CATEGORIES
Categories
સ્વતંત્રતાનું સંગીતઃ મ્યુઝિકલ નેશનાલિઝમ
ભારતની આઝાદીની એક ખૂબી એ રહી છે કે દેશપ્રેમની લાગણીને કળા સાહિત્ય મારફતે પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. જાગૃતિ અને ઉત્સાહ પેદા કરવા માટે સંગીતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં, આઝાદીમાં કેવાં ગીતોએ કેવી ભૂમિકા ભજવી હતી, તેની આછી ઝલક આપવા પ્રયાસ કર્યો છે.
સ્વતંત્રતા સંગ્રામને સમાંતર સામાજિક આંદોલનની ભૂમિકા
ભારતની આઝાદી માટેના બીજ તો ઓગણીસમી સદીમાં વવાઈ ચૂક્યા હતા. એ સદી દેશના ઇતિહાસમાં સમાજ સુધારાની સદી ગણાય છે. અનેક સુધારકોએ સમાજ પરિવર્તન અર્થે જીવન સમર્પિત કર્યું. આ આંદોલનોએ પરિવર્તનની પ્રગટાવેલી મશાલને વધુ પ્રજ્વલિત કરવાની જવાબદારી નિભાવીને તેને યાદ કરીએ.
ભારતમાં આર્થિક સુધારા: વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ
ભારતમાં ૧૯૯૧માં લાવવામાં આવેલા આર્થિક સુધારાએ વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયાની શરૂઆત કરી. દેશે સમાજવાદના આદર્શને કોરાણે મૂકીને આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનાં પરિણામ એક દાયકા પછી મળવા શરૂ થયાં, પણ આ મૂડીવાદી પ્રક્રિયાએ ભારતમાં ભારે આર્થિક અસમાનતા ઊભી કરી. બેકારી-ગરીબીને સદંતર દૂર કરવામાં તે નિષ્ફળ રહી તે હકીકતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતનું ભલું થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે..
આઝાદી પછી ભારતે વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ક્ષેત્રે હરણફાળ ભરી અને આજે રૉકેટ ગતિએ એ પ્રગતિ થઈ રહી છે. પછાત દેશોની તુલનાએ આપણે ઘણા આધુનિક છીએ તો પ્રગતિશીલ રાષ્ટ્રોની સરખામણીએ આપણું પછાતપણું ઊડીને આંખે વળગે એવું છે. આ વિરોધાભાસની અહીં માંડીને ચર્ચા કરવામાં આવી છે.
આઝાદીનો અર્થ અને મર્મ
અંગ્રેજોએ સત્તા ભારતીયોને સોંપી એટલા પૂરતો દેશને આપણે આઝાદ માનતા હોઈએ તો એ માન્યતા ભૂલ ભરેલી છે. રાજકીય આઝાદીની સાથે સામાજિક આઝાદી પણ એટલી જ મહત્ત્વની છે. જેની અહીં માંડીને વાત કરવામાં આવી છે.
આઝાદીકાળનું પત્રકારત્વઃ જનચેતનાનો પર્યાય
મુઘલોની અને ત્યાર બાદ અંગ્રેજોની લાંબી ગુલામીમાં રહેલા ભારતની આઝાદીની લડતનો લાંબો અવિસ્મરણીય ઇતિહાસ છે અને એ ઇતિહાસમાં જ ભારતીય પત્રકારત્વના પ્રદાનની ગાથા નિહિત છે. એમ કહેવામાં અતિશયોક્તિ નહિ જ હોય કે, સ્વતંત્રતાપ્રાપ્તિની આ લડાઈ પત્રકારત્વ દ્વારા જ આરંભાઈ હતી.
સ્વાતંત્ર્યપ્રાપ્તિનો સમયગાળો: કાર્ટૂનિસ્ટોની નજરે
અંગ્રેજી શાસનમાંથી મળેલી આઝાદી અને તેની સાથે સાથે અખંડ હિન્દુસ્તાનનું થયેલું વિભાજન. સમગ્ર દેશના ઇતિહાસ અને ભૂગોળને આ બંને ઘટનાઓએ બદલી નાખ્યા. આ સમયગાળાની આસપાસનાં કાર્ટૂનો દ્વારા કાર્ટૂનિસ્ટોએ આ ઘટનાઓને શી રીતે આલેખી એ જાણવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભારતમાં રાજ્યોની પુનર્રચના પડકારો અને ઉકેલ
દેશ આઝાદ થયો પછી પણ પ્રશ્નો ખતમ નહોતા થયા. એમાંય રાજ્યોની રચના કઈ રીતે કરવી એ સવાલે તત્કાલીન રાજકીય નેતાઓની કસોટી કરી લીધી હતી. ભાષાવાર રચનાની ગાંધીજીએ હિમાયત કરી હોવા છતાં નહેરુએ એ ન અપનાવતાં આંદોલનો પણ થયાં. ભાષા ઉપરાંત અન્ય કારણોને લીધે પણ રાજ્યો રચાતાં આવ્યાં.
