CATEGORIES
Categories
ચહેરાની સ્કિન માટે મદદરૂપ સ્કિન ટૂલ્સ
ત્વચાના પ્રકારને ઓળખીને તેને અનુરૂપ સ્કિન કેર પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે રીતે સ્કિન કેર પ્રોડક્ટને રૂટિનમાં સામેલ કરતાં હાઈએ છીએ એ જ રીતે સ્કિન કેર ટૂલ્સનું પણ એક ટાઇમટેબલ બનાવવું અને તે અનુસરવું અગત્યનું છે.
પગનું સૌંદર્ય નિખારતી ટૉ રિંગ
સામાન્ય રીતે આ માછલીઓ પરણિત મહિલાઓ પહેરે છે, કારણ કે તેને સુહાગણની નિશાની તરીકે ઓળખવામાં આવે છે
ભક્તિ ’ને જ્ઞાનના દિવ્ય સંગમ સરીખું પુસ્તક: શિવસ્તોત્રાવલિ
પુસ્તકની વાત કરીએ એ પહેલાં ચાલો, કલ્પનાવિહાર કરીને દસેક સદી પહેલાંના કાશ્મીરમાં જઈ પહોંચીએ!
નાભિમાં તેલ નાખવાના અનેક ફાયદા
વર્તમાન સમયમાં મેડિકલ સાયન્સ મુજબ ગર્ભનાળને સાચવી રાખવાના અનેક ફાયદા છે
ફૂલછોડના યોગ્ય વિકાસ માટે જરૂરી છે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ
વસંત ઋતુમાં નવાં પાંદડાં આવે છે. પાનખરમાં પાંદડાં ખરે એ સાહજિક અને સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ એ સિવાયના અન્ય ગાળામાં જો છોડનાં પાંદડાં ખરી પડે તો સમજવું કે છોડને વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર છે
ઇસરોમાં વિજ્ઞાની તરીકે કેવી રીતે જોડાઈ શકાય?
ઇસરોમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારોએ તેની વેબસાઇટ પર માહિતી મેળવતા રહેવું જરૂરી છે
મુકેશનાં પત્ની સરલાબહેનના મોસાળ વડોદરામાં મુકેશ અવાર-નવાર આવતાં
એક સમયે સ્ટ્રગલ કરી રહેલા મુકેશજી સાથે લગ્ન માટે પરવાનગી ન મળતાં બંનેએ મુંબઈમાં ભાગી જઈને પ્રેમલગ્ન કરેલાં
હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ
ત્રણ મહાન ગાયકો મુકેશ, રફી અને કિશોર કુમારમાં મુકેશે આગવી પરંપરા બનાવીને સ્થાન મેળવ્યું. આમ તો ગાયક પરંપરા વિચારીએ તો આજે પણ આ ત્રણ ગાયકોની ગાયકી અને શૈલી આધારે જ દરેક નવા ગીત અથવા ગાયકોની તુલના થાય છે
મુકેશની પુણ્યતિથિ અને સ્મરણ સંબંધોનું..
માત્ર અવાજમાં જ નહીં, સંબંધોમાં પણ મીઠાશની ગેરંટી!
