CATEGORIES
Categories
૨૦૦ કિલોના દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો
સિવિલમાં આ પહેલો કિસ્સો હતો જ્યાં આટલી મોટી સર્જરી થઈ હોય
અમદાવાદનું નવું નામ નામ ભૂવાનગરી!
વરસાદ શરૂ થતા જ અમદાવાદમાં દર વર્ષે ૭૦થી ૮૦ ભૂવા પડે છે, પરંતુ આ વર્ષે તો સિઝનના પહેલા જ વરસાદમાં ૨૮ ભૂવા પડી ગયા
ખાડાઓ બૂરવાને બદલે સરકારે એપ્લિકેશન લોન્ચ કરી!
એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કરવા એન્ડ્રોઇડ ફોનમાં ‘Purnesh Modi' એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં Add suggestion ઓપન કરવું
જૂનાગઢમાં કોલેજિયનો મોં પર રૂમાલ બાંધીને ભણે છે!
પ્લાસ્ટિકના કચરા સહિતની શહેરભરની ગંદકીના ઢગલા અહીં ખડકવામાં આવે છે. રખડતાં ઢોરના ધણ પણ અહીં એકત્ર થાય છે
ચોમાસામાં પ્રવાસીઓ, તસવીરકારો માટે સ્વર્ગ બનેલું સાપુતારા
અંબિકા નદીમાં પૂર આવતાં ગિરા ધોધનો નજારો અદ્ભુત લાગે છે
સત્યમેવ જયતે
જો માબાપો પહેલાં વિઝા મેળવે પછી એમનાં સંતાનો વિઝાની અરજી કરે તો વિઝા આપવામાં નથી આવતા, પણ માબાપોને અપાયેલ વિઝા પણ તેઓ કેન્સલ કરે છે
૭૭૭ ચાર્લી: તમે વહાલનો દરિયો, અમે તરસ્યા વ્હાલીડા!
કન્નડ સ્ટાર રક્ષિત શેટ્ટીની ફિલ્મ ‘૭૭૭ ચાર્લી'માં એક શ્વાન અને માણસ વચ્ચેના સંબંધની વાત દર્શાવવામાં આવી છે. એક અબોલા જીવના કારણે એક બોલતા સમજતા માણસમાં આવેલા ફેરફારની વાત ‘૭૭૭ ચાર્લી'માં છે. વિઝ્યુઅલી અને ઇમોશનલી મજબૂત આ ફિલ્મ વિશેની રસપ્રદ વાત અહીં કરી છે.
રોતલ વ્યક્તિના પ્રેમમાં ન પડાય!
પ્રેમ કે દાંપત્યજીવનમાં એકબીજા સામે પારદર્શક રહેવું જોઈએ કે તમારી સાચી લાગણીઓ જાહેર કરવી જોઈએ. વિશ્વાસનો સર્વોચ્ચ તબક્કો કહેવાય તેને, પરંતુ સતત રડતાં રહેતાં કે ફરિયાદ કરતાં રહેતાં લોકો જેન્યુઇન હોવાની શક્યતા ઘટી જાય છે. આવા રોતલકક્ષાએ લાગણીશીલ માણસો ઘણીવાર બહુ મોટા ઇમોશનલ મેનિપ્યુલેટર હોય છે. આવા માણસો તમને જ્યાં સુધી તેમના અગાઉના શિકાર વ્યક્તિની જેવી જ અસહાય પરિસ્થિતિમાં ન મૂકી દે ત્યાં સુધી તેમની સચ્ચાઈ તમે જોઈ શકતા નથી!
કોલેજસ્ય પ્રથમ દિને..!!
અરે, મેડમ, હું તો આજે બસ લાગણી જ લાગણી અનુભવી રહ્યો છું! ! અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારામાં તો ઢગલે ઢગલા લાગણીઓ ભરી પડી છે!'
