CATEGORIES
Categories
ટેલિવિઝનનો સુવર્ણકાળ, દૂરદર્શનનો એ જમાનો
એક જમાનામાં ટેલિવિઝનનો પર્યાય બની ચૂકેલું અને એક આખી પેઢીનું જેણે જ્ઞાનવર્ધક અને મનોરંજક પ્રોગ્રામો થકી ઘડતર કર્યું છે એ દૂરદર્શન તેનાં ૬૩ વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. ટૅક્નોલૉજીમાં થયેલા વૈશ્વિક ફેરફારો વચ્ચે પણ દૂરદર્શન તેનું અસ્તિત્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. અહીં તેના જન્મદિવસના પ્રસંગે તેનો ભવ્ય વારસો દર્શાવતો વિશેષ અહેવાલ પ્રસ્તુત છે.
ઇડરમાં ૯ દાયકા પહેલાં એર એમ્બ્યુલન્સ સેવા ચાલતી
મોટા ભાગે રાજા-મહારાજાઓને તેમના આલીશાન મહેલો, સ્થાપત્યો કે તેમણે ખેલેલાં યુદ્ધો અગર તો પ્રજા પર ગુજારેલા અત્યાચારોથી લોકો યાદ કરતા હોય છે, પણ કેટલાક રાજાઓ એવા પણ થઈ ગયા જેમણે દાખલો બેસાડે એવા પ્રજાલક્ષી કામ કર્યા હતા, એમાંના એક હતા ઇડરના રાજવી હિંમતસિંહ. તેમનો જન્મદિન હાલમાં જ ગયો છે ત્યારે તેમના આગવા શાસનની એક ઝલક જોઈએ.
વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે કચ્છને મળી રૂપિયા પાંચ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિવન - વીર બાળ સ્મારક, નર્મદાની કચ્છ શાખા નહેર સહિત ૧૨ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
કરોડોમાં એક મિખાઇલ ગોર્બાચેવ
ગોર્બાચેવ મક્કમપણે માનતા કે લોકોને અભિપ્રાય વ્યક્ત કરવાની, સ્વતંત્રતા, વાજબી ઇચ્છાનુસાર જીવન વ્યાપન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તેઓને સુખી કરવા માટે તેઓ પર દમન ગુજારવું જરૂરી નથી
ગુજરાતની ચૂંટણી લોકોની પરિપક્વતાની કસોટીરૂપ હશે
અગાઉ એક ચૂંટણીમાં કોંગ્રેસે લોકોને સસ્તા ભાવે મકાન આપવા માટેના ફોર્મની વહેંચણી કરી હતી, પરંતુ ચૂંટણી જીતવામાં એ કશું ઉપયોગમાં આવ્યું ન હતું
આર્થિક મોરચે ભારતની ઉજ્જ્વળ તસવીર
વિશ્વના મોટા ભાગના દેશોમાં વિકાસની રફતાર મંદ બની છે એવે સમયે ભારતીય અર્થતંત્ર કોરોના સંકટ પૂર્વેના સમયગાળાની ગતિ હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે
મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણ ફડણવીસને કેમ મળ્યા હતા?
એક મરાઠા પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણે પણ પોતાની હરકતથી કોંગ્રેસ મોવડીમંડળને આશ્ચર્યચકિત કરી દીધું
સોમનાથના યાત્રિકોની સારવાર હવે ડિજિટલ ડોક્ટર કરશે!
આ ડિજિટલ ડોક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી. સહિત ર૦થી વધારે મેડિકલ રિપોર્ટ મેળવી શકાશે
દુબઈના મંદિરમાં સંત જલારામ બાપાની મૂર્તિનું સ્થાપન
દુબઈમાં રહેતા રઘુવંશી અગ્રણી ભરતભાઈ રૂપારેલે તો વર્ષ ૧૯૮૫માં દુબઈમાં પ્રવેશતી વખતે જ સંકલ્પ કર્યો હતો કે જલારામ બાપા શક્તિ પ્રદાન કરશે તો તેમનું મંદિર અથવા તો મૂર્તિ સ્થાપન કરાવીશ
બાપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે વિસર્જનની પણ સુવિધા
મહેમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક દેવસ્થાન ગુજરાતનું સૌથી મોટું ગણપતિનું મંદિર માનવામાં આવે છે
૧૧ વર્ષથી વગર વિયાયે ગાય દિવસનું ૬ લિટર દૂધ આપે છે!
ગાય કે વાછરડીમાં આંચળના હોર્મોન્સ ડેવલોપ થાય અને મિલ્ક સિક્રેશનના ડેવલપમેન્ટના લીધે ગાય કે વાછરડી વિયાયા વગર દૂધ આપી શકે છે
તલાટીએ પુરાવા વિના દોઢ હજાર લગ્નોની નોંધણી કરી નાખી!