આઝાદીનાં ૭૫ વર્ષ: દેશી કબૂતરથી પોસ્ટલ ડ્રોન સુધી
ભારતમાં છેલ્લાં ૭૫ વર્ષમાં માળખાગત ફેરફારો કેવા થયા? માળખું કેટલું મજબૂત બન્યું? ક્યાં ખોખલું થયું? ક્યાં કેટલું બદલાયું? સદી સુધીની યાત્રા માટે આ પ્રશ્નો ઉપયોગી છે. અહીં આઝાદી પૂર્વેથી માંડીને આજ પર્યંતના માળખાગત પરિવર્તન અંગે સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી છે.
સંપાદકીય: સ્વરાજનાં સંભારણાં
સંશોધન દરમિયાન ધ્યાનમાં આવ્યું કે સરકારી મશીનરી અને બહુમતી પ્રચાર માધ્યમો આઝાદીનાં ૭૫ વર્ષ જેવી સીમાચિહ્નરૂપ ઘટનાને એક ચોક્કસ બીબાઢાળ દ્રષ્ટિકોણથી જોવા ટેવાઈ ગયા છે
આઝાદી સુધીની સફરના જાણવા-સમજવા જેવા આટાપાટા
‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ, બિના ઢાલ’ -એવું કવિ પ્રદીપજી ગાંધીજીની અહિંસાને અંજલિ આપવા માટે લખે, એ બરાબર છે, પરંતુ આઝાદી માટે દાયકાઓથી ચાલતો સંઘર્ષ પૂર્ણાહુતિ સુધી શી રીતે પહોંચ્યો, તે સમજવા માટે કવિતાઓ કે દંતકથાઓ કામ ન લાગે, કારણ કે તે પ્રક્રિયામાં સંકળાયેલા છે અણગમતાં સમાધાન, કારમા આઘાત, ભોગ-બલિદાન, વ્યૂહરચનાની શતરંજ, દેશપ્રેમની સાથોસાથ કુનેહની આકરી કસોટી, વાટાઘાટો અને આઝાદીને ગજવામાં ગણતા લોકોને અંદાજ પણ ન આવે એવા પડકાર.
ફિલ્મોની ચાંચિયાગીરી: ‘તમિલ રોકર્સ’ હાજીર હો!
ફિલ્મોની, ફિલ્મ-મૅકિંગની, ફિલ્મી-કલાકારોની વાત કરતી ફિલ્મો બની છે, પણ સિનેમાની પાયરસી કરતી ‘ઘટના' પર જ સિનેમા બની રહ્યું છે. એવી રમૂજ પણ ચાલી રહી છે કે ‘તમિલ રૉકર્સ' સિરીઝ રિલીઝ થતાં જ ‘તમિલ રૉકર્સ' જ તેની પાઇરસી કરશે!
એકતરફી પ્રેમનો અસ્વીકાર સામેના પાત્રનો અધિકાર
‘એકતરફા પ્યારકી તાકત તુમ ક્યા જાનો, રમેશબાબુ?’ જેવા ઈમ્પ્રેસિવ ડાયલોગ બોલીને ફિલ્મ હિટ કરાવી શકાય, જીવન ન જીવી શકાય. તમારી પ્રેમાળ લાગણીઓ તમારા સમગ્ર જીવનને અસરકર્તા બનતી હોય છે, તે તમારે સમજી વિચારીને વહેંચવી જોઈએ. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તમારી લાગણીઓને પરત આપવા બંધાયેલી નથી.
બોલો, બીજું શું ચાલે છે?!
શરમ નથી આવતી બીજું કરવાની? તમને લોકોને થઈ શું ગયું છે આજકાલ? તમને ખબર છે, અમારી પેઢીના લોકો જિંદગીભર પહેલું લગ્ન ટકાવી રાખતાં.’
મહેશ ઠાકરઃ એક વિરલ પત્રકારની ચિરવિદાય
મહેશ ઠાકર પ્રાસંગિક લેખોને પણ જે રીતે પ્રસ્તુત કરતા હતા અને તેમાં વિષયને આનુષંગિક અનેક પ્રકારના સંદર્ભ સાથેની માહિતીનો વિનિયોગ કરતા હતા એ અદ્ભુત અને અનોખી તરાહ હતી અને એટલે જ તેમની નકલ કરવાનું કે આબેહૂબ રીતે તેમને અનુસરવાનું શક્ય ન હતું
નવ દાયકા બાદ ફરી ગિરિમાળાઓમાં ગુંજશે ગાડીની ગુંજ!
દાયકાઓથી અભરાઈએ ચડાવી દેવાયેલા આબુ- અંબાજી રેલવે પ્રોજેક્ટને છેવટે મંજૂરી મળતાં આ પંથકના વિકાસની આશાઓ જાગી છે. અહીંના મહત્ત્વના ગણાતા માર્બલના તેમ જ ખેતપેદાશો સહિતના માલનું પણ મોટા પાયે ઝડપી પરિવહન થશે, જેના થકી લાખો લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.
મારે ‘ડોક્ટર’ બનવું હતું પણ..
