CATEGORIES
Categories
ચીન-જાપાનમાં વસતિના અસંતુલનનું સંકટ
ચીન હવે દંપતીઓને એક બાળક પેદા કરતા ૭૫૦૦ યુઆન, બીજું બાળક પેદા કરનારને ૧૧,૦૦૦ યુઆન તેમ જ ત્રીજું બાળક પેદા કરનારને ૬૦૦ યુઆન આપવાની પ્રોત્સાહક નીતિનો અમલ કરવા જઈ રહ્યું છે
દોરી-પતંગનો કોરિયોગ્રાફર!
\"હું પતંગ ચગાવતો'તો ને કોણ જાણે કેમ મારું ધ્યાન મારી બાજુના ટેરેસ પર એવું લાગી ગયેલું કે હાથમાંથી પતંગ ક્યારે કપાઈ ગયો એની મને ખબરેય નહોતી રહી..”
દરેક ગુજરાતી ઘોંઘાટિયો નથી હોતો!
જોકે, અમારું પાત્ર ટિપિકલ ગુજરાતી નથી બોલતું. પુષ્પા પાટણની છે, પરંતુ સત્તર વર્ષથી મુંબઈ છે. માટે તેને હિન્દી પણ આવડે છે: કરુણા પાંડે
વાત ‘અખંડા’ની..
માથા ઉપર ત્રિપુંડ, ગળા અને કાંડા પર રુદ્રાક્ષ, હાથમાં ત્રિશૂળ અને ભગવાન શિવનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક: તેલુગુ હિટ ફિલ્મ ‘અખંડા'નો આ દૃશ્યાત્મક અનુભવ હવે હિન્દીમાં પણ ૨૦મી જાન્યુઆરીએ જોવા મળશે. દક્ષિણ ભારતમા સફળ થયા બાદ હિન્દીમાં રિલીઝ થઈ રહેલી ‘અખંડા’ વિશેની રસપ્રદ વાતો અહીં કરી છે.
ડિજિટલ ઇગો અને સામાજિક સંબંધોનું ગુંફન
સોશિયલ મીડિયા જનિત રિએક્ટિવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી થવા તરફ ધકેલાતા જાય છે જે એની સરેરાશ સુખાકારી ઘટાડે છે એક તરફ આપણા સામાજિક સંબંધોનું હૃદયગુંફન ઝડપથી સંકેલાઈ રહ્યું છે અને જગતના ચોકમાં નવા સંબંધોના હજારો તાર જોડાઈ રહ્યા છે!
વારાણસી-કોલકાતા કોરિડોર
૩૦૦૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર, એક્સપ્રેસ-વેની મોટી આર્થિક અસરો છે, કારણ કે તે પૂર્વ ભારતનાં મુખ્ય ખનિજનો મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક માર્ગ બનશે. જેને વડાપ્રધાન ગતિશક્તિ સાથેના તાલમેલના ભાગરૂપે મુખ્ય ઔદ્યોગિક નોડ સાથે જોડવામાં આવશે
મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, પતંગોત્સવ, ઉજવણી.. આ ઉત્સવમાં ઘણું બધું
૧૪ જાન્યુઆરીની વહેલી સવારથી જ આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગ અને ‘લપેટ.. કાપ્યો છે..' જેવી બૂમોથી ગુંજી ઊઠતો માહોલ. આ તહેવાર એટલે ઉત્તરાયણ. ના ના.. મકરસંક્રાંતિ, અરે ના રે.. પતંગોત્સવ.. ખીચડી.. બિહુ.. કેટકેટલા નામથી ઓળખાય છે આ તહેવાર. મકરસંક્રાંતિ દેશનાં જુદાં-જુદાં રાજ્યમાં સાંસ્કૃતિકરૂપથી ઊજવાય છે અને આ દિવસે માત્ર પતંગ જ નથી ચગતી, સાથે અનેક કાર્યો પણ થાય છે.
