CATEGORIES
Categories
કદી વિચાર્યું નહોતું કે લોકો મને ‘ભામાશા' જેવા નામથી બોલાવશે
‘ખજૂરભાઈ’ તરીકે લોકપ્રિય નીતિન જાની મૅનેજમૅન્ટનો અભ્યાસ કર્યા બાદ કલાકાર બન્યા, પણ ‘અંતરનાદ’ સાંભળીને તેમણે પહેલાં અભિનય અને પછી સમાજસેવાને જીવનમંત્ર બનાવી લીધો.
મારે તો ડાન્સર બનવું હતું, પણ ‘અંતરનાદ’ અભિનય તરફ દોરી ગયો
જાણીતાં અભિનેત્રી સુપ્રિયા પાઠકની અભિનય ક્ષમતા એકાધિક વખત પુરવાર થઈ ચૂકી છે, પણ તેમણે આ ક્ષેત્રમાં આવવાનું વિચાર્યું જ નહોતું! સંજોગો સર્જાયા અને પછી ઊઠેલો ‘અંતરનાદ’ તેમને અહીં સુધી લઈ આવ્યો.
..ને‘અંતરનાદ'ના ઇશારે હુંઅભિનયના ખભે હાથ મૂકી નીકળી પડ્યો!
જીવનની શરૂઆતમાં જ જેને ‘અંતરનાદ’ સંભળાઈ ચૂક્યો હતો, પણ ભાગ્ય એન્જિનિયરિંગ તરફ દોરી ગયું, કોર્પોરેટ જોબ કરી, પણ સાથોસાથ માયલામાંથી નીકળેલા સાદને જેણે ઝીલ્યો એનું નામ પ્રતીક ગાંધી.
…’ને મને ‘અંતરનાદ’ થયો કે હું કંઈક વિશેષ કરવા આવ્યો છું
ધો. ૧૦ અને ૧૨માં માંડ પાસ થનાર વિદ્યાર્થી વિશે કેવી માન્યતા હોય? એ જ કે, આ છોકરો ભવિષ્યમાં કંઈ ઝાઝું કાઠું કાઢશે નહીં, પરંતુ અંતરના અવાજને અનુસરી જ્યારે એ વિદ્યાર્થી આઈએએસ ઓફિસર બને ત્યારે! વાત છે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની..
તું જીતીશ તો રિલાયન્સ જીતશે અને તું હારીશ તો હારશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ પદ અને પછી સાંસદ બનવા સુધીની પરિમલભાઈ નથવાણીની જીવનસફર રસપ્રદ વળાંકો ધરાવે છે. એ વિશે તેઓ દિલ ખોલીને અહીં વાત માંડે છે.
‘અંતરનાદે’ લીધેલા નિર્ણયમાં તમે કદી ખોટા નહીં પડો
જેમને કોઈ ઓળખની જરૂર નથી તેવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજકીય જીવનથી તો સૌ પરિચિત હશે, પરંતુ અહીં વાત છે તેમના ‘અંતરનાદ’ વિશે..
અમેરિકા જાવ એટલે દેશદ્રોહી નથી બનતા
કેરળ અને દક્ષિણ ભારતના લોકો ગલ્ફ કન્ટ્રીઝમાં બહુ મોટા પ્રમાણમાં નોકરી કરવા જાય છે. એ બધા જ ત્યાં કરકસરથી રહે છે અને પૈસા બચાવીને ભારતમાં મોકલે છે
સાંવલી સી એક લડકી.. જે ‘ભાનુરેખા’માંથી બની ‘રેખા’!
૧૦મી ઑક્ટોબરે એવરગ્રીન અભિનેત્રી રેખાને ૬૮ વર્ષ થયાં. તેમના માટે અભિનેત્રી બનવું તે નસીબની નહીં, શાપની વાત હતી! તેમના જીવનનો એક રોચક કિસ્સો અહીં રજૂ કર્યો છે.