મખમલી અવાજના અમર ગાયકઃ મુકેશ
મુકેશે પહેલાં તો ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું, પરંતુ રાજ કપૂરને મુકેશના અવાજમાં અસાધારણ પ્રતિભા દેખાઈ અને મુકેશ એમનાં ગીતોનો અવાજ બની ગયા હતા. રાજ કપૂર કહેતા કે, મુકેશનો અવાજ મારો આત્મા છે
ચંદ્રની કળાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ અને પૌરાણિક માન્યતાઓ
દક્ષના શ્રાપને રોકી ન શકાયો તેથી આ શ્રાપ બદલીને ૧૫-૧૫ દિવસમાં વહેંચવામાં આવ્યો અને ચંદ્ર ૧૫-૧૫ દિવસ માટે કૃષ્ણ અને શુક્લપક્ષમાં જવા લાગ્યો
કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી
કચ્છનું વાતાવરણ, અહીંની જમીન ઔષધીય પાકોની ખેતી માટે ખૂબ અનુકૂળ હોવા છતાં પૂરતા બજારનો અભાવ, સરકારી યોજનાઓની કમી, માર્ગદર્શનની કમીના કારણે કચ્છના ખેડૂતો મીંઢીઆવળ અને ઇસબગૂલ જેવા પાકોને બાદ કરતાં અન્ય ઔષધીય પાકો બહુ ઓછા લે છે. જો તેમને નડતી મુશ્કેલીઓ દૂર થાય તો બાગાયતી ખેતીની જેમ જ ઔષધીય ખેતીમાં પણ કચ્છના ખેડૂતો કાઠું કાઢી શકે છે. લાલ લસણ, સરગવો, ગૂગળ, અરડૂસી, એલોવીરા જેવા પાકોનું ખૂબ થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. કચ્છમાં તુલસી, અશ્વગંધા, ફુદીનો, કાલમેઘ, કડુ કરિયાતું, સફેદ મૂસળી, જીવંતી જેવાં આયુર્વેદમાં મોટા પ્રમાણમાં વપરાતાં ઔષધોની ખેતી થાય તો જંગલોની જડીબુટ્ટી ખેતરોમાં પહોંચીને ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી શકે.
સાયકિક સર્વિસના નામે ૧૭૫ મિલિયન ડોલર્સનું ફ્રોડ
આપણે ડિઝનીવર્લ્ડને જાદુનો અનુભવ મેળવવા માટે પૈસા આપીએ છીએ. એ લોકો મિકી માઉસ વાસ્તવિક છે તેવું દેખાડી છેતરતા નથી. હા, એ માયાજાળ છે. ના, એ ઠગાઈ નથી
“આપણે શું?”ની માનસિકતા
૧૩મી માર્ચ, ૧૯૬૪ના દિવસે ન્યૂ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી. કેથેરીન સૂસેન જીનોવેઝ ઉર્ફે કિટ્ટી જીનોવેઝ નામની એક ૨૮ વર્ષની યુવતી કામ પરથી પોતાના ઘરે પરત આવી રહી હતી. તેના ઘરથી એ માત્ર ૩૦ મીટર દૂર પાર્કિંગ સ્પેસમાં હતી ત્યારે તેના પર હુમલો થયો. હુમલાખોરે બળાત્કાર બાદ તેને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના કિટ્ટીના ઘરની સામે ઘટી રહી હતી, ત્યારે ઍપાર્ટમૅન્ટમાં રહેતાં અન્ય ૩૮ પાડોશીઓ તે જોતાં રહ્યાં. કિટ્ટીએ બચવાનો પ્રયાસ પણ કર્યો છતાં કોઈ મદદે આવ્યું નહીં. એ ચીસો પાડતી રહી અને રડતી રહી અને અંતે મૃત્યુ પામી.
ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..
શામળાજીની બાહ્ય દીવાલો પર વિષ્ણુ, વરુણ, વાયુ, ગરુડ, ગણેશ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, શિવ, સરસ્વતી, ચંડિકા, અગ્નિ અને ઇન્દ્રનાં શિલ્પો પણ છે
કોંગ્રેસની નવી કાર્યકારિણી સંગઠનને ઉપકારક બનશે?