ચેટ-જીપીટીઃ કૃત્રિમ બદ્ધિની દિશામાં નવો પડાવ
ગૂગલની બહાર આવેલી આંતરિક અફવાઓ પ્રમાણે એ આ ક્ષેત્રે અન્યોથી ઘણું આગળ નીકળી ગયું છે. ચેટ-જીપીટી કરતાં ઘણા એડવાન્સ એવા પોતાના ‘લામડા’ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે
જોશીમઠનું સંકટ કુદરતી નહીં, માનવ સર્જિત છે
જોશીમઠ નામનું આ આખું નગર, ૨૦૧૧માં જેની વસતિ ૪૮૦૦૦ હતી તે ૨૦૨૨માં વધીને ૬૨ હજારની થઈ ગઈ. મતલબ કે તબાહી બાદ પણ કુવૃદ્ધિ અટકી નહીં. હવે તે આખેને આખું નગર જમીનમાં ધરસી રહ્યું છે. કહો કે ધીમે ધીમે માટીમાં બેસી રહ્યું છે. આસપાસની જમીન અને માર્ગો પણ ઊંડે ગરકાવ થઈ રહ્યાં છે અને તેથી મકાનોની દીવાલોમાં, ભોંયતળિયે, ખેતરોમાં, ડામરના રસ્તાઓ પર માણસ આખેને આખો ઊતરી જાય એવી તિરાડો પડી છે. દિવસે ને દિવસે એ તિરાડો પહોળી થતી જાય છે અને ક્રમશઃ નવા નવા વિસ્તારોમાં પણ તિરાડો પેદા થઈ રહી છે.
આઈવીએફ સારવારથી દુર્લભ બનતી ગીર ગાયનું સંવર્ધન થશે
અદ્ભુત રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને મબલખ દૂધ આપતી મૂળ નસલની ગીર ગાય છેલ્લા કેટલાક સમયથી દુર્લભ બની રહી છે
ગિરનાર.. રૈવત.. ઉજ્જયંત
જૂનાગઢનું નામ ગિરિનગર અને પછી જીર્ણદુર્ગ હતું તથા તેની સમીપે ગિરનાર પર્વત હતો અને સોલંકી યુગમાં ગિરિનગર અને ગિરનારને સાથે ગણવામાં આવતાં તેથી મુસ્લિમ શાસકોએ પણ નગરને તેમ જ પર્વતને ગિરનાર નામ આપ્યું
કલા-સંસ્કૃતિ સત્ય-સૌંદર્ય જેના પ્રાણ છે એવું ગરવું રૂપાળું કલેવર-રૂપાયતન
દત્ત અને દાતાર બંનેનાં દર્શન થાય એવું સ્થળ એટલે દિવ્ય સેતુ દર્શન મંચ. ભૂકંપ પછી તેનું સુંદર નવનિર્માણ થયું છે અને આ સ્થળ અને આસપાસનાં સ્થળોનો ઉપયોગ સાહિત્યિક કાર્યક્રમો માટે ઉપલબ્ધ છે, પરંતુ કોઈ જ જમણવાર કે કોમર્શિયલ હેતુ માટે પ્રતિબંધિત છે, સૌ આવી શકે છે અને ભવ્ય ગિરનારના શિખર ઉપર ધૂણી ધખાવીને બેઠેલા દત્તનાં દર્શન અને આ તરફ દાતારનાં દર્શન કરી શકે છે.
મોટા ઉદ્યોગોની ગેરહાજરીમાં જૂનાગઢની વિકાસયાત્રા કેટલી શક્ય?