આ મારું કામ નથી
આપણે ત્યાં જૂના જમાનાની પરિવાર વ્યવસ્થામાં સ્ત્રી ફક્ત ઘર સંભાળે અને પુરુષ કમાવા જાય એમ જવાબદારી સ્પષ્ટ વહેંચાયેલી હતી. તેના ફાયદાગેરફાયદા હતા. આજે એ વ્યવસ્થામાં અનેક સ્પર્ધાઓ ઉમેરાતાં સરેરાશ પુરુષો માટે રોજગાર મેળવવો અઘરો થયો છે. સામે મહિલાઓ પસંદગીથી નોકરી-ધંધો કરતી થઈ છે. તેવામાં મારાથી ફલાણું કામ તો ન જ થાય એવી માનસિકતા ગેરવાજબી કહેવાય.
માણસ માત્ર ‘ભૂલવાને' પાત્ર!
ઓફિસેથી ઘેર આવ્યો - હજી તો ઘરમાં દાખલ જ થાઉં છું કે તરત જ મારા મોટા દીકરાએ આશ્ચર્યથી પૂછ્યું: ‘ પપ્પા, આ કોની હેન્ડબેગ ઉપાડી લાવ્યા?!'
હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કેમ હજુ ભૂલાયા નથી?
ગુજરાતી સાહિત્યના પંડિતયુગ કહો કે ગાંધીયુગ મહદ અંશે ગંભીર હતા, એવા યુગ વચ્ચે જ્યોતીન્દ્ર દવેએ હાસ્યલેખનને સાહિત્યમાં સ્થાપિત કર્યું. તેમના થકી હાસ્યલેખકોની એક સશક્ત પરંપરા શરૂ થઈ. તેમના જન્મદિન નિમિત્તે તેમના વિશે થોડીક સરપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.
રંગોળી કળાનું સંવર્ધન કરતું વડોદરા
સમયાંતરે વ્યસ્ત બનતાં જતાં અને બદલાતાં જતાં જીવનમાંથી ઘણી બધી બાબતોની જેમ રંગોળીની પણ બાદબાકી થઈ ગઈ છે, પરંતુ આ કલાને વિસરાવા ન દે એવા શહેરનું નામ વડોદરા છે! વડોદરા સાથે રંગોળી વિશિષ્ટ રીતે જોડાયેલી અને જળવાયેલી છે.
અંબાજીથી૭૦૦૦ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
‘અંત્યોદયથી સર્વોદય’ના કલ્યાણનો વિચાર મૂર્તિમંત કરવા માટે રાજ્યની ડબલ એન્જિન સરકાર સતત સક્રિય
કૃત્રિમ બેટ બન્યા સુરખાબના સ્વર્ગ
કચ્છના રણમાં જ્યાં પાણી ભરાય છે તે વિસ્તારમાં વનખાતાએ કૃત્રિમ બેટ બનાવ્યા છે. સારા વરસાદના પગલે નવા બેટ પર ગ્રેટર અને લેસર ફલેમિંગોએ પોતાની પસંદગી ઉતારી છે. અહીં તેઓએ ઈંડાં મૂક્યાં છે અને બચ્ચાં પણ બહાર આવ્યાં છે. ફ્લેમિંગો સિટી તરીકે વિખ્યાત હંજ બેટ પર તો સુરખાબોએ માળા બનાવ્યા જ છે, પણ પાણીનું સ્તર બદલાતાં માળા માટે અન્ય જગ્યાઓ પર બનાવેલા કૃત્રિમ બેટ પર પણ પસંદગી ઉતારી છે.
કાઠિયાવાડના કાંઠાળ પંથકના ખેડૂતોને શ્રીફળ હજી કેટલાં ફળશે?
કેરી ભલે ફળોનો રાજા હોય, પણ ‘શ્રીફળ'નો ઇલ્કાબ તો નાળિયેરને ભાગે જ આવ્યો છે. આ શ્રીફળનો મબલખ પાક લઈ શકાય એ માટે કાઠિયાવાડના સાગર કિનારે જમીન 'ને વાતાવરણ અત્યંત અનુકૂળ છે. રહી રહીને પણ જૂનાગઢમાં કોકોનટ બોર્ડની દેશની છઠ્ઠી કચેરી શરૂ થઈ છે ત્યારે ચાલો જાણીએ કે આ નાળિયેર સૌરાષ્ટ્રના કાંઠાળ પંથકના ખેડૂતોને કેટલાં ફળશે?