અધૂરી લગ્નયાદી હોવા છતાં લગ્ન નોંધણી કરી
વૃદ્ધાએ તબીબી સલાહને અવગણી હિમાલય સર કર્યો
ચારેક વર્ષ પૂર્વે તેમને આર્થરાઇટ્સને કારણે ડોક્ટર દ્વારા હવે ફરી કદી ટ્રેકિંગ ન કરવાની સલાહ મળી હતી
DNA ડાયેટ અપાવશે ડાયાબિટીસમાં મોટી રાહત
ડાયાબિટીસએ મેટાબોલિક રોગનો એક પ્રકાર છે, જેમાં બ્લડ સુગરનું સ્તર અનિયંત્રિત રીતે વધઘટ થાય છે. કેટલાક લોકો એવું માને છે કે વધારે પડતી સુગર લેવાથી ડાયાબિટીસ થતો હોય છે, પરંતુ મેદસ્વીતાને કારણે પણ ક્યારેક ડાયાબિટીસ થતો હોય છે
તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?
સામાન્ય રીતે ખાદ્યતેલની વાત નીકળે તો એને શરીરમાં વધતી ચરબી માટે મોટા ભાગે ખલનાયક ગણવામાં આવે છે. જોકે વિવિધ ફૂડ પ્રોસેસિંગ ટૅક્નોલૉજી ’ને આ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનોને પરિણામે બજારમાં અવનવાં ખાદ્યતેલ આવી રહ્યાં છે જેમના વિશે એવું કહેવાય છે કે એ ‘હેલ્ધી’ એટલે કે ઓછા નુકસાનકારક છે. એવામાં કયું તેલ વાપરવું સારું તે સવાલ થાય છે.
ચોમાસામાં શું ખાવું અને શું ના ખાવું તે સમજવું જરૂરી
ચોમાસાની ઋતુ આવે એટલે બાળકો ગાતાં હોય છે કે, ‘આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી 'ને કારેલાંનું શાક', સાંભળવામાં સામાન્ય લાગતી આ વાત હકીકતમાં ચોમાસામાં કેવું ફૂડ ખાવું અને કેવું ના ખાવું તેની હકીકત દર્શાવે છે. આવો જાણીએ વર્ષાઋતુમાં શું ખાવું જોઈએ અને કેવો આહાર લેવાનું ટાળવું જોઈએ.
મરાઠી વાનગીઓ વડોદરાવાસીઓને વહાલી કઈ રીતે બની?
પ્રત્યેક પ્રદેશની રહેણીકરણી તથા ખાણીપીણી ઉપર ત્યાં રહેતા મોટા જનસમુદાયનો પ્રભાવ રહેવાનો જ. શાસન પ્રણાલીની પણ અસર રહે. તેથી જ આપણે ત્યાં દરેક પ્રદેશની કોઈક ને કોઈક વિશેષ વાનગીઓ જોવા મળે છે. દીવ દમણ કે ગોવામાં પોર્ટુગીઝોની અસર ત્યાંના ફૂડ ઉપર આજે પણ જોવા મળે છે. એવી જ રીતે મરાઠા શાસન હેઠળ રહી ચૂકેલા વડોદરામાં આજે પણ મરાઠી વાનગીઓનો પ્રભાવ જોઈ શકાય છે.
ચરોતરની મીઠાઈ અને ફરસાણથી મોહિત એનઆરઆઈ
દરેક પ્રદેશની ખાસ વાનગીઓ ત્યાંના રહેવાસીઓને વિશેષ વહાલી હોય છે. ચરોતરમાં કેટલીક મીઠાઈ અને ફરસાણ તો એટલા લોકપ્રિય છે કે આ પંથકમાંથી જઈને વિદેશમાં વસી ગયેલા લોકોની જીભમાંથી પણ એનો સ્વાદ જતો નથી.
સ્વર્ગને ભુલાવી દે એવાં કાઠિયાવાડનાં ભોજનિયાં
એક દુહામાં કહેવાયું છે કે, “કાઠિયાવાડમાં તું કોક દી' ભૂલો પડ ભગવાન, તું થા ને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” ભગવાનને પોતાને આંગણે મહેમાન બનીને આવવાનું નોતરું આપતા કાઠિયાવાડીનાં ભોજન પણ એવાં સ્વાદિષ્ટ કે ખુદ ભગવાન પણ સ્વર્ગને ભૂલી જાય! એ સાદા છતાં સ્વાદિષ્ટ ભોજનિયાં કેવાં છે એ જાણવા ચાલો આપણેય આ મીઠડા મુલકમાં ભૂલા પડીએ..!
