધી પહોંચવું મુશ્કેલ બને છે. એમાંય ત્યાં વસવાટ કરતા લોકોમાં રહેલા શિક્ષણના અભાવ અને પછાતપણાને કારણે આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધુ પડકારરૂપ બને છે. આ પડકારને તેઓ એવી રીતે પહોંચી વળે છે કે તેમને સલામ કરવાનું મન થઈ જાય.
ચર્ચાનો મુદ્દો બનેલું ‘મૂનલાઇટિંગ’ શું છે?
વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં, ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓમાં ‘મૂનલાઇટિંગ'ની ચર્ચા દિવસે ને દિવસે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ભારતમાં એક-બે કંપનીએ આ પૉલિસીને મંજૂરી આપતાં ઇન્ડસ્ટ્રીમાં જાણે કે આ મુદ્દે બે ભાગલા પડી ચૂક્યા છે. શું છે આ મૂનલાઇટિંગ? ચાલો સમજીએ.
તળ ઊંચા લાવવા કોઠાસૂઝ કામે લગાડી
ભૂગર્ભ જળ નીચે જતાં રહ્યાં હોવાથી બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ હતી. સામાન્ય જીવન કપરું બનેલું એ સંજોગો વચ્ચે એક ગામડાએ કોઠાસૂઝ વડે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી સમસ્યાના ઉકેલ તરફ અનેક ગામડાંને નવો રાહ ચીંધ્યો હતો.
ભ્રષ્ટાચારના વિરોધી આંદોલનકારીને સમર્થન
અમે હંમેશાં સચ્ચાઈની સાથે રહીએ છીએ
ચાર માસ સુધી નિર્ણય ન લેવાતા ફરી હડતાળ
અમારી માગણી એ છે કે કમિશન પદ્ધતિ હટાવી, ચોક્કસ પગારધોરણ આપવામાં આવે
આશાવર્કર બહેનોનું શોષણ બંધ થવું જોઈએ
સાત હજાર બહેનો સાથે કેન્ડલ માર્ચ કરી
ટેકાનો ભાવ એટલો નીચો કે ખેડૂતોને કંઈ ન મળે
અત્યારે બે પ્રકારે દર વસૂલાય છે, એક મીટર ટેરિફ અને બીજું હોર્સપાવર ટેરિફ
સરકાર કર્મચારીઓની બનતી મદદ કરે જ છે
ઘણાં યુનિયનોની માગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમણે હડતાળો પણ સમેટી લીધી છે
શહેરી વિસ્તારોની બેઠકો પરની ચૂંટણી નિર્ણાયક સાબિત થશે?
મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્ર-કચ્છમાં કયો પક્ષ ફાવી ગયો કે પછી દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેના આધારે ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ થતું હોય છે, પરંતુ આ વખતે ત્રીજો વિકલ્પ શહેરોમાં વધારે સક્રિય બન્યો છે ત્યારે શહેરી બેઠકોનું ગણિત ગણવું પડશે તેમ લાગે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે?
યુક્રેન આટલું લાંબું ખેંચી કાઢશે તેની જ કોઈ શક્યતા જણાતી ન હતી. પશ્ચિમના દેશો યુક્રેનને વધુ ને વધુ આર્થિક, સામરિક અને સામાજિક મદદ આપતાં રહે છે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી નિષ્પક્ષ રીતે થશે?
અશોક ગેહલોતને આ ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું માંડી વાળવાની ફરજ પડ્યા પછી ગાંધી પરિવારના વિશ્વાસુ ઉમેદવાર બની શકે એવા ત્રણ-ચાર અગ્રણીઓના નામ પ્રકાશમાં આવ્યા પછી ઉમેદવારી પત્ર ખડગેનું ભરાયું
પીએફઆઈ પર પ્રતિબંધ તેની રાજકીય પાંખ પર નહીં
પીએફઆઈની એક ‘સર્વિસ’ ટીમ છે. તે ટાર્ગેટ કરાયેલ લોકોની હત્યા કરવાનું કામ કરે છે
વડોદરાના વિધાર્થીએ પાવર લિફ્ટિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સુજલે બેન્ચવેન્ટમાં ૧૩૨.૫ kg પાવર લિફ્ટિંગ કરી બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે
મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમનાં એકમાત્ર મહિલા પાઇલટ
મોટા ભાગે પાઇલટ તરીકે પુરુષો જ છે, પણ રાજકોટની ૧૮૧ની ટીમમાં ભાનુબહેન મઢવી પાઇલટ તરીકે ફરજ બજાવે છે
હવે કમળની દાંડીના રેસામાંથી બનશે કાપડ!
સુમી ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગમાંથી પીએચ.ડી. કરી રહી છે
એક અનોખું પ્રદર્શનઃ સોલ્ટ ધ ફ્રીડમ માર્ચ
પ્રદર્શનમાં મીઠા તેમ જ વોટર કલરના ઉપયોગથી હાર્ડ બોર્ડ ઉપર ૪૦ ચિત્રો તૈયાર કરાયાં
‘દીકરી દેવો ભવઃ' આ સંસ્થાએ ૫૦૧ દીકરીઓ દત્તક લીધી
સરકારના ૧૦ હજાર બાળકીઓને દત્તક લેવાના અભિયાનમાં સિદ્ધિવિનાયક સંસ્થા જોડાઈ
ઓસ્કર માટેની જ્યુરીમાં બે ગુજરાતી ફિલ્મ મેકર્સ
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ભારત તરફથી ઓફિશિયલ ઓસ્કરમાં મોકલવામાં આવી
હિન્દી ભાષાની વાત છેડે છે પંકજ ત્રિપાઠી
હું હિન્દી થકી કમાઉ છું, આ સાથે પ્રયત્ન કરું છું કે મારું આચરણ પણ હિન્દીવાળું રહે! કેમ કે, હિન્દી ભાષા અને વાર્તાઓ અભિન્ન અંગ રહ્યા છે તેવી ઇન્ડસ્ટ્રી, બોલિવૂડથી અત્યારે સામાન્ય દર્શક કટ-ઓફ થઈ ગયો છે
અનુરાગ કશ્યપ જ્યારે બોલે છે..
અમુક કલાકાર - કસબીઓની ફિલ્મની સાથે તેમના ઇન્ટરવ્યૂઝ જોવાની પણ એટલી જ મજા પડે. અનુરાગ કશ્યપ પણ એમાંના એક. તેમણે બૉલિવૂડના ખરાબ સમય ઉપર રસપ્રદ તારણો કાઢ્યા છે અને કારણો આપ્યા છે. થોડા દિવસો પહેલાં ૪૯ના થયેલા કશ્યપ સંગાથે થોડું મનોમંથન આપણે પણ કરીએ!
તમારા ઘરમાં સગાંવહાલાંનું કેટલું ચાલે?
જીવનમાં દરેક તબક્કો વટાવતા જાઓ એમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જાય, સંબંધોમાં પણ. જો આવું ન થાય તો માણસ પ્રગતિશીલ ન કહેવાય. તમારા અંગત સંબંધો ગમે તેટલા મેલભાવવાળા હોય તો પણ તમે તમારો અલગ પરિવાર વસાવો પછી તમારા ઘરની અંગત બાબતોમાં પરિવાર સિવાયનાં સગાંઓ/મિત્રોને કેટલી હદે સમાવેશ આપવો એ માપ ન જાળવો તો છેવટે બાવાના બેય બગડે એવો ઘાટ થાય.