ગ્રાહકો માટે ફરિયાદના અનેક રસ્તાઓ છે
ગ્રાહક સાથે છેતરપિંડી તેમ જ અનફેર ટ્રેડ પ્રેક્ટિસને લગતી કાર્યવાહીઓ કરવા, પહેલાં માફ્ક, જે-તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસની જ્યુરિસડિક્શનલ ટેરિટરીમાં જઈ કેસ કરવાના બદલે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯માં ટેરેટરિયલ જ્યુરિસડિક્શન એમેન્ડમેન્ટ મુજબ હવે એવી જોગવાઈ કરેલ છે કે ગ્રાહકો તેમની ફરિયાદો જ્યાં ગ્રાહક રહે છે, ત્યાં ફાઇલ કરી શકે છે
કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ રાખવો
બજારભાવ કરતા પાંચ-દસ ટકા ઓછા ભાવે મળી શકે પણ એથી સાવ ઓછી કિંમતે કોઈ વસ્તુ મળતી હોય તો ખરીદી ટાળવી
જવાબદારીમાંથી કોઈ છટકી ન શકે
ટ્રાન્ઝેક્શનના પુરાવા, ડિલિવરી સ્લિપ સહિત ઓનલાઇન ખરીદી સંબંધિત તમામ દસ્તાવેજો સાચવી રાખવા
મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેમ શહેર વિસ્તારોની બેઠકો મહત્ત્વ ધરાવે છે એ રીતે મધ્ય ગુજરાતની બેઠકો પણ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે નિર્ણાયક બની રહેશે. વળી, આ વખતે ત્રીજો પક્ષ પણ પ્રવેશ્યો હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્ને પોતપોતાની બેઠકો કઈ રીતે સાચવશે એ જોવું રસપ્રદ બની રહેશે.
ઈરાનનું હિજાબ આંદોલન: ઔરત, જિંદગી અને આઝાદી!
બસો, ટ્રેનો અને ટેક્સીઓમાં ખાસ સીસીટીવી કૅમેરા બેસાડાવ્યા છે. તે કૅમેરાઓ ખાસ સોફ્ટવેર વડે સાંકળી લેવાય છે. બસ, ટેક્સી, ટ્રેન કે રસ્તા પર કોઈ સ્ત્રીનો હિજાબ થોડો આડોઅવળો થાય એટલે કન્ટ્રોલ રૂમને જાણ થાય. એ સોફ્ટવેર એ સ્ત્રીની તમામ ઓળખ, નામ, સરનામું વગેરે થોડી સેકન્ડોમાં જણાવી દે. એ બધી વિગતો સરકારી ટેલિવિઝન પર વહેતી કરાય
કેસીઆરને રાષ્ટ્રીય રાજકારણનો અભરખો
કોઈ પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા માટે તૈયાર થાય તો એ ખરેખર તો આવકારદાયક બાબત ગણાવી જોઈએ, પરંતુ એ માટે પ્રાદેશિક પક્ષને ખરા અર્થમાં રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે સક્રિય બનવું પડે
મુલાયમસિંહઃ સમાજવાદીવિચારનો એક સિતારો અસ્ત
કુસ્તીના શોખીન મુલાયમસિંહે અખાડામાં પહેલવાની કરતાં કરતાં જ રાજકારણમાં પ્રવેશ કરેલો અને ૧૯૬૭માં સૌ પ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય બનેલા
ચોમાસાની અનોખી ભેટઃ ખાડા અને ભૂવા!
જે શહેરના ખાડા અને ભૂવા આટલા બેનમૂનપણે સ્વયંસર્જિત કે સ્વયંભૂ પ્રગટતા હોય એ શહેરના શાસકો અને વહીવટદારો પાસે કેવી કલાત્મક સૂઝ હશે?!
હવે મારે ગ્રે શેડ્સવાળા પાત્રો ભજવવા છે!
એમબીએ થયેલા માનવ ગોહિલ માર્કેટિંગનો બિઝનેસ કરી રહ્યા હતા અને એક ગુજરાતી અને માર્કેટિંગના વિધાર્થી તરીકે તેમને તેમનો બિઝનેસ ડેવલપ કરવો હતો
ધ મિનિએચરિસ્ટ ઓફ જૂનાગઢઃ કહાની ચિત્રકાર કી!