કચ્છ યુનિ. જૈન ધર્મને સમાજ વચ્ચે લઈ જશે
કચ્છમાં મોટી સંખ્યામાં જૈન ધર્મી લોકો રહે છે. અહીંનાં પ્રાચીન જૈન મંદિરોમાં અનેક હસ્તપ્રતો સચવાયેલી છે. સદીઓ જૂનાં મંદિરો સમયે સમયે જીર્ણોદ્ધાર પામતાં રહે છે. અહીંની જૈન ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરો આજે વિશ્વભરમાં ફેલાયેલી છે. જોકે તે વિશે ગહન સંશોધન થયું નથી, પરંતુ આ દિશામાં એક પહેલ કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં પ્રથમ વખત યોજાશે ‘એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશન'
ગુજરાતના ખેડૂતો પાસે ખેતીની અવનવી પદ્ધતિ છે. તો સાથે જ અનેક પ્રકારની ખેતીની ઊપજ પણ છે. છતાંય ખેતીને પ્રોત્સાહિત કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ નથી પરંતુ હવે ગુજરાતમાં પ્રથમ વાર એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની તૈયારી કરવામાં આવી છે. આગામી ૨૧ અને ૨૨ જુલાઈએ જીટીયુ કેમ્પસમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વિશે જાણવું રસપ્રદ રહેશે.
થિયેટરમાં ફિલ્મ જોવાની ટેવ પાડવી પડશે
અવનવા વિષયો સાથેની અઢળક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે
રૂરલ ફિલ્મના કેવા હાલચાલ?
ગુજરાતમાં એક આખો વર્ગ એવો છે જેમને ફિલ્મ જોવી છે, પણ તેમની નજીકમાં થિયેટર જ નથી! અને જે થિયેટર કે મલ્ટિપ્લેક્સિસ છે તેના દર મજૂર વર્ગ ખર્ચી શકે તેમ નથી
માટીની ધૂળની સુગંધ અને ગુજરાતીપણાની જરૂર
ગતિ અને તાલ સાથે સત્ત્વશીલ ગુજરાતી ફિલ્મ બનશે તો પ્રેક્ષકો તેને જરૂર આવકારશે
લંકાની આગમાં દાઝતી લોક્શાહી
અર્થશાસ્ત્રીઓ શ્રીલંકાના આર્થિક સંકટ પાછળનું એક મુખ્ય કારણ સમજાવે છે કે, એ દેશ નિકાસ કરતાં આયાત વધુ કરે છે, કમાવા કરતાં ખર્ચો વધુ કરે છે
અન્ના ડીએમકે પર પલાનીસ્વામીનું વર્ચસ્વ સ્થાપિત
જયલલિતાની ચિરવિદાય પછી તેમના અનુગામી તરીકે શશિકલાએ પક્ષની લગામ સંભાળી હતી, પરંતુ તેમના જેલવાસ દરમિયાન પક્ષનું સુકાન તેમના હાથમાંથી સરી ગયું હતું
શ્રીલંકાની બરબાદી આર્થિક અનાચારનો અંજામઃ ઉપાય શું?
શાસક પરિવારનો બેફામ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ પણ એટલો જ જવાબદાર છે
શિંજો આબેઃ ભારતની ક્ષમતાના પારખુ મિત્રની વિદાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની નિકટતાને કારણે જ મોદીએ તેમને ભારતના અનન્ય હિતેચ્છુ ઉપરાંત અંગત મિત્ર ગણાવ્યા છે
પક્ષપલટાનું રાજકારણ કોંગ્રેસ સામે મોટો પડકાર
સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત આદેશથી શિવસેનાનાં બંને જૂથો હાલ રાહત અનુભવતા હોવાનું ભલે લાગે, પરંતુ રાજકીય ઘટનાક્રમની ગતિશીલતાને અવરોધી શકાતી નથી
રાજપીપળાના પ્રિન્સે અમેરિકામાં પાર્ટનર સાથે લગ્ન કર્યા
માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એક સાથે રહે છે
ઇસરોનું આ સેન્સર વીજળી પકડી પાડશે!!
આ સેન્સરની આસપાસ ૨૦૦ કિલોમીટરની રેન્જમાં જો કોઈ વીજળી પડશે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સાથે સ્ટોર થશે અને ઇસરોને આગળ એ મદદરૂપ થશે અને ઇસરો તેનું રેગ્યુલર મોનિટરિંગ કરશે
પ્રસૂતિ બાદ મહિલાનું બંધ થયેલું હૃદય ફરી ધબકતું થયું
તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દોઢ મહિના સુધી સઘન સારવાર આપવામાં આવી હતી
ટ્રેનના ચાર કોચ માથેથી પસાર થઈ ગયા, કિશોર બચી ગયો!
પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા તેની માતા હતપ્રભ બની ગઈ
'નેપાલી ક્યા કર સકતે હૈ?'નો જવાબ..
દાંડિયા બજાર ફાયર સ્ટેશન નજીક હોવાથી ફાયર બ્રિગેડ ટીમ આવી પહોંચી અને બોટ સાથે તળાવમાં ઊતરી
અભણ મહિલાએ દાખલો બેસે એવું પશુપાલન કરી બતાવ્યું
મોંઘીબહેને પશુઓની વંશાવળીની જાળવણી કરવા ૪ પાડા અને એક કાંકરેજી ખૂંટને પોતાનાં પશુઓ સાથે રાખ્યા છે
બેરોજગારી: સબ પર ભારી
કોરોનાકાળમાં લાખો લોકોએ નોકરી ગુમાવી એ વાત સર્વવિદિત છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકોએ પોતાના જીવનમાં સૌથી ખરાબ દિવસો જોયા છે. આ સમયગાળો જો બાજુ પર મૂકીએ તો પણ ભારત માટે ગરીબી અને બેરોજગારી હંમેશાં યક્ષપ્રશ્નો રહ્યા છે. એવી આશાઓ બંધાતી હતી કે કોરોના પછી બધુ સમુંસુતરું થઈ જશે, પાટે ચડી જશે, પરંતુ બેરોજગારીની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી. એવા રિપોર્ટ્સ પણ આવે છે કે કરોડો લોકો હવે નોકરી મળશે તેવી આશા જ ખોઈ બેઠા છે. તાજા આંકડાઓ પણ એ વાતની સાક્ષી પૂરે છે કે દર મહિને બેરોજગારીનો દર વધી જ રહ્યો છે અને આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની રહ્યો છે. ક્યા પરિબળો તેમાં ભાગ ભજવી રહ્યા છે? આ પ્રશ્નને પહોંચી વળવાનો કોઈ રસ્તો છે ખરો? શું કહે છે વિશેષજ્ઞો? વાંચો તબક્કાવાર વિશ્લેષણ..
ગુરુ, પરમગુરુ અને ગુરુપૂર્ણિમા!
“અરે ભ’ઈ, લાવવાથી મોક્ષ આવતો હોત તો સારું જ ને! આપણે મોક્ષને અવારનવાર ઇમ્પોર્ટ કરતા જ રહીએ! મોક્ષ એમ કંઈ લાવવાથી નથી આવતો.”
૬.૬૦ કરોડ વર્ષો પૂર્વે અહીં ડાયનાસોર વિહરતાં હતાં
એક જમાનામાં આપણા ગુજરાતમાં ડાયનાસોર જેવાં કદાવર પ્રાણીઓ વસવાટ કરતાં હતાં. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં વર્ષ ૧૯૮૦-૮૧માં પુરાતત્ત્વ વિજ્ઞાનીઓને ડાયનાસોરનાં હાડકાં અને અવશેષો મળતાં આ આશ્ચર્યજનક હકીકત સામે આવી હતી. ૬ કરોડ અને ૬૦ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરની ૧૩થી પણ વધુ પ્રજાતિઓ અહીં ઉદ્ભવી હતી. દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફૉસિલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જે કુતૂહલપ્રેમી પ્રવાસીઓ માટે અચૂક મુલાકાત લેવી પડે એવું સ્થળ બન્યું છે.
‘ગુજરાત ગૌરવ અભિયાન' હેઠળ PMના હસ્તે રાજ્યને રૂ.૨૧ હજાર કરોડનાં વિકાસકામોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે વિભાગના ૧૬ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ‘પોષણ સુધા યોજના’ હેઠળ ૧૧૮ કરોડના ખર્ચે સગર્ભાધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન અપાશે
રોજગારી અને શિક્ષણ વચ્ચે કોઈ તાલમેલ નથી
આપણે ત્યાં કૃષિ ક્ષેત્ર કે જે દેશની ૫૦ ટકા વસ્તીને રોજગારી આપે છે તેનો જીડીપીમાં ફાળો માત્ર ૧૬ ટકા જ છે