પ્લાસ્ટિક રિ-પ્રોસેસિંગ, બેરિંગ, સિંગદાણા જેવા ઉદ્યોગો ધરાવતી જૂનાગઢની જીઆઈડીસીમાં મંદીનો માહોલ છવાયેલો છે. ૫૦ ટકા જેટલા ઉદ્યોગો માંદા તેમ જ ‘નહિ નફા, નહિ નુકસાન’ના ધોરણે ચાલે છે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જૂનાગઢને ક્રિટિકલ ઝોનમાં મૂકેલું હોવાથી કોઈ નવા કે મોટા ઉદ્યોગ અહીં આવતા ૧૦૦ વખત વિચારે છે અથવા તો આવતા જ નથી
ગિરનાર અને તેનાં તીર્થસ્થાનો કાયાકલ્પ ઇચ્છે છે
ગિરનાર દેશમાં કદાચ પ્રથમ એવું સ્થાન છે કે જ્યાં ધાર્મિક યાત્રા પણ થાય અને વન્ય જીવોને જોવા સાથેનું પ્રવાસન પણ થઈ શકે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને ગ્રાન્ટ ફાળવી વિકાસ કરાયો છે
સ્પિરિચ્યુઅલ કેન્સરની ત્રણ ગાંઠ
ઉત્તરાયણ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વનો સમય છે. ગાંઠ છૂટે એ માટે પ્રાર્થના 'ને પ્રયત્ન કરવા જોઈએ. સેન્સનું સેન્સર બોર્ડ એવું બનવું જોઈએ કે ત્રિગ્રંથિ માન્ય ના કરે
ટીવી ચેનલો માટેની ગાઇડલાઇન્સનું પાલન જરૂરી છે..
મુદ્દો એ પણ છે કે આખરે સોશિયલ મીડિયાનાં વિવિધ માધ્યમો પર વાયરલ થતાં આવાં ચિત્રો અને વીડિયોને સંબંધિત સોશિયલ મીડિયા એકમો પોતાના સ્તરેથી જ તેને અટકાવતા કેમ નથી?
જમીનોના ગેરકાયદે કબજા સામે સરકાર વર્ષો પછી કેમ જાગે છે?
સૌથી મોટો સવાલ એ છે કે, જે જમીન પર દાયકાઓથી ગેરકાયદે કબજો કરાયેલો હોય, તેને ખાલી કરાવવા માટે રેલવે અત્યાર સુધી કેમ જાગી નહીં
યોસેફ મેકવાન: મૌન તૂટ્યું ઓરડાનું..
‘આંગળિયાત’ના લેખક જૉસેફ મૅકવાનના નામ સાથે હજુય લોકો જેમના નામને ભેળવીને ઉલ્લેખે છે, એવા યોસેફ મૅકવાનનું જન્મસ્થાન અમદાવાદ. જોકે એમનું મૂળ વતન નડિયાદ-માતર પાસેનું માલાવાડા
ફિફા વિશ્વકપ, ફ્રાન્સ, વિજય અને પરાજય
ફિફામાં ભારતની ટીમ ક્યારે રમતી થશે તેને વિશે અનુમાન કરવું પણ મુશ્કેલ છે એવી સ્થિતિમાં અત્યારે તો દૂર બેસીને ફૂટબોલ અને વિશ્વકપ વિશે ચોવટ કરવાનો આનંદ લઈ શકાય
ઓસ્કર ૨૦૨૩: ચાર ભારતીય કૃતિઓની પસંદગી
ઑસ્કરનું નોમિનેશન લિસ્ટ ૨૪મી જાન્યુઆરીએ જાહેર થશે. તેના માટે ભારતમાંથી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’, RRRનું ‘નાટુ નાટુ’ ગીત અને ‘ઑલ ધેટ બ્રિથ્સ' તથા ‘ધ ઍલિફેન્ટ્સ વ્હિસ્પર્સ' નામની બે દસ્તાવેજી ફિલ્મ ઍકેડમી દ્વારા પસંદ પામી છે. આજે આ બે દસ્તાવેજી ફિલ્મો વિશે રસપ્રદ વાત તથા ઑસ્કરમાં કઈ રીતે, કઈ કૅટેગરી અંતર્ગત આ ફિલ્મો પસંદ કરાઈ છે તેની છણાવટ કરી છે.
સિતારા જેવો મોભો પામનાર હત્યારો
ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો, સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો
મિસિસ વર્લ્ડમાં ચાલ્યો સરગમ કૌશલના સૌંદર્યનો જાદુ
આ વર્ષે ૧૫ જૂનના રોજ મુંબઈના ગોરેગાંવમાં આયોજિત મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં સરગમે અન્ય ૫૧ સ્પર્ધકોને પાછળ છોડીને મિસિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો
આઈવીએફ દ્વારા કુંવારી માતાએ આપ્યો જોડિયાં બાળકોને જન્મ
દ્વાપર યુગમાં કુંવારી માતા કુંતીએ સામાજિક ડરને કારણે બાળક કર્ણનો ત્યાગ કરવો પડ્યો, પરંતુ સુરતમાં આ ૨૧મી સદીની નારીએ સમાજની પરવા કર્યા વિના નીડરતાથી કુંવારી માતા બનવાનો મક્કમ નિર્ણય લઈ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.