નસીરુદ્દીન શાહ અને રસિકા દુગ્ગલ અભિનીત શૉર્ટ ફિલ્મ ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ', નવલકથાકાર સ્ટિફન ઝવૈગની વાર્તા ‘ધ ઇન્વિઝિબલ કલેક્શન’નું અડલ્ટેશન છે. બારીક ચિત્રકામ કરતાં મિનિએચરિસ્ટના માધ્યમે સર્જકે ભારત-પાક ભાગલાનું દર્દ, ઘર છોડવાનું દુ:ખ, કલાકારનું ઝનૂન, આ બધું બિટ્વિન ધ લાઇન્સ કહી દીધું છે.
પુરુષના અમાનવીય કક્ષાના અહંકારને પોષતો સમાજ
પુરુષનો ગમે તેટલો અવિવેકી અહંકાર પોષતો આપણો સમાજ એક સ્ત્રીના સ્વાભિમાનને સાંખી શકતો નથી. પારિવારિક વિવાદોમાં વાંકગુનો ગમે તેનો હોય, પણ છેવટે ભૂલનો બધો ભાર વહુ કે પત્નીના માથે જ નાખવામાં આવતો હોય છે. સ્ત્રી માટે કાં તો સંબંધ અથવા સ્વાભિમાન બંનેમાંથી એક જ સાચવી શકાય એવી અનિવાર્ય પરિસ્થિતિ ખડી કરી દેવામાં આવતી હોય છે.
કપલ થેરાપી: જ્યારે તકરાર સંબંધોની ગાંઠને ગૂંચવે ત્યારે..
પતિ-પત્ની કહેવા માટે તો એક ગાડીનાં બે પૈડાં છે, પરંતુ ભાગદોડવાળા જીવનમાં એકબીજા માટે નિરાંતની બે પળ મળવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે પરિવારમાં અનેક તકરાર થાય છે. પ્રેમની સાથે તકરાર હોવી જરૂરી છે, પરંતુ તકરાર જ્યારે સંબંધોની ગાંઠને ઢીલી પાડવા માંડે ત્યારે તેને મજબૂત કરવી જરૂરી બની જાય છે 'ને આજકાલ તેમાં આ થેરાપી ટ્રેન્ડમાં છે.
વિસ્તાર ભલે અંતરિયાળ ’ને પછાત હોય, અમે પાછી પાની નથી કરતા
કચ્છમાં ચોમાસાની ઋતુમાં રણની નજીક આવેલા વિસ્તારમાં નાનાં ગામો કે વાંઢો સુધી પહોંચવું મુશ્કેલ બને છે. એમાંય ત્યાં વસવાટ કરતા લોકોમાં રહેલા શિક્ષણના અભાવ અને પછાતપણાને કારણે આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધુ પડકારરૂપ બને છે. આ પડકારને તેઓ એવી રીતે પહોંચી વળે છે કે તેમને સલામ કરવાનું મન થઈ જાય.
ચર્ચાનો મુદ્દો બનેલું ‘મૂનલાઇટિંગ’ શું છે?
વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં, ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓમાં ‘મૂનલાઇટિંગ'ની ચર્ચા દિવસે ને દિવસે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ભારતમાં એક-બે કંપનીએ આ પૉલિસીને મંજૂરી આપતાં ઇન્ડસ્ટ્રીમાં જાણે કે આ મુદ્દે બે ભાગલા પડી ચૂક્યા છે. શું છે આ મૂનલાઇટિંગ? ચાલો સમજીએ.
તળ ઊંચા લાવવા કોઠાસૂઝ કામે લગાડી
ભૂગર્ભ જળ નીચે જતાં રહ્યાં હોવાથી બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ હતી. સામાન્ય જીવન કપરું બનેલું એ સંજોગો વચ્ચે એક ગામડાએ કોઠાસૂઝ વડે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી સમસ્યાના ઉકેલ તરફ અનેક ગામડાંને નવો રાહ ચીંધ્યો હતો.