પક્ષના વિદ્રોહી જૂથ તરીકે જેની ગણના થાય છે એ જી-૨૩ જૂથના આનંદ શર્માને સ્થાન આપવાના અનેક સૂચિતાર્થો છે. એક મેસેજ એવો પણ જઈ શકે કે પક્ષ હવે જી–૨૩ જૂથ પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર છે
અદાલતોમાં કેસોના ભારણ સામે નવી આશા જગાવતા કાયદાઓ
લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહના અસરકારક વક્તવ્ય તથા સાંસદોની ચર્ચા બાદ ગૃહે ત્રણેય બિલોને સંસદની સ્થાયી સમિતિને વિચારણા માટે મોકલી દીધા છે. એવું લાગે છે કે લાંબા વિચાર-વિમર્શ બાદ આ ત્રણેય બિલો રજૂ કરાયા છે, જેમાં ગુનેગારોને સજા અપાવવાને બદલે નિર્દોષને ન્યાય અપાવવાનો અભિગમ વધુ ગંભીરતાપૂર્વક પ્રતિબિંબિત થાય છે.
ડિઝાઇનર વેરની દીવાની બની નવી જનરેશન
આજે લગ્ન પ્રસંગ હોય, વાર તહેવાર કે પાર્ટી હોય લોકો ડિઝાઇનર આઉટફિટ પહેલા પસંદ કરે છે. જેને કેટલાક ફૅશન ચાહકો સ્ટેટસ સિમ્બોલ પણ માને છે. ફૅશનમાં લોકોની સૂઝ અને સમજણ વધી છે.
સ્પાન - ફેશનમાં હિટ, બજેટમાં ફિટ
સૌંદર્ય સ્પર્ધા, ટેલિવિઝન, સોશિયલ મીડિયા, અખબારો અને ફિલ્મોને કારણે પણ યુવાનોમાં ફૅશનનું આકર્ષણ વધી રહ્યું છે. ફૅશન રસિકો માટે દેશનાં દરેક શહેરોમાં ફૅશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા લોકો કાર્યરત છે.
કારકિર્દીઃ ફેશન ડિઝાઇનર ફેશન સેન્સની સાથે સર્જન
આજની તારીખમાં ફૅશન અને ટ્રેન્ડ દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. ફૅશન વ્યક્તિની ઓળખ બની ચૂકી છે. કોઈ પ્રયત્નપૂર્વક તો કેટલીક વ્યક્તિઓ અનાયાસે જ ફૅશન આઇકોન બની જતી હોય છે.
નેપ્ચ્યુન સ્પીન ફેબ - હોમ ફર્નિશિંગ માટેનું ઉત્તમ સ્થળ
શહેરની જાણીતી નેપ્ચ્યુન સ્પીન ફેબ પ્રા.લિ. એક એવું જાણીતું નામ છે જ્યાં એક છત નીચે ઘર અને ઑફિસની સજાવટની તમામ વસ્તુઓ ગ્રાહકના બજેટની અને પસંદગીની મળી રહે છે.
બદલાઈ રહેલા રંગરૂપ સાથે ઉપલબ્ધ છે ખાદી
હવે ખાદીમાં જે ટ્રેન્ડ વિકસી રહ્યો છે તે યુવાનોને પણ આકર્ષિત કરવામાં સફળ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં જુદા-જુદા પ્રકારની ખાદી ઉપલબ્ધ બની છે. ખાદીને સિલ્ક, વૂલ અને કોટનની સાથે મિક્સ કરવામાં આવી રહી છે. સિલ્ક અને ખાદીનાં વસ્ત્રોમાં ૫૦-૫૦ ટકાનો રેશિયો રાખવામાં આવે છે. આ ફેબ્રિક મોંઘું છે, કારણ કે તે રોયલ લૂક આપે છે.
બોલિવૂડથી જન્મેલી ફેશનની ત્રણ મેડમ
ફિલ્મ ના જોતા હોય તેના પર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અસર છે ઘણાં ફૅશનેબલને મારું જીવન એ મારી ફિલ્મ છે એવી ખબર છે
સાડી રેપિંગ સાડી પહેરવાની કળા
આ સ્ટાઇલ માટે બોર્ડરવાળી તેમ થિન મટીરિયલવાળી સાડી જ ઉપયોગમાં લઈ શકાય.
ફેશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું મહત્ત્વ
આપણે ત્યાં તો રંગોને લઈને એક આખું શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ જો ફૅશન ઇન્ડસ્ટ્રી અને રંગોના મહત્ત્વની વાત કરીએ તો વિવિધ કલર કોમ્બિનેશનવાળાં કપડાં, પગરખાં 'ને એક્સેસરિઝ સતત નિતનવીન રીતે રજૂ થતાં રહે છે. આપણા દેશમાં દરેક તહેવાર, દરેક મોસમ, દરેક પ્રસંગને અનુરૂપ રંગોનાં કપડાંનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે ત્યાં કલર સેન્સની વાત આવે ત્યારે ઉંમર પણ એક મહત્ત્વનું ફેક્ટર સાબિત થાય છે. ઉંમરને અનુરૂપ વ્યક્તિત્વને નિખારે તેવા રંગોની પસંદગી પર ભાર મૂકવામાં આવે છે
એક્સેસરિઝઃ મહિલાઓનો અનકન્ડિશનલ લવ
સૌથી હોટફેવરિટ અને લેટેસ્ટ ટ્રેન્ડ છે બેલ્ટ અને ગોગલ્સનો. જિન્સ પર પહેરવામાં આવતો બેલ્ટ હવે સાડી અને ડિઝાઇનર એથનિક ડ્રેસ પર પણ પહેરવામાં આવે છે. આકર્ષક લૂક આપતા આ બેલ્ટ પરંપરાગત સાડીને મૉડર્ન ટચ આપવાનું કામ કરી રહ્યા છે અને એટલે જ માનુનીઓ સાડી અને ડ્રેસ પર ડિઝાઇનર બેલ્ટ અચૂક પહેરે છે.
ફેશનમાં છવાઈ કચ્છી કલા
કચ્છી વણાટકામ, ભરતકામ, આભલાં તથા કોડીનું કામ વિખ્યાત છે. આજે ફૅશનમાં ઇનટ્રેન્ડ કહેવાતા વિવિધ પ્રકારના ડ્રેસીસમાં કચ્છી પરંપરા છવાઈ ગઈ છે. જિન્સ પર પહેરાતાં ટોપ હોય કે કોર્ડ સેટ હોય કે સાડી હોય કે નવરાત્રિના ચણિયાચોળી હોય, તમામ જગ્યાએ કચ્છીકામ શોભે છે.
ખુશ અને કન્ફ્યુઝ કરવાનું કામ કરતાં કિડ્ઝ વેર
જે નિયમ મહિલાઓ અને પુરુષોના ફૅશન માર્કેટમાં લાગુ પડે છે એ જ નિયમ બાળકોની ફેશનમાં લાગુ પડે છે. અગાઉ બાબાસૂટ તરીકે જાણીતી ફૅશન આજે બાળકોના કિડ્સ વેરમાં ફરીથી ટ્રેન્ડ કરી રહી છે.
યુવાનોમાં લોકપ્રિય બની રહ્યો છે એક્સેસરિઝનો ટ્રેન્ડ
યુવાનો પણ લૂક્સને લઈને સજાગ બન્યા છે અને એટલે જ એક્સેસરિઝના ટ્રેન્ડને તેઓ પણ અનુસરતા જોવા મળે છે. મહત્ત્વની વાત એ કે આઉટફિટ સાથે કઈ એક્સેસરિઝ મેચ થશે તેનો ખ્યાલ રાખવો મહત્ત્વનો બની રહે છે.
મોડર્ન ફેશન: કળા કે ગતકડાં?
ફૅશનમાં સમજ ન પડતી હોય કે ખાસ રસ ન હોય એ માણસ પણ અજાણતા આસપાસની પરિસ્થિતિઓ અને લોકોથી પ્રભાવિત થઈને વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓ દ્વારા નવી ફૅશનને અપનાવી લેતો હોય છે. ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સાવ અલગ પડીને એકલવાયી થઈ જવા ન ઇચ્છતી હોય. બાકીની ભીડ અને એનામાં કંઈક કોમન હોય એવું તે ઇચ્છે.