સર્વ સુખ અને યૌવનનો આનંદ જોબ આધારિત છે!
જોબ એક નવી દુનિયા છે અને એ દુનિયાના દરેક યુવાને પોતે એક ચોક્કસ કદમ ઉપાડીને એણે જાતે બનાવવાની છે. એમાં એની પડખે કોઈ નથી, યુવક કે યુવતી એ યાત્રામાં એકલાં જ છે
કચ્છ-કાઠિયાવાડમાં વર્ષોથી બાજરાની બોલબાલા છે..
ગાય કે ભેંસ વિયાય ત્યારે તેને ઝડપથી અશક્તિ દૂર કરવા માટે બાજરો બાફીને ખવડાવવામાં આવે છે
ર૦ર૩નું વર્ષ ‘વિશ્વ બાજરા વર્ષ' તરીકે મનાવાશે..
બાજરો એ ગમે તેવી જમીનમાં સારો પાક આપે છે. ઓછા પાણીએ પાકે છે અને ઘઉં, ચોખા અને કઠોળ જેવા અનાજની સરખામણીમાં સસ્તો પડે છે. તેથી સૌને પોષાય તેવો છે એટલે બાજરાના પાકને અને બાજરાના વપરાશને ભારતમાં તેમ જ વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો આશય રહેલો છે. આમ, ૨૦૨૩ના વર્ષમાં માત્ર ભારત જ નહીં તો વિશ્વભરમાં બાજરાની બોલબાલા રહેવાની છે.
કોરોનાનો નવો વેરિયન્ટ નવી આશંકાઓ લઈને આવ્યો
જ્યારથી કોરોના મહામારી આવી ત્યારથી સમયાંતરે તેના ઘાતક અને નબળા બંને પ્રકારના વેરિયન્ટ આવતા રહ્યા છે. ચીનમાં મચાવેલા હાહાકારને કારણે હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ ચર્ચામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વને ફરી એકવાર ડરના માહોલમાં ધકેલી દીધું છે.
૨૦૨૩નું વિશ્વ: વિવિધ ક્ષેત્રોની વિરાટ સંભાવનાઓ
ટ્રમ્પે જેને ચીની વાઇરસ તરીકે ઓળખાવ્યો હતો તે વાઇરસ કરતાં વધુ રહસ્યમય ચીનના પ્રમુખ જિનપિંગ છે. વાઇરસ એમને છોડતો નથી કે વાઇરસને એ છોડતા નથી તે નક્કી કરવું મુશ્કેલ છે
નવી સદીનું નવું યુદ્ધઃ સેમિકન્ડક્ટર વોર
અમેરિકા હવે નથી ઇચ્છતું કે એમના દેશના સંશોધકોએ ઇજાદ કરેલી અધતન સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની ટેક્નોલોજી કોઈ પણ રીતે ચીન સુધી પહોંચે ભારત દેખીતી રીતે ચીનના વિકલ્પ તરીકે ઊભરી રહ્યું છે અથવા અન્ય દેશો ભારતને એ રીતે જોઈ રહ્યા છે, હાલ ભારત આખી સપ્લાય ચેઇનમાં મેન્યુફેક્ચરરની ભૂમિકા સ્વીકારવા તૈયાર છે
જગતની સૌથી મોટી સમુદ્રજહાજ કંપની અને ડ્રગ્સ કાર્ટેલોની જુગલબંધી?
૨૦૧૬માં યુરોપ-અમેરિકાની સરકારી એજન્સીઓએ એમએસ કંપનીને સખત ચેતવણી આપી છતાં ત્યાર બાદનાં વરસોમાં દક્ષિણ અમેરિકામાંથી યુરોપ આવતાં ડ્રગ્સમાં રેકોર્ડબ્રેક વધારો થયો