મંગેતર માટેના 'કે-૧’ વિઝા
‘કે-૧’ વિઝા મેળવવા માટે અમેરિકામાં રહેતી વ્યક્તિ, જેની જોડે તમે અમેરિકામાં લગ્ન કરવા ઇચ્છો છો, એ વ્યક્તિ અમેરિકન સિટીઝન હોવી જોઈએ
‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ' ઊજવાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં ભાગ લીધો
ફ્યુઝન ફૂડઃ જગતભરની વાનગીઓનો ખીચડો!
ત્રણ-ચાર દશક અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં બે મેનુ હતાં. એટલે રોજનાં શાક, ભાત, રોટલો કે રોટલી, ખીચડી અને કઢી. બીજું મેનુ લગ્ન કે પ્રસંગ વખતનું. લાડુ, મોહનથાળ, ગાંઠિયા, ફરસાણ, શાક, દાળ, ભાત
ચંદ્રાબાબુ નાયડુ ફરી ભાજપ સાથે હાથ મિલાવશે?
આંધ્રના મુખ્યપ્રધાન જગમોહન રેડ્ડી સાથે બહુ મનમેળ રહ્યો ન હોવાથી ભાજપ તેલુગુ દેશમ સાથે જોડાણ કરવા ઉત્સુક જણાય છે
બિહારનો જાતિવાદી જંગ પ્રચ્છન્ન રીતે ચાલુ છે
ઉપેન્દ્ર કુશવાહાને પ્રધાન ન બનાવવાની ભૂલ નીતિશકુમારને મોંઘી પડશે
ગુજરાત કોંગ્રેસની ચિંતા: કોંગ્રેસના ભોગે આપ આગળ વધે છે
૨૦૧૭ની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોને વચન આપ્યું હતું કે તેઓ દર બે મહિને ગુજરાત આવતા રહેશે
આઝાદનો કોંગ્રેસ-ત્યાગ કોંગ્રેસની નવરચના શક્ય છે?
પક્ષનો ત્યાગ કરતી વખતે ગુલામ નબી આઝાદે લખેલાં પાંચ પાનાંના રાજીનામા પત્રમાં તેમણે તેમના આ અસાધારણ નિર્ણય માટેનાં કારણો જણાવવાની સાથે પક્ષની બિસ્માર હાલતનું પોસ્ટમોર્ટમ પણ કર્યું છે
અમેરિકા કાયમ માટે કેવી રીતે જવાય?
જો મેઘનાની મધરે વિઝા કન્સલ્ટન્ટોનું સાંભળ્યું હોત, એના મામાએ અમેરિકાના એટર્નીની સલાહ ન લીધી હોત તો એ આજે એના ભાઈ મહેન્દ્રને રાખડી બાંધી શકી ન હોત
હાય રામ! બોયકોટ કા હૈ જમાના!
‘યે બૉયકૉટ બૉયકૉટ ક્યા હૈ, યે બૉયકૉટ બૉયકૉટ' આજકાલ આવા ડાયલૉગનું રટણ નોન સોશિયલ મીડિયાજીવી કરતો હોય છે! બૉલિવૂડની હાલત આમેય ખસ્તા હતી ત્યાં બૉયકૉટનું ભૂત ધૂણી રહ્યું છે. એ વચ્ચે દક્ષિણ ભારતવાળા ઉચ્ચ ક્વૉલિટીના ડબિંગ સાથે હવે ફિલ્મો રિલીઝ કરી રહ્યા છે, ત્યારે બૉયકૉટ શબ્દના ઉદ્ભવથી લઈ અત્યાર સુધીના સિનારિયો વિશે વાત કરીએ.
લગ્ન પછી નામ કે અટક બદલવી આટલી જરૂરી કેમ?
સામાન્ય માણસ પોતાનાં નામ, જાતિ, અટક, ગામ કે વિશિષ્ટ ઓળખ આપતી બાબતો સાથે લાગણીથી જોડાયેલો હોય છે. પુરુષોને આજીવન આમાંનું કશું બદલવાનું થતું નથી, પરંતુ લગ્ન થતાં જ સ્ત્રીની સંપૂર્ણ ઓળખ બદલી નાખવામાં આવતી હોય છે, જે તદ્દન સ્વયંભૂ પરંતુ રૂઢિથી પ્રેરિત હોય છે. જો કોઈ પરિણીત સ્ત્રી સ્વેચ્છાએ તે ન બદલે તો કોઈ મોટું આભ તૂટી પડતું નથી!
ગણપતિદાદાને એક પત્ર...
પહેલાં તો એકાદ ઉંદરને જોઈ અમે ખુશ થતા કે બાપાની મહેરબાની છે, પણ તમારાં વાહનો પરિવાર નિયોજનની પકડમાં નહીં આવવાથી ઉંદરોનો ટ્રાફિક વધવા માંડ્યો