ડોક્ટર બનવાના સપના સેવતી એક ૧૬ વર્ષની દીકરી, જે આજે ૫૫ વર્ષે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં દેહવ્યાપાર કરે છે. એવું તો શું થયું ઉચ્ચ પરિવારની 'દેવ્યાની’ સાથે કે આજે પ્રૌઢ ઉંમરે પણ ‘લાલી’ બનીને તે ગ્રાહકોની રાહ જુએ છે..?
ચામડીના રંગ નહીં, ક્ષમતા પર ફોકસ કરો
સેરેના વિલિમ્સ વર્લ્ડ નંબર વન છે, એ ગોરી નથી
ગોરા રંગનું ગુમાન ઘટશે તો જ રંગભેદ ઘટશે
સમાચારવાચકથી લઈને અભિનેતાથી અભિનેત્રીઓ સુધી મીડિયાના ચહેરાઓ હંમેશાં ગોરા જ હોય છે
ચરિત્ર, વિચારો, અનુભવો જ લાઇફમાં અગત્યનાં છે
પુરુષ અને સ્ત્રીમાં હેલ્થ, વેલ્થ, મેન્ટલ હેલ્થ અને ફાઇનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ સિવાય કોઈ વસ્તુ અગત્યની નથી
ત્વચાના રંગનું વિજ્ઞાન
સૂર્યમાંથી આવતાં હાનિકારક યુવી કિરણો ત્વચાના કોષો ભેદીને મ્યુટેશન અને કેન્સર જેવી સમસ્યાઓ જન્માવી શકે છે
અસમાનતાની આઇડિયોલોજી આપણી ગળથૂથીમાં
ગોરી ચામડીવાળા વધારે બુદ્ધિશાળી, હોશિયાર, વધારે સારા, પણ આપણા કલ્ચરમાં આ ખ્યાલ નહોતો
માનસિક રીતે કલર ન્યુટ્રલ ફિટનેસ જરૂરી છે
ડાર્ક કે બ્રાઉન પીપલ નિમ્ન-ઊતરતા હોય એવી માન્યતા વરસોથી લોકોનાં મનમાં ઘર કરી ગઈ છે
ક્રેઓન કેસ
ક્રેઓન મોટા ભાગે બાળકો વાપરતાં હોવાથી નાનપણથી જ એમનાં મનમાં એ વિચાર સ્થાપિત થઈ જવાનો ભય રહે છે કે ત્વચાનો રંગ અમુક પ્રકારનો જ હોવો જોઈએ
સુંદર કામ કરે એ જ સુંદર..
હેન્ડસમ ઇઝ વોટ અ હેન્ડસમ ડઝ
‘ખિલાડી કુમાર’ને આ ખબર છે ખરી?
ગુજરાત કૂડો એસોસિયેશન હેઠળ ચાલતા અમદાવાદ કૂડો ચેપ્ટરમાં અઢળક ગેરરીતિઓ સામે આવી છે. આ ચેપ્ટર હેઠળ છેલ્લાં છ-સાત વર્ષોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના પુરાવા મળી આવ્યા છે. વધુમાં આ ચેપ્ટર એ કૂડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઈન્ડિયા હેઠળ આવે છે, જેના ચૅરમેન ખુદ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમાર છે. આ ફેડરેશનને ભારત સરકારના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
હજી આપણે કેટલી વસતી જોઈએ?
ચીન સાથે વસતીની સરખામણી માત્ર વસતી વડે ન થાય. કોની પાસે કેટલી જમીન અને રહેવાની, ખેતીવાડીની મોકળાશ છે તે પણ જોવું પડે. બીજો વિચાર એ કરવો પડે કે ભારતમાં વધી રહેલી વસતીથી વિકાસ વધી રહ્યો છે કે પછી અફાટ માનવસાગર વિકાસમાં બાધારૂપ બની રહ્યો છે?
મફતની યોજનાઓ સામે કેન્દ્ર અને રાજ્યોએ સતર્ક થવાની જરૂર
માત્ર ચૂંટણી વખતે જ નહીં તો સત્તા મેળવ્યા પછી પણ લોકોને ખુશ કરવા માટે કેટલીક રાજ્ય સરકારો આ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે. ક્યારેક સાવ મફત નહીં તો સબસિડાઇઝ એટલે કે ઓછા દરે લોકોને વસ્તુ કે સેવા સુલભ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષી એકતાના લીરા ઊડ્યા
વિપક્ષે ઉપરાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના માર્ગારેટ આલ્વાનું નામ જાહેર કર્યું છે, પરંતુ કોંગ્રેસ તેને માટે કેમ સંમત થઈ એ સવાલ હજુ ઘણાના મનમાં છે. કેમ કે ગાંધી પરિવાર સાથે આલ્વાના સંબંધો વણસેલા હતા
ગટરનું ઢાંકણું ખોલતાવેંત એમાંથી મગર પ્રગટ્યો!
આમ તો વડોદરામાં મગરોનું સરનામું વિશ્વામિત્રી નદી અને તેનો કિનારો છે, પરંતુ માણસો જો માઇગ્રેશન કરતા હોય તો મગરોએ શું ગુનો કર્યો?