CATEGORIES
Categories
કચ્છની ધરતી પર ઊગી રહ્યું છે ‘પ્લાયવૂડ'
દક્ષિણ ભારતમાં ઊગતાં મલબાર નીમ – મિલિયાદુબિયા નામના વૃક્ષની ખેતી કચ્છમાં શરૂ થઈ છે. આ વૃક્ષનાં લાકડાંમાંથી પ્લાયવૂડ બને છે. ગાંધીધામમાં દેશનો સૌથી મોટો પ્લાયવૂડ ઉદ્યોગ છે. ભવિષ્યમાં આ ઉદ્યોગ માટે જરૂરી લાકડું ઘરઆંગણે જ મળી રહેશે તેવી આશા જન્મી છે.
વિધાપીઠના નાગરી અને અરબી લિપિનાં ધ્યાનચિહ્ન
હિન્દી રાષ્ટ્રભાષા દેવનાગરી હિન્દી લિપિમાં લખાતી એટલે એમાં ઉલ્લેખિત ધ્યાનચિહ્ન તો ચાલો સ્વીકાર્ય હોય પણ અરબી લિપિમાં મૂકાયેલું ધ્યાનચિહ્ન એક સદી કરતાં વધુ સમયથી પોતાનું સ્થાન શોભાવે છે
પગ કપાવીને ઊંચાઈ વધારવાની ખતરનાક ફેશન
અકસ્માત, પોલિયો, જન્મજાત ખોડ વગેરેમાં વિકૃત રહી ગયેલાં હાડકાંને વ્યવસ્થિત કરવા માટે, ૧૯૫૦માં એક રશિયન અસ્થિ નિષ્ણાતે આપ્રકારની પ્રાથમિક કક્ષાની અને ભદ્દી પ્રોસિજર શોધી કાઢી હતી
ગૂજરાત વિદ્યાપીઠમાં સત્તાની સાઠમારી કથાનો સાચો ‘નાયક' કોણ?
છેલ્લા કેટલાક સમયના ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ તો એક હકીકત ઊડીને આંખે વળગે એવી જણાઈ આવે છે કે, વિદ્યાપીઠમાં સર્વોચ્ચ પદ છો કુલપતિનું હોય, પરંતુ ખરા અર્થમાં વિદ્યાપીઠમાં ‘નાયક' તો કુલનાયક જ હોય છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રચ્યાપચ્યા રહેતા કુલપતિઓ વતી કુલનાયક સમગ્ર વહીવટનું રોજિંદું સંચાલન કરતા રહ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠની નાવ ખુદ વહીવટકર્તાઓએ જ ડૂબાડી
કુલનાયકે વહીવટી અનિયમિતતાઓ દુરસ્ત કરવાને બદલે ધ્યાન દોરનાર ખુદ નાયબ કુલસચિવ સામે શિક્ષાત્મક પગલાં લીધા ’ને તેમને બરતરફ કરવામાં આવ્યા ખુદ સરકાર વિધાપીઠના દ્વારે સામે ચાલીને આવી નથી, પણ વિધાપીઠમાં છેલ્લા દોઢ બે દાયકામાં ઘટેલી ઘટનાઓ ખુદ નાયબ કુલસચિવે ટ્રિબ્યુનલો, અદાલતો 'ને યુજીસી સુધી પહોંચાડી
હરખ હવે તું હિન્દુસ્તાન બ્રિટનમાં ઋષિનું રાજ
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા
યુરોપિયન ભરવાડોની છાશ
ઠંડા દેશોની નકલ કરીને ગુજરાતી ઉનાળામાં લંચની શરૂઆતમાં સૂપ લેવો જોઈએ એવું પ્રમાણપત્ર આપનારાને વિદેશીઓની પેટની ગરબડ અંગે ઝઝી ખબર નથી હોતી પેટમાં રહેલા બેક્ટેરિયા મનુષ્યની શારીરિક - માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય પર સીધી ’ને સક્ષમ અસર પાડે છે. પેટમાં અમુક પ્રકારના બેક્ટેરિયા પૂરતી સંખ્યામાં હોય તો જ સ્વાસ્થ્ય ઠેકાણે રહે
મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકા સ્થાનિક તંત્રને જવાબદાર બનાવો
ઝૂલતા પુલને ખુલ્લો મૂકવાની ઘોષણા થયા પછી પણ નિષ્ક્રિય અને નીંભર રહેનાર સ્થાનિક પ્રશાસન, પોલીસ તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓ પણ પોતાની જાતને નિર્દોષ ઠરાવી શકે તેમ નથી. દુર્ઘટના સર્જાયા પછી ઉતાવળે જાહેર કરવું કે અમે પુલ માટે ફિટનેસ પ્રમાણપત્ર આપ્યું નથી, એ સ્વબચાવ નહીં પણ અક્ષમ્ય ગુનાહિત બેદરકારી તેમ જ છડેચોક નિયમ-કાનૂન ભંગના મૂક સાક્ષી બની રહ્યાના અપરાધી બન્યાનો એકરાર છે.
શી જિનપિંગ પુનઃ ચીનના સર્વોચ્ચ સત્તાધીશ
અનેક મલ્ટિનેશનલ કંપનીઓ ચીનના જક્કી વલણથી નારાજ થઈને હવે દુનિયાના અન્ય દેશોમાં તેમના પ્રોડક્શન માટે સુવિધા અને વિકલ્પ શોધતી થઈ છે ’ને આવી શોધમાં એક મહત્ત્વના કેન્દ્ર તરીકે ભારત ઉપસી આવ્યું છે
કોંગ્રેસના ચૂંટાયેલા પ્રમુખ ખડગે સામેના પડકારો
એક ચૂંટાયેલા પ્રમુખ તરીકે મલ્લિકાર્જુન ખડગે પોતાની આગવી પ્રતિભા અને આગવું વ્યક્તિત્વ કેટલી હદે વિકસાવી શકે છે અને કોંગ્રેસને સંગઠનાત્મક સ્તરે તેનો કેટલો ફાયદો થઈ શકે છે
મનોગ્રહ
આખરે અવની સૂઈ ગઈ છે એવું લાગતાં એ ઊઠ્યો, અગાસીમાં ગયો. આકાશમાં હતા એટલા બધા તારાઓ એની સામે રહસ્યભર્યું સ્મિત કરી રહ્યા. સોમેશ્વરની આંખો એમાં ક્યાંક ઓળખાણ શોધી રહી
PM મોદીએ ભારતનું સૌપ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું
વડાપ્રધાનશ્રીના હસ્તે મહેસાણામાં રૂ. ૩૦૯૨ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
સ્પાઇડરમેન
પૈડાં વિનાની રિવૉલ્વિંગ ચૅરના એક પાયા પાસે મોટો કરોળિયો જોઈને રોહિત કુમાર હબકી ગયા. પગને ઊંચા લઈને ખુરશી પર પલાંઠીની મુદ્રામાં ગોઠવી દીધા. પહેલાં વીંછી લાગ્યો. પછી કરોળિયો જણાતાં હાશ થઈ.
જીવનસંગિની
જીવન કબાટ ખોલી એક પછી એક વસ્તુ કાઢવા લાગ્યો ત્યાં જાણે વૃક્ષ પરથી કોઈ ફળ પડ્યું હોય તેવો અવાજ આવ્યો. તેણે જોયું તો એક બુક હતી. બુક પર વિવિધ રંગના કાગળથી પતંગિયાના આકાર ચોંટાડેલા હતા.
મોહભંગ
સંધ્યા આરતીને હજુ વાર હતી. વિવેકમુનિએ ખરલ કાઢી અને ગુરુજીએ આપેલ ઓડિયા તેમાં લસોટવા માંડ્યા. બીજા થોડા સાધુઓ મંદિરમાં કીર્તન કરતા હતા, તો બે ત્રણ રસોડામાં ભોજનની તૈયારી કરતા હતા.
સિંહ કે શિયાળ?
હાર્દિકે ફેસબુકમાં લોગ-ઇન કર્યું. ઍની ટાઇમલાઇન પર પાસ થયેલા મિત્રો પર અભિનંદનની વર્ષા થઈ રહી હતી. એકાદ ક્ષણ માટે એને થયું કે, ઝડપથી ટાઇમલાઇન સ્ક્રોલ કરી નાખું પણ એ ન કરી શક્યો.
ધી ઍગ્સ
‘પ્રેઝન્ટ, ડિયર. તું મને પેટીપેક કરીને ચાલી ગયેલી, પણ મને મારી ફરજ પડકારતી હતી શૈલી, તું માનવજાતિનું સત્યાનાશ વાળવા બેઠી છે. તેં તારા શિક્ષણ, જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે..'
પ્રિયતમા
લિફ્ટમાં ફરી પંદરમા માળેથી એ કદરૂપો માણસ ચડ્યો અને મારી સામે પરિચિત હોય એમ સ્મિત આપ્યું. આ પુરુષોની જાત જ એવી. જરાક દેખાવડી કે સ્માર્ટ સ્ત્રી જોઈ નથી કે પાછળ પડ્યા નથી!
પુનરાવર્તન
કર્મવીરસિંહે સુવર્ણાબહેનને કહ્યું હતું, ‘આપણી દીકરીનું નસીબ ખૂલી ગયું છે. ક્યાં નાના ગામમાં રહેતા મારા જેવા સામાન્ય માસ્તરની દીકરી નંદિની અને ક્યાં કરોડપતિ જયદીપસિંહનો એક માત્ર વારસ સદાશિવસિંહ?’
ટીપડું
આ મહા મહિનાની અજવાળી બીજે દૂધના ફોદા જેવો કુંવર આવ્યો, પણ ડોશી રાજિયાથી અને એની વહુથી ડરે. બેઉંના એક ઓસરીએ ઘર, પણ ઊભી થઈને ડોશી બાબલાના છોરાનું મોઢું જોઈ આવે એટલી હિંમત નઈ!
બિંબ-પ્રતિબિંબ
સીમાડા ભણી જતાં એ ઊબડખાબડ રસ્તાને જોઈને એના મનમાં અનેક તર્કવિતર્ક અને કલ્પનાઓ ઊઠવા લાગ્યાં અને એને બેચેન કરવા માંડ્યાં. રાજેશની આંખે વર્ષો પહેલાંની ઘટના તરવરી ઊઠી.
છેલ્લું ટાણું
જાણે કોઈ બંધ દરવાજો એકાએક ખૂલી ગયો હોય એમ ઝબકારા સાથે ઝવેરબાનો ચહેરો દેખાયો. જે ચહેરો દર્શને બાપુજીની આંખે જોયો હતો. દર્શનને ઘડીકમાં આખું ચિત્ર મગજમાં બેસી ગયું
હૈયાના રણઝણતા તાર
તેણે ઉગમણી દિશામાં જોયું. એ બાજુ એના ખેતરને અડીને જ એના સગા ભાઈ વીરસંગનું ખેતર હતું. વચ્ચેનો શેઢો ખેતરના ભાગ પાડતો હતો અને એકબીજામાં ભળી જતાં બેય ખેતરના પાણીને અટકાવતો હતો
મને થતું કે હું ખોટે ઠેકાણે તો નથી આવી ગયો ને?
સાડત્રીસ વર્ષથી કાર્ટૂનિસ્ટ તરીકે સક્રિય રેડિયોલૉજિસ્ટ હેમંત મોરપરિયા બહોળા ચાહકવર્ગમાં લોકપ્રિયતા પામ્યા છે. મુંબઈ વસતા મોરપરિયાએ કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દી શી રીતે અપનાવી? ચાલો જાણીએ..
એ ‘અંતરનાદ’ પર મહોર મારનારું એક જ પરિબળ હતું - પ્રેક્ષક
પૃથ્વી પરની સૌથી આરામદાયક એવી લેક્ચરરની નોકરી ત્યજી રંગભૂમિના પડકારનો સામનો કરવા તૈયાર થયેલા નિર્માતા, નિર્દેશક, અભિનેતા, લેખક, ગીતકાર સૌમ્ય જોશી અહીં ‘અંતરનાદ’ વાગોળે છે..
હું વ્યવસાયથી આર્કિટેક્ટ પણ દિલથી નાટ્યકાર છું
આર્કિટેક્ટના અભ્યાસ પછીની કારકિર્દીની દોડમાં નાટક પડતું મુકાઈ ગયું, પણ ‘અંતરનાદ’ સાંભળીને ફરી નાટ્યપ્રવૃત્તિ શરૂ કરનાર અમદાવાદના કબીર ઠાકોર તેમના રંગકર્મની ખાટીમીઠી વાતો અહીં માંડે છે.
મેં સપનેય ધાર્યું નહોતું કે હું કદી લેખક બનીશ!
બાળપણથી જ વાંચનનો શોખ પરંતુ લેખક, અધ્યાપક બનવાનું સપને પણ તેમણે વિચાર્યું નહોતું. જાણીતાં લેખિકા વિવેચક, અનુવાદક અને સંપાદક શરીફા વીજળીવાળા અંતરનાદને અનુસરીને જીવનના આ મુકામ પર કઈ રીતે પહોંચ્યાં? એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
‘સંગીત મારી અંતરયાત્રાને સુખદ બનાવે છે'
જેમના માટે સ્વર દેવતા છે. ભજનોથી લઈ માતાજીના ગરબા, સ્વામિનારાયણ ભગવાનનાં કીર્તનો જેમણે ગાયાં છે એવા મશહૂર ગાયક ઓસમાણ મીર તેમના સંગીત જીવન ’ને ‘અંતરનાદ’ યાત્રાને વાગોળે છે.
ગાવાનું છોડવાનો જીવ ચાલ્યો જ નહીં!
જૂનાગઢના કેશોદ પાસેના માણેકવાડાના વતની પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ‘અંતરનાદ’ સાંભળી લોકસાહિત્યકારનો માર્ગ અપનાવ્યો. કેવી રીતે તેઓ લોકોના અંતરમાં વસી ગયા તેની વાત તેમના જ શબ્દોમાં..
‘અંતરનાદ’ સાંભળીને નક્કી કર્યું કે મારું મુખ્ય કામ છે હસાવવું!
ગુજરાતીઓના હૃદયમાં હાસ્યસમ્રાટ તરીકે ધબકતા શાહબુદ્દીન રાઠોડે ‘અંતરનાદ’ સાંભળીને કઈ રીતે એક શિક્ષકમાંથી હાસ્યકાર તરીકે ઓળખ બનાવી એની વાત તેમણે હૃદયસ્પર્શી રીતે અહીં